SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૨ અને મન કંપે તેમ બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન શ્રેણિકનું મન કંપ્યું. ૫૯. તેઓએ એકાંતમાં કુમારને કહ્યું : રાજાનું સ્વાસ્થ્ય સારું નથી વૈધની જેમ અમે તમને બોલાવવા આવ્યા છીએ. ૬૦. કાન માટે વિષ સમાન તેઓનું વચન સાંભળીને શ્રેણિક બહુ ખેદ પામ્યો. ખાંડનો ગાંગડો ચાવતા વચ્ચે પથ્થરાનો ટૂકડો આવી ગયો. ૬૧. અહો ! મંદભાગ્ય મારા પિતાની સેવા કર્યા વિનાના દિવસો અવકેશી વૃક્ષની જેમ નિષ્ફળ ગયા. ૬૨. સામગ્રી પણ મળવા છતાં જેમ ભારે કર્મી જીવ ગુરુની સેવાથી વંચિત રહે તેમ હું પિતાની સેવાથી વંચિત રહ્યો. ૬ ૩. અથવા તો પિતાના ચરણનું સતત ધ્યાન કરવા મારે વંચના નથી કારણ કે સર્વત્ર મન પ્રમાણ છે. ૬૪. તેથી હવે ચિંતાથી સર્યું. હમણાં હું પિતાના આદેશને કરું. પીડિત અવસ્થામાં મારે લાંબુ ચૌડું વિચારવું ઉચિત નથી. ૬૫. પિતા બહુ દુઃખ પામ્યા પછી હું જઈશ તો મારી શી કિંમત રહેશે ? ગાડું ઊંધું વળી ગયા પછી ગાડાવાળો શું કરી શકે ? ૬૬. પિતા જેવા શ્રેષ્ઠી પાસેથી રજા મેળવીને હંસ હંસલી પાસે જાય તેમ શ્રેણિક નંદા પાસે ગયો. ૬૭. બુદ્ધિમાન શ્રેણિકે કહ્યું : હે સધર્મચારિણી પ્રિયા ! આજે મને પિતાએ બોલાવ્યો છે તેથી હું જઈશ. ૬૮. પોતાના આત્માની જેમ શીલના રક્ષણમાં પ્રયત્ન કરવો જેથી બીજના ચંદ્રની જેમ સર્વને વંદનીય બને. ૬૯. કહ્યું છે કે શીલ કુળની ઉન્નતિ કરનારું છે. શીલ પરમ ભૂષણ છે, શીલ વિપત્તિનો નાશક છે, શીલ કલ્યાણનું કારણ છે. ૭૦. અથવા વધારે કહેવાથી શું ? વિકલ્પ વિના બંને કુળ નિર્મળ થાય તે રીતે તારે જીવન જીવવું. ૭૧. તું પોતાના આત્મામાં ગુણનો અદ્વૈતભાવ સ્થાપન કરનારી છે. તેથી તને શીલ પાળવાનો ઉપદેશ આપવો તે ચંદ્રને ઉજ્વળ કરવા બરાબર છે. ૭૨. શ્રેણિકે અમૃત જેવા કોમળ વચનોથી તેને આ પ્રમાણે શિખામણ આપી. જો બીજાઓ ઉપર પણ કોમળતા રાખવાની છે તો સ્ત્રીઓ પર રાખવામાં શું કહેવાનું હોય ? ૭૩. પાન્ડુરવ્વુડયા ગોપાત્તા વયં રાનાદે પુરે । પુત્યક્ષરાખિ સન્મન્ત્રવીનવનિ ચાર્પયત્ । અમે રાજગૃહ નગરમાં ધવલગૃહના ગોપાલો છીએ અર્થાત્ અમે રાજગૃહના રાજા છીએ એ પ્રમાણે સજ્યંત્રના બીજાક્ષરો જેવા અક્ષરો આપ્યા. ૭૪. હવે નંદાએ પણ કહ્યું : હે પ્રિય ! તમે પધારો, વિપત્તિરૂપી દહીંના વલોણા માટે રવૈયા સમાન તમારી યાત્રાઓ મંગળ બને. ૭૫. શુભ ભવિતવ્યતા જેવી ઊંટળી ઉપર આરૂઢ થઈને સાક્ષાત્ જાણે પુણ્યોના પુંજ જેવા ઊંટસવારોની સાથે શ્રેણિકે રાજગૃહ તરફ પ્રયાણ કર્યું. ૭૬. સંસારી જીવની જેમ અખંડ પ્રયાણોથી જતા તેણે જ્યાં ભોજન કર્યું ત્યાં પણ મુકામ ન જ કર્યો. ૭૭. સ્ત્રીઓ જેમ લાજથી (સેકેલા ધાન્યથી) વધાવે તેમ વૃક્ષોની હારમાળાએ રસ્તામાં જતા કુમારના મસ્તક ઉપર રાજા બનનારા શ્રેણિકને પાકા રસવાળા ફળોના ઢગલાનું ભેટણું કર્યુ. ૭૯. 'તને રાજ્યની પ્રાપ્તિ થશે માટે જલદીથી જા' એમ વૃક્ષોએ મંદ પવનથી ફરકતા સૂર્યના લાલ કિરણો જેવા પલ્લવોથી તેનું અભિવાદન કર્યું. ૮૦. પ્રચંડ પવનથી ઉછળીને નમેલા વૃક્ષોથી જાણે ખુશ થયેલી હારમાળાઓએ કામદેવ જેવા કુમારને નમસ્કાર કર્યા. ૮૧. એ પ્રમાણે તેનો ઉપચાર કર્યો, આ રાજાની ભૂમિમાં અમે વસીએ છીએ એમ જાણીને કર ભરનારા લોકો હર્ષ પામે છે એમ અમે માનીએ છીએ. ૮૨. જ્યારે શ્રેણિક નગરમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે મોર—નોળિયો—કૂતરો – ચાસ–પોપટ ખંજન જમણી બાજુ રહ્યા. ૮૩. જાણે શ્રેષ્ઠ રાજ્ય લક્ષ્મીના મુખ હોય તેમ કુંભ–છત્ર–અશ્વ અને વાજિંત્રો તથા ઊંચી સૂંઢવાળો ગર્જના કરતો હાથી વગેરે સન્મુખ થઈ રહ્યા. ૮૪. એમ ઉત્તમ મંગળ સૂચક શકુનોથી સહિત શ્રેણિકે જેમ ભવ્ય જીવ જિનશાસનમાં પ્રવેશ કરે તેમ પિતાના ઘરમાં પ્રવેશ્યો. ૮૫. જેમ વિમલ (અપ્રમત્ત) સાધુ સાતમા ગુણસ્થાન ઉપર આરૂઢ થાય તેમ તે ક્રમથી સાતમા માળ ઉપર આરૂઢ થયો. ૮૬. જેમ કુમુદ (ચંદ્ર વિકાસી કમળ) ચંદ્રને જુએ તેમ શ્રેણિકે રાજાને દૂરથી જોયા તેથી પૂર્વે નહીં
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy