SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧ ૧૧ સફેદ વર્ણવાળો, બંદીઓની જેમ મુખર અવાજ કરતા ભમરાઓને જાણે દાન ન આપતો હોય ! આવા ઐરાવણ જેવા ઉત્તમ હાથીને પ્રભાતના સ્વપ્નમાં શય્યામાં સૂતેલી નંદાએ મુખમાં પ્રવેશતો જોયો. ૩૩. જાગીને જલદીથી પલંગ પરથી ઊઠીને જાણે જંગમ રાજ્યલક્ષ્મી ન હોય તેમ આનંદિત થયેલી નંદા પતિની પાસે ગઈ. ૩૪. આંબાની મંજરીના ભક્ષણથી વિકસિત થયેલ કંઠવાળી કોયલની જેમ મધુર ભાષિણી નંદાએ કૃષ્ણની આગળ રુક્મિણીની જેમ પતિની આગળ હાથીના સ્વપ્નનો વૃત્તાંત જણાવ્યો. ૩૫. અને પુછ્યું : હે પ્રાણવલ્લભ ! વરિષ્ઠ શકુનની જેમ મને આ સ્વપ્નનું શું ફળ મળશે ? ૩૬. શ્રુત સામ્રાજ્યના લાભની જેમ અતુલ હર્ષને ધારણ કરતા શ્રેણિકે પોતાની બુદ્ધિથી સ્વપ્નનું ફળ કહ્યું. ૩૭. સર્વ લક્ષણથી સંપૂર્ણ, વિવિધ પ્રકારની બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન રુક્મિણીના પ્રધુમ્નની જેમ તારે પુત્ર થશે. ૩૮. દેવ-ગુરુના પ્રસાદથી તથા તમારા પુણ્યથી આ વસ્તુ મને થાઓ એમ નંદાએ ગુરુની શિક્ષાની જેમ શ્રેણિકના વચનને વધાવી લીધું. ૩૯. જેમ નિર્ધન પુરુષ દેવતાએ આપેલ ચિંતામણિને ગાંઠમાં બાંધે તેમ હર્ષિત થયેલી નંદાએ શકુન ગ્રંથિને બાંધી. ૪૦. ચારિત્રનું પાલન કરતી સાધ્વીની જેમ નંદાએ અતિ સ્નિગ્ધ નહીં, અતિ રૂક્ષ નહિ, અતિ ગરમ નહીં, અતિ ઠંડા નહિ, અતિ કડવા નહીં, અતિ મીઠાવાળા નહીં, અતિ તીખા નહીં, અતિ મીઠા વિનાના નહીં, કાચા નહિ, અતિ તૂરા નહીં, અતિ ખાટા નહીં, અતિ મધુર નહીં, એવા દેશકાળ અને ઉંમરને અનુરૂપ ગર્ભનું પોષણ કરે તેવા નિર્દોષ પ્રમાણસર પથ્ય આહારોથી ગર્ભનું પાલન કર્યુ. ૪૧-૪૩. આ બાજુ તે સમયે પ્રસેનજિત રાજા અભવ્યની જેમ મહાવૈદ્યોને અસાધ્ય એવા રોગથી પીડાયો. ૪૪. અસાધ્ય આંતકને જાણીને પ્રસેનજિત રાજાએ જાણે સાક્ષાત્ ક્ષાત્રધર્મ ન હોય એવા શ્રેણિકને બોલાવવા ઊંટ સવારોને મોકલ્યા. ૪૫. મૌન રહેવાના સ્વભાવવાળી, મન જેવા વેગવાળી, પીળાવર્ણવાળી, કૃશ મુખવાળી, ઘુઘરમાળાથી યુક્ત, ટૂંકા કાનવાળી, મુગુટથી સહિત, ડોકમાં લટકતી મણિમાળાથી સહિત, પગમાં રણકાર કરતી ઝાંઝરવાળી એવી ઊંટડીઓ પર આરૂઢ થઈને ઊંટ સવારો જલદીથી બેનાતટ નગરે આવ્યા. ૪૬-૪૭. ગૌરવર્ણા, લટકતા કાન અને પુષ્ટ સ્કંધને ધારણ કરતા, વાળમાં (માથામાં) લટકતી વેણીવાળા, હાથમાં ચીતરેલી કાંબિકાવાળા, કમળપત્ર જેવી વિશાળ આંખોવાળા સદા રાજાના વિશ્વાસુ પુરુષોને શ્રેણિકે દૂરથી જોયા અને હર્ષ પામ્યો. ૪૮-૪૯. ઘણાં કાળ પછી પોતાના દેશના બીજા માણસો મળે તો મહાન હર્ષ થાય છે તો પોતાના પુરુષો મળે તો વિશેષ હર્ષ થાય એમા શું નવાઈ છે ! ૫૦. તેઓ પણ કુમારને નમ્યા. શ્રેણિકે તેઓની પીઠ ઉપર હાથ મૂકયો ઔચિત્ય આચરણમાં સજ્જનો કયારેય મુંઝાતા નથી. અર્થાત્ ઔચિત્યને કયારેય ચૂકતા નથી. પર. વિશ્વપાલક પિતાને સ્વર્ગ જેવું કલ્યાણ છે ને? પુત્ર વાત્સલ્યને ધારણ કરતી માતાને સારુ છે ને ? મમતાળુ સર્વ ભાઈઓને કુશળ છે ને ? રાજ્યકાર્યને કરતા પ્રધાનો હંમેશા આનંદમાં છે ને ? બૃહસ્પતિ જેવી પ્રતિભા ધરાવતા અમાત્યોને સારું છે ને ? ગુણોથી ભવ્ય સકળ પણ પરિવારમાં કુશળ વર્તે છે ને ? પૂજ્યો વડે સતત લાલન કરાયેલ નગરલોકમાં કુશળ વર્તે છે ને ? તાતથી પાલન કરાયેલ સર્વ મંડલમાં કુશલ વર્તે છે ને ? ગુરુ (વડીલ) ઉપરની ભક્તિને કારણે શ્રેણિકે આ પ્રમાણે સમાચાર પુછ્યા. અથવા વડીલ વડે તિરસ્કાર કરાયેલ ભક્ત તે ભક્ત જ રહે છે. સ્વયં ભદ્ર હોય તો સર્વપણ લોક ભદ્ર બને છે. પર-૫૭. તેઓએ કહ્યું : વિજયી દેવના પ્રભાવથી સર્વત્ર કુશળ વર્તે છે. સૂર્યનો ઉદય થયે છતે અંધકાર કયાંથી હોય ? ૫૮. પરંતુ તમને અમારે એક વિનંતી જણાવવાની છે કે એટલું બોલે છતે જેમ વિદ્યુતનો કડાકો થાય
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy