SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૮ ૧૯૯ સંકટમાંથી બહાર કાઢ. અથવા અંધકારથી બહાર કાઢવા સૂર્યની પ્રભા જ સમર્થ છે. ૩. બીજે દિવસે પણ દૂતીએ જઈને કહ્યુંઃ ભવનમાં તમે બે સૌભાગ્યની ધામ છો. અને આ કારણથી સમૃદ્ધિથી ઈન્દ્ર સમાન પણ પ્રદ્યોત રાજા તમારા નકારભર્યા વચનથી આજે ખેદ પામે છે. ૪. તેથી હર્ષપૂર્વક મારા વચનને માન્ય કરો. અને તમારા ઉપર આદરવાળા મારા સ્વામીને જલદીથી ભજો. વણિક સ્ત્રી પણ સ્થાનમાં રાજાનો આશ્રય કરે છે. ઊંચા પદે આરૂઢ થવું તે શું દૂષણ છે? ૫. જો કે તમે મૂઢતાથી સુભગ શિરોમણિ રાજાનું અપમાન કરો છો તો પણ તમારા બેના ચરણો રાજાનું શરણ છે. અગ્નિથી દાઝેલાને અગ્નિ શરણ છે. ૬. હે દૂતી ! ગઈકાલે પણ તને ઘણી વારી હતી તો તે બઠર શિરોમણિ ! આજે ફરી કેમ આવી? શું તારા પિતાની અમે કંઈ થાપણ દબાવી છે? અજ્ઞાની લોક પૂંછડા અને શિંગડા વિનાનો પશુ છે. ૭. એમ વચનોથી તર્જના કરીને ફરી કંઈક કોમળ બનીને તે બેએ તેને મનાવી લીધી. અથવા તો આલોકના કાર્યની સિદ્ધિને ઈચ્છતા લોકે આલોકના માર્ગને અનુસરવું જોઈએ. ૮. દૂતીએ આવીને રાજાને જણાવ્યું કે તે બે જરાક ઢીલી પડી છે પણ સંભોગને ઈચ્છતી નથી. તેથી તે બે ઉપરનો અભિલાષ છોડો કારણ કે લોક ઈચ્છતો ન હોય ત્યારે ઈચ્છા કેવી! ૯. મન કાયાથી કંઈક સ્વસ્થ થઈને રાજાએ તેને કહ્યું હે વિદૂષી ! હે પોતાના સ્વામીનું કાર્ય કરવામાં બંધાયેલી બદ્ધિમતી ! હે મહિલામાં ચતુર ! તું તે બેને મનાવ. ૧૦. હે ભદ્રા ! તારી પાસે સકલ નિરૂપણ કલા છે અને ન પીગળે તેને પીગળાવી દે તેવી વાણી છે. તેથી મને શ્રદ્ધા છે કે તે બેને પોતાને વશ કરી લઈશ. શું ચંદ્રની કાંતિથી ચંદ્રમણિઓ ખેદ પામતી નથી? ૧૧. આ પ્રમાણે રાજાએ તેને આકાશમાં ઘણી ચગાવી અર્થાત્ ફુલાવી. ત્રીજા દિવસે જઈને લટકાથી બોલી : મહાલવણ સમુદ્રની અંદર ડૂબેલા રાજાએ મોટી આશા કરીને ફરી તમારી પાસે મોકલાવી છે. ૧૨. રાજા તમારા બેનું એવું ધ્યાન કરે છે કે આખા જગતને તમારામય જુએ છે. પોતાના મિત્ર કે અમારી આગળ તેણે જે વર્ણન કર્યુ છે તે સંદેશા હું કહું છું. ૧૩. જો તમે જીવાડશો તો જ હું જીવીશ. મારું માથું તમારા ખોળામાં છે. તેથી સ્વયોગ્ય કાર્ય કરો એમ રાજાએ પગમાં પડી કહેવડાવ્યું છે. ૧૪. તુરત જ કંઈક ગાઢ સ્નેહનું નાટક ભજવતી તે બેએ કહ્યું : હે વિદુષી ! આ કોને ન ગમે? આ અમારો ભાઈ પાંજરામાં પડેલી મેનાની જેમ પવિત્ર શીલવાળી અમારી બેનું રક્ષણ કરે છે. ૧૫. હે સખી! દિવસે કે રાત્રે આ અમને બેને ઘરની બહાર પગ મૂકવા દેતો નથી. તે શ્રીમતી ! અમને આ ભવમાં રાણીપણું પથ્ય છે અને પરલોકમાં મુનિપણું પથ્ય છે. અમને તે બંને ન મળ્યા. ૧૬. આજથી સાતમે દિવસે અમુક તિથિએ અમુક ક્ષણે અમારો ભાઈ બહાર જશે. તેથી રાજા એકલો જ છૂપાવેશે આવે. કારણ કે રાજા કે રંક બંનેનું ચૌર્ય-આચરણ સરખું જ છે. અર્થાત્ ચોરી કરવાની રીત બધા માટે એક સરખી છે. ૧૭. તેણીએ જઈને હર્ષથી રાજાને વાત કરી. એકસો આઠગણો જેનો આનંદ વધ્યો છે એવી તે બે એ અભયકુમારની પાસે જઈને સમસ્ત વૃત્તાંત જણાવ્યો. હંમેશા લોક પોત-પોતાના સ્વામીના વિજયને ઈચ્છે છે. ૧૮. ભુવનમાં આશ્ચર્યકારી બુદ્ધિના સ્વામી અભયે પ્રદ્યોત સમાન મનુષ્યને મત્ત કરીને તેનું નામ પ્રદ્યોત પાડ્યું. હું માનું છું કે શત્રુબંધના નાટકનો પ્રથમ પ્રવેશ પૂરો થયો. ૧૯. બીજા બુદ્ધિમાન શિષ્યોને છોડીને બહાર શિષ્યોની પાછળ લાગેલો અધ્યાપક ભ્રષ્ટ થાય તેમ ગાંડાભાઈની પાછળ લાગેલા અમે પોતાના સર્વ સારા કાર્યોથી ભ્રષ્ટ થયા છીએ. ૨૦. ગ્રહને વશ થયેલા સંસારી જીવની જેમ આ મારો ભાઈ અહીં તહીં ભમશે, ખરેખર મારે આનું કેવી રીતે રક્ષણ કરવું અર્થાત્ આને કેમ સાચવવો? પ્રયોજન માટે કયો કયો પોકાર નથી કરાતો? ૨૧. હું આને ઉત્તમ વૈદ્યની પાસે લઈ જઈશ. ઘણી રાડો પાડવા છતાં માચીમાં
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy