SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૯૮ પોતાના બંધનમાંથી છૂટવાના ઉપાયને સારી રીતે વિચારીને બુદ્ધિના ક્રીડાભવન અભય બધા વરદાનની માગણી કરી ખરેખર ધનુર્ધર સારી રીતે નિરીક્ષણ કરીને બાણ છોડે છે. ૮૫. તમે મહાવત બનીને અનલગિરિ હાથી પર આરૂઢ થયા હો ત્યારે હું શિવાદેવીના ખોળામાં બેઠેલો અગ્નિભીરુ, રથના લાકડાથી બનેલી ચિત્તામાં પ્રવેશ કરું એમ વરદાન માગું છું. પોતે સમર્થ હોય તે બીજાનો પરાભવ કરવા સમર્થ થાય છે. ૮૬. તેણે માગેલા વરદાનને આપવા અસમર્થ રાજાએ પોતાના બે હાથ જોડીને અભયકુમારને રજા આપી. હે મંત્રીરાજ! તું વિજય પામ. અમારે હજુ રાજય કરવાની ઘણી ઈચ્છા છે. ૮૭. હાથથી મૂછને મરડીને અભયે રાજાની સમક્ષ મોટી પ્રતિજ્ઞા કરી. હે રાજન્ ! બકવૃત્તિના ભાઈ ધર્મના છળથી તમે મને અહીં લાવ્યા. ૮૮. વાઈડા (પાગલ)ની જેમ ઘણી બૂમો પાડતા સર્વલોકની દેખતા જ હું તમને ધોળે દિવસે ઉપાડી જઈશ. જો હું પોતાનું બોલેલું ન કરી બતાવું તો મારા પિતાનો પુત્ર નહીં. ૮૯. પ્રદ્યોત રાજા વડે સત્કાર કરાયેલ અભય વિદ્યાધરપુત્રીની સાથે થોડા દિવસમાં રાજગૃહ નગરીમાં પહોંચ્યો અને મગધ રાજાના વૈરીના એક ધામ ચંડ-પ્રદ્યોત પાસે ખેદ પહોંચ્યો. ૯૦. પ્રદ્યુમ્નકુમારની જેમ અભયે ઘણા વિયોગ અગ્નિદાહના જવલંત તાપથી તપેલા શરીરવાળા માતાપિતાને પોતાના સંગમરૂપી અમૃતની વૃષ્ટિથી ઘણા હર્ષથી આનંદિત કર્યા. ૯૧. રાત્રિ-દિવસ પિતાના ચરણ કમલમાં ભ્રમર જેવું આચરણ કરનાર અભયનો કેટલોક કાળ પૂર્વની જેમ હર્ષપૂર્વક પોતાની નગરીમાં વ્યતીત થયો. વિબોધોને (સજ્જનોને) વડીલનું સન્નિધાન દુઃત્યાજ્ય છે. ૯૨. પોતાનું હરણ કરનાર વેશ્યાની સાથે જેણે નક્કીથી સ્પર્ધા માંડી છે એવા અભયે એકવાર માલવદેશના રાજાને બાંધવા માટે કામદેવની રાજધાની સમાન બે વેશ્યાઓને ગ્રહણ કરી. ૯૩. શબ્દયજ્ઞની જેમ રાજપુત્ર અભયે ગુટિકાના પ્રયોગથી જલદીથી પોતાના સ્વર અને વર્ણમાં ભેદ કર્યો. પછી વણિકનો વેશ લઈને ઉજ્જૈની નગરીમાં આવ્યો. રાજમાર્ગ ઉપર મોટું ઘર ભાડે લીધું. ૯૪. શૃંગાર પર્વતના શિખર ઉપરથી ઘણાં પ્રકારના તરંગોને ઝીલવા ગંગાનદી સમાન, ગંગાદેવીના કુંભ જેવા વિશાળ અને ઊંચા સ્તનવાળી, શ્રેષ્ઠરૂપવાળી, હરણીની આંખો જેવી સુંદર આંખવાળી, બે સ્ત્રીઓને માર્ગમાં જતા રાજાએ એકી નજરે જોઈ. ૯૫. આ બંનેએ પણ બળવાન કટાક્ષના લક્ષ્યવાળી આંખને ક્ષણથી રાજા ઉપર નાખી. ધર્મના છળથી કોઈને પણ ઠગવો શક્ય છે પણ કામના છળથી તો કોકને ઠગવો શક્ય છે. ૯૬. આ બંને મનમાં ધારણ કરતો કામદેવથી ભેદાયેલ રાજાએ ઘરે આવીને લોલતાથી તે બેની પાસે દૂતીને મોકલી. રાજા પણ કામથી પીડાયેલો થાય તો રંકની જેમ દુઃખી થાય છે. ૯૭. ત્યાં પહોંચીને દૂતી એકાંતમાં તે બે વેશ્યાને ભક્તિથી કહે છે : હે પૂર્ણ ચંદ્રમુખી ! હે મૃગાક્ષી! જે ક્ષણે રાજાનો તમારી બેની સાથે પરસ્પર દષ્ટિમેળ થયો ત્યારે ઘણો અનુરાગ થયો છે. ૯૮. ત્યારથી રાજા કામરૂપી ઉનાળાના દિવસના મધ્યાહ્નના ઉષ્ણ કિરણોથી તપ્ત થયો છે. આને પોતાના અંગના સંગ સ્વરૂપ ચંદ્રકિરણની શીતળતાથી ઠંડો કરો. ૯૯. એમ ચાટુવચન બોલતી ઘણો કૃત્રિમ કોપ કરીને તે બંનેએ તેને ગળાથી પકડી. હે દુષ્ટ ચરિત્રાધમ! હે નષ્ટપૃષ્ટા દૂતી! આવું અયોગ્ય અમારી આગળ કેમ બોલે છે? ૪૦૦. હે દૂતીકાર્યમાં નિરત ! હે સુધર્મથી વિરત ! અમારી દષ્ટિપથમાંથી દૂર ચાલી જા. એમ તે બે એ તેની ગાઢતર ભર્સના કરી. નિઃસ્પૃહીઓના ચિત્તમાં રાજા તૃણ જેવો હલકો છે. દૂતીએ રાજા પાસે જઈને યથાવૃત્તાંત જણાવ્યો. ૪૦૧. રાજા વેશ્યા ઉપર ઘણો રાગી થયો. અમારે વેંચવું નથી, તેંચવું નથી એમ વેંચનારા બોલતા હોય ત્યારે નક્કીથી કરિયાણાના ભાવ ઉપર ચડે છે. ૨. રાજાએ દૂતિને કહ્યું : તે જે કાર્ય કર્યું છે તે ફરીથી કરીશ તો સિદ્ધ થશે તેમ કરીને તું મને
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy