SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૫ ૧૦૩ છોડતા નથી. ૨૨. પોતાને કારાગૃહમાં પૂરાયેલની જેમ માનતા અને અભયકુમારના ચરણકમળને યાદ કરતા કુમારે છૂટવાના ઉપાયને આ પ્રમાણે વિચાર્યો. ૨૩. તેણે દરરોજ વાલ્લાલિમાં ઘોડાને વહન કર્યો. આળસુ જીવોને કાર્યની સિદ્ધિ થતી નથી. ૨૪. પાંચશો પણ ભટો અશ્વ ઉપર આરૂઢ થઈને કુમારના પડખે રહ્યા. ઘોડાને થોડે દૂર સુધી લઈ જઈને પાછો લાવ્યો. ૨૫. ભટોને વિશ્વાસ પમાડવા દરરોજ થોડો થોડો અધિક જઈને મૂળ સ્થાને સ્વયં પાછો આવી જતો હતો. ધર્મ માટે કરેલું કપટ પણ સારું છે. ૨૬. રોજે રોજ તેમ કરતા તેના ઉપર ભટો પણ વિશ્વાસુ બન્યા. એમ કરીને આ આખા જગતને વિશ્વાસ પમાડી દે તો નવાઈ જેવું નથી. ૨૭. તેણે વિશ્વાસુ પુરુષોને પોતાનો અભિપ્રાય જણાવ્યો. અતિગુપ્ત કે અતિપ્રગટચિંતિતની સિદ્ધિ થતી નથી. ૨૮. પોતાના વિશ્વાસુઓની પાસે સમુદ્રમાં વહાણ તૈયાર કરાવ્યું. જેમ પોતાને જ્ઞાનાદિ ગુણોથી પૂર્યો તેમ નૌકાને રત્નો વગેરેથી ભરી. ર૯. આદ્રકુમારે જંગમ મહેલ સમાન નૌકામાં આગળ નિશ્ચિત રીતે યુગાદિ દેવની પ્રતિમા સ્થાપન કરાવી. ૩૦. પૂર્વની જેમ અશ્વ ઉપર આરૂઢ થઈને આદ્રકુમાર અદશ્ય થયો. જાણે ઉન્નત ગુણસ્થાન ન હોય તેવા વહાણ ઉપર ક્ષણથી આરૂઢ થયો. ૩૧. જેમ ભવ્ય જીવ ગ્રંથિનું ઉલ્લંઘન કરીને સમ્યગ્દર્શન પામે તેમ ગુરુ જેવા વહાણથી મિથ્યાત્વ જેવા સાગરનું ઉલ્લંઘન કરીને આર્યદેશમાં પહોંચ્યો. ૩૨. વહાણમાંથી ઉતરીને થાપણની જેમ સાચવેલી પ્રતિમાને શ્રેણિકના પુત્ર પાસે મોકલાવી આપી. ૩૩. ધર્મબીજની વૃદ્ધિ માટે જિનભવન, પ્રતિમા, પુસ્તક (આગમ) ચતુર્વિધ સંઘ અને સાતક્ષેત્રમાં ઘણું ધન વાવ્યું. ૩૪. યતિલિંગને ગ્રહણ કરીને આદ્રકુમારે ઉત્તમ મંત્રની જેમ સ્વયં સામાયિક સૂત્રને ઉચ્ચાર્યું. ૩૫. તેટલામાં આકાશમાં રહીને દેવતાએ આ વચન કહ્યું તું જ શૂર છે, તું જ ઈન્દ્રની જેમ સત્ત્વશાળી છે. ૩૬. રાજ્યને છોડીને જે તે આ પ્રમાણે દીક્ષા લેવા પુરુષાર્થ કરે છે પણ તારું ભોગફળ કર્મ નિકાચિત (પ્રતિબંધક) છે. ૨૭. તેથી નિકાચિત કર્મ ખપી જાય ત્યાં સુધી રાહ જો. કેમકે ભોગવ્યા વિના નિકાચિત કર્મ ક્ષય પામતું નથી. ૩૮. ભોગાવલી કર્મો બાકી હોય ત્યાં સુધી જિનેશ્વરો પણ દીક્ષા લેતા નથી. જિનેશ્વરના માર્ગે ચાલનારાઓએ પણ તેજ રીતે વર્તવું જોઈએ. ૩૯. આગ્રહને છોડીને ભોગોને ભોગવ્યા પછી તું દીક્ષા લેજે. રસ્તામાં અડધે છોડી દેવું પડે તેવા ભારને ઊંચકીને શું લાભ? ૪૦. તેના વચનને અવગણીને પૌરુષને ફોરવીને તેણે દીક્ષા ગ્રહણ કરી કેમકે અર્થી દોષને જોતો નથી. ૪૧. - પૃથ્વીતલ ઉપર વિહાર કરતા આ પ્રત્યેક બુદ્ધ ભવિતવ્યતાના વશથી વસંતપુર નગરમાં આવ્યા. ૪૨. ચણનારાના જાણે યશ પિંડ ન હોય તેવા ગગનચુંબી ચૂના જેવા સફેદ મહેલો તે નગરમાં શોભતા હતા. ૪૩. સધનના માલિકની જેમ ઘણી સુગંધવાળા વિકસિત કમળોના ઘર સમાન પુષ્પોથી વસંતપુર પ્રથમ હરોડનું નગર થયું. ૪૪. જાણે જંગમ પ્રશમનો પંજ ન હોય તેમ ધર્મધ્યાનમાં પરાયણ આર્દુમુનિ તે નગરના કોઈક દેવકુલમાં પ્રતિમા ધરીને રહ્યા તે નગરમાં શ્રેષ્ઠ ગુણોથી નિર્મળ, ધનસંપત્તિથી મહાન દેવદત્ત નામનો શ્રેષ્ઠિ રહેતો હતો. ૪૬. રૂપ–વય, અવસ્થા તથા ગુણોથી સભાનપણે શોભતી ધનવતી નામની તેની પત્ની હતી. ૪૭. બંધમતીનો જીવ દેવલોકમાંથી ચ્યવને જાણે જંગમ લક્ષ્મી ન હોય તેમ તે બેની શ્રીમતી નામની પુત્રી રૂપે થયો. ૪૮. ધાવમાતાઓથી પાલન કરાતી, ભાઈઓથી લાલન કરાતી શ્રીમતી ધૂલ ક્રીડાની ઉચિત વયને પામી. ૪૯. તે વખતે સમાનવયની સખીઓની સાથે શ્રીમતી જાણે જંગમતીર્થને વંદન કરવા દેવકુલમાં આવી. ૫૦. તે બાલિકાઓ પતિવરણની ક્રીડાથી રમવા પ્રવૃત્ત થઈ કેમકે બાલ્યવયમાં પોતપોતાના સ્વભાવને ઉચિત ચેષ્ટાઓ થાય છે. ૫૧. હે સખીઓ! તમે પતિને વરો એમ એઓએ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy