SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ સર્ગ-૩ ૯૯. તરસ્યો થયેલ તું પરિણામનો વિચાર કર્યા વગર અતીર્થના માર્ગથી કાદવવાળા સરોવરમાં પ્રવેશ્યો અથવા તો દુઃખથી પીડિતની મતિ કેવી રીતે ચાલે? ૬૦૦. જેમ મહારંભથી પ્રાણી દુર્ગતિના સાગરમાં ડૂબે તેમ હે મુનિ ! તું પછી અગાધ કાદવમાં ખૂંપ્યો. ૬૦૧. જેમ મહામોહથી વશ કરાયેલ મનુષ્ય ઘરના સંગથી છૂટી શકે નહીં તેમ તું પોતાને કાદવમાંથી ઉદ્ધરવા જરા પણ શક્તિમાન ન થયો. ૬૦૨. જેમ બે દાંતથી નદીના કાંઠો ભંગાય તેમ તે પૂર્વે યૂથમાંથી બહાર કાઢી નંખાયેલ શત્ર હાથી વડે બે દાંતથી ભેદાયો. ૩. તે સાત દિવસની વેદના સાત વરસની જેમ સહન કરી. સર્વ મળીને એકસો વીસ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. ૪. હે મેઘ ! આર્તધ્યાનમાં મરીને તું ફરી વિંધ્યાચલની તળેટીમાં હાથીના ભવમાં ઉત્પન્ન થયો કારણ કે આર્તધ્યાન તિર્યંચગતિ અપાવે છે. ૫. તેવા પ્રકારનો ગુણવાન, ચાર દાંતવાળો, સાડા સાતસો હાથીઓનો સ્વામી તું મેરપ્રભ નામનો હાથી થઈને વિચર્યો. ૬. જેમ મનુષ્ય આ ભવમાં યૌવન વયમાં કરેલ કાર્યને વૃદ્ધાવસ્થામાં યાદ કરે તેમ દાવાનળને સળગેલો જોઈને તેને ફરી જાતિસ્મરણ જ્ઞાન થયું. ૭. જેમ ચતુરંગ સૈન્યથી યુક્ત રાજા શત્રુગણને ઉખેડી નાખે તેમ યૂથથી સહિત તે ગંગા નદીના કિનારાના વૃક્ષો ઉખેડી નાખ્યા. ૮. જેમ મુનિ ચાતુર્માસમાં ત્રણ માંડલા કરે તેમ પોતાના રક્ષણમાં નહીં ખેદ પામેલ તે ત્રણ મોટા માંડલા કર્યા. ૯. જેમ આરાધનામાં તત્પર જિનકલ્પી મુનિ એકેક વાળનો લોચન કરે તેમ તે ઉગતા દરેક ઘાસને ઉખેડી નાખ્યું. ૧૦. તે ત્રણેય માંડલા હાથના તળ જેવા તાલિયાના માથા જેવા અથવા અરીસાની સપાટી જેવા સપાટ થયા. અર્થાત્ ઘાસનો અંકુરો ન ફુટે તેવા નિર્મળ થયા. ૧૧. જેમ પ્લેચ્છના ભયથી પીડાયેલ આત્મા પર્વત તરફ દોડી જાય તેમ ફરી દાવાનળ સળગ્યો ત્યારે તું યૂથની સાથે માંડલા તરફ દોડ્યો. ૧૨. વરને છોડીને હરણ વગેરે પશુઓ પ્રથમ માંડલામાં ખીચોખીચ ભરાઈને રહ્યા. કેમ કે સમાન દુઃખમાં વેરીઓનું પણ મિત્રપણું થાય છે. ૧૩. તું જેટલામાં અંદર ગયો તેટલામાં બીજું માંડલું પણ પૂર્વની જેમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. કેમ કે કાર્ય ઉત્પન્ન થયે છતે પોતાની વસ્તુ પણ કામમાં આવતી નથી. ૧૪. પરિવાર સહિત તું ત્રીજા માંડલામાં રહ્યો કેમકે ઘણી સામગ્રી (પરિગ્રહ) હોવા છતાં કંઈક કયારેક ઉપકાર કરે છે. ૧૫. ખણજ ખણવા એક પગ ઉંચે કરીને ઊર્ધ્વગતિને પ્રાપ્ત કરવા તે નક્કીથી પ્રયાણ કર્યું. ૧૬. બળવાન પશુઓના ધક્કાથી એક ભયભીત સસલો નીચે તારા પગ મૂકવાના સ્થાને અજ્ઞાનીની જેમ આવ્યો. ૧૭. હે મેઘ ! સસલાની અનુકંપાથી શરીરને ત્રણ પગ ઉપર નિશ્ચલપણે ધરીને ત્રેતાયુગમાં જેમ ધર્મ રહે તેમ રહ્યો. ૧૮. જેમાં આવા પ્રકારની દયા પાળવામાં આવે તે તિર્યંચ ભવ પણ ધન્ય છે. જેમાં આવી દયા પાળવામાં ન આવે તો તે મનુષ્ય ભવ પણ શું કામનો ? ૧૯. જેમાં દયાની સાથે મિત્રતા છે તે પશુનો ભવ પણ ભલે થાય જેમાં દયાનો સ્વાદ ન મળતો હોય એવો મનુષ્યભવ પણ ન થાઓ. ૨૦. કરુણાલક્ષણવાળા તિર્યંચોએ પણ તત્ત્વને સારી રીતે જાણ્યું પણ વિવિધ પ્રકારના શાસ્ત્રોને જાણનારા કતીર્થિકો તથ્યને જાણતા નથી. ૨૧.મિથ્યાત્વ મોહથી જેઓની આંખો હણાયેલી છે એવા જીવો ભલે છેટા ફરે તમારે તેઓની સાથે કશી લેવાદેવા નથી) પણ જૈન થઈને દયાવાન બનતો નથી તે મને વારંવાર પડે છે. રર. જેઓ પ્રાણી રક્ષાનું એક માત્ર પ્રતિપાદક જિનેશ્વર ભગવાનના વચનને હંમેશા સાંભળે છે, પૂછે છે, પરિષદની આગળ વ્યાખ્યાન કરે છે તેઓ પણ જો દયાપાલનમાં શિથિલ બને છે તો અમે કોની આગળ પોકાર કરીએ? અથવા અમે શું કરી શકીએ ? ૨૪. અમે આ મેરપ્રભ હાથીની સ્તવના કરીએ છીએ. અમે હર્ષથી વારંવાર સ્તવના કરીએ છીએ. અમે તેની સસલા ઉપરની દયાની વારંવાર પ્રશંસા કરીએ ૧. અતીર્થ : જ્યાંથી નદીમાં ઉતરી શકાય તે તીર્થ અને ન ઉતરી શકાય તે અતીર્થ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy