SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૭ ૧૬૧ જાણીને ગાઢતર ક્રોધિત થયો. ૩૯. પૂર્વે પણ બહેન નૃત્ય કરવાની ઈચ્છાવાળી હતી અને હવે તેના બે ચરણમાં રણકાર કરતી ઝાંઝર બાંધવામાં આવી પછી શું કહેવાનું હોય! ૪૦. પલિપતિનો વિનાશ કરવા મેં નિવૃણ ચિત્તથી તેની જ કાળા સાપ જેવી દારૂણ તલવાર હાથમાં લીધી. ૪૧. પલ્લિપતિને ગળી જવા શું જાણે યમે જીભને ન લંબાવી હોય એવી કોશમાંથી ખેંચેલી તલવાર અત્યંત ચમકી. ૪૨. જેમ ખેડૂત દાતરડાથી જુવારને વાઢે તેમ મેં તલવારથી તેનું મસ્તક વાઢ્યું. કોપરૂપી ભૂતથી વશ કરાયેલા અને પરાભવ પામેલા જીવો શું ન કરે ?૪૩. જેમ માંત્રિક શાકિનીને પકડે તેમ કોપાવેશને વશ થયેલ મેં પાપિણી પત્નીને વાળથી પકડી. ૪૪. મેં પત્નીને અધિક્ષેપ કર્યો. હે કુલટા ! હે કુલદૂષિકા! હે મહાઘોર રાક્ષસી ! હે ચલૅન્દ્રિયા! આગળ ચાલ જો પોકાર કરીશ તો હે રાંડ! હે ચંડા! જેમ પલિપતિનું કર્યું તેમ તારું કરીશ. ૪૬. જ્યાં સુધી સ્ત્રીહત્યા સ્ત્રીહત્યામાં લેખાતી હોય ત્યાં સુધી જ સ્ત્રી હત્યા છે નહીંતર ખરહત્યાની જેમ સ્ત્રીહત્યા ગણાતી નથી. ૪૭. જેમ બપોર પછીની દોડતા શરીરની છાયા આગળ આગળ ચાલે તેમ ભય પામેલી આ જલદીથી મારી આગળ ચાલવા માંડી. ૪૮. હે દુઃકૃતકારિણી ! હમણાં પણ દશાક્ષેપને કરશે તો તને ચરમ દશાને પહોંચાડું. આ પ્રમાણે માર્ગમાં તેની ઉપર આક્રોશ ઠાલવતા જીભને સુખ આપતો હે અભય! હું પોતાના ગામમાં નિવિને લઈ ગયો. ૫૦. પછી મેં આ દુશ્ચારિણી સ્ત્રી સ્વજનોને સોંપી દીધી. કોણ ગળા ઉપરની ગંડમાળાને ફોડવા ન ઈચ્છે? ૫૧. એટલામાં અભયે કહ્યું : જો પૂર્વે તમે તેનો ત્યાગ કરી દીધો હતો તો પછી પ્રાણનો સંશય કરાવે એવા સંરભને શા માટે કર્યો? પર. સુવ્રત સાધુએ કહ્યું તે સાચું કહ્યું પણ તેમાં જે હેતુ છે તેને હે કુશાગ્રબુદ્ધિ અભય! સારી રીતે સાંભળ. પ૩. અનર્થકારિણી પત્નીનું મારે કોઈ પ્રયોજન ન હતું પરંતુ લીધેલી પ્રતિજ્ઞાને પૂરી કરવા સરંભ કર્યો. ૫૪. અભયે સાધુને કહ્યું : હે ભગવન્! આ એમ જ છે. નીચ પુરુષો વિદનના ભયથી કાર્યનો આરંભ કરતા નથી. જેમ શત્રુકુક્કડાથી ત્રાસ પામેલ કુકડા સંગ્રામમાંથી ભાગી જાય છે તેમ મધ્યમ પુરુષો કાર્યનો આરંભ કરીને વિપ્ન આવે ત્યારે અધવચ્ચે મૂકીને ભાગી જાય છે. તમારા જેવા સત્ત્વશાળી જીવો સેંકડો વિદ્ગો આવે તો પણ કાર્યને છોડતા નથી. ૫૭. યુદ્ધમાં પ્રહારોથી જર્જરિત થયેલો ઉત્તમ ક્ષત્રિય નાકના ટેરવા ઉપર શ્વાસ આવે તો પણ શું શસ્ત્રને છોડે? ૫૮. મંત્રી વડે એમ સ્તવના કરાતા મુનિ પુંગવે કહ્યું : પત્નીની ચેષ્ટાને યાદ કરતો હું પરમ વૈરાગ્યને પામ્યો. ૫૯. જેઓને મૂળથી સ્ત્રીઓ નથી તે આ ગૃહસ્થો ધન્ય છે. જ્યાં ક્યારેય ઈતિઓ નથી તે દેશ ધન્ય કેમ નહીં? ૬૦. તેઓ ધન્ય છે, તેઓ વંદનીય છે તેઓ વડે આ પૃથ્વીતલ ભૂષિત કરાયું છે. જેઓએ સ્ત્રીને પરણવાનો વિચાર પણ નથી કર્યો. ૬૧. જેઓ હંમેશા વિષવેલડીની જેમ સ્ત્રીઓ ઉપર રતિ કરતા નથી તેઓએ દુશમનના ગુપ્ત મર્મ સ્થાનને જોયું છે. ૨. સેંકડો કપટનું ધામ, સંધ્યાની જેમ ક્ષણથી રાગી અને વિરાગી થતી સ્ત્રીઓ ઉપર કોણ વિશ્વાસ મુકે? ૬૩. મનમાં વિચારે છે બીજું, મુખમાંથી બોલે છે બીજું, અને કાયાથી કરે છે બીજું આ સ્ત્રીઓની વિપરીતાને ધિક્કાર થાઓ. ૬૪. બુદ્ધિમાનો ગંગાની રેતી, હિમાલય પર્વત અને સમુદ્રના પાણીના માપને જાણે છે પણ સ્ત્રીના હૃદયને જાણતા નથી. ૫. માયાથી ગહન ચિત્તવાળી સ્ત્રીઓના ભાવને કોણ જાણે છે? કેમકે ઘણાં જીવો કર્મપ્રકૃતિના સ્વરૂપને જાણતા નથી. દ૬. રાગી થયેલી સ્ત્રી દૂધ-ખાંડ-દ્રાક્ષ અને અમૃત જેવી છે. વિરાગી થયેલી મહાનાગ, દુષ્ટ મંત્ર અને ગર સમાન છે. ૬૭. રાગી થયેલી સ્ત્રીઓ પરલોક ગયેલા પતિની પાછળ મરે છે, અને દ્વેષી થયેલી જીવતા પણ પતિને ક્ષણથી મારે જ છે. ૬૮. આ સ્ત્રીઓ રડે અને રડાવે છે, મૃષા વચનો બોલીને લોકોને પોતાના વિશ્વાસ કરે છે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy