________________
અભયકુમાર ચરિત્ર
૧૬૦ ઉપર ઉપકાર કરવો તે વણિક ધર્મ છે સાધુ ધર્મ નથી. ૧૦. તો પણ શત્રુ ઉપર જય મેળવવામાં તને સહાય કરીને ભક્તિ કરીશ. લોકો વડે ચંદ્ર અવસ્થા પ્રમાણે પૂજાય છે. ૧૧.
શત્રુ વાનર પોતાના યૂથની સાથે જ્યાં વિલાસ કરતો હતો ત્યાં પોતાના કાર્યની સિદ્ધિ માટે લઈ ગયો. ૧૨. બુદ્ધિમાન વાનરે મને ઝાડ નીચે ઉભો રાખ્યો કેમકે બુદ્ધિ વિના એકલા પરાક્રમથી કાર્યની સિદ્ધિ થતી નથી. ૧૩. તે ઉત્સાહપૂર્વક શત્રુની સાથે યુદ્ધ કરવા લાગ્યો. અથવા સ્વામી પાસે હોય ત્યારે કૂતરો પણ જુસ્સાદાર બને છે. ૧૪. દાંતોને કચકચાવતા, બે પૂંછડાને ઉછાળતા, પૃથ્વી ઉપર પૂંછડાને પછાળતા, આકાશમાં ઉછળતા, મોટેથી ઘૂરકતા, લાલ આંખ કરતા, મારા વડે આશ્ચર્યપૂર્વક જોવાતા તે બે વાનરોએ મુષ્ટામુષ્ટિ, કેશાકેશિ, દંતાદંતિ, નખાનખિથી વાલી–સુગ્રીવની જેમ યુદ્ધ કરવા લાગ્યા. ૧૭.
યૂથમાંથી કોઈપણ વાંદરાએ બેમાંથી એક પણ નાયકને સહાય ન કરી. અથવા સર્વ લોક સંસારમાં બીજાનો તમાશો જોનાર હોય છે. ૧૮. નખ અને દાંતના ઘાથી લોહીલુહાણ થઈ રહેલા શરીરવાળો આ વાંદરો શત્રુ વાનર વડે જિતાયો. સર્વદા બળવાનનો જય છે. ૧૯. આ જલદીથી નાશીને મારી પાસે આવ્યો. તેણે આ પ્રમાણે અક્ષરો લખ્યા. વાષ્પીનો (મૂંગા) બીજું શું કરે ? ૨૦. ચિત્તમાં તારી સહાય લઈને મેં ઘણું યુદ્ધ કર્યું. ખીલાના બળથી વાછરડો ઘણો મદ કરે છે. ૨૧. હે મિત્ર! તારી દેખતા હું આ દશા પામ્યો. મને ચિત્તમાં તારો ઘણો વિશ્વાસ હતો તું મને સહાયક થઈશ. રર. હમણાં હું કોની આગળ પોકાર કરું. જ્યાં સુધી ભીંતમાં આથડી ન પડાય ત્યાં સુધી જવાય છે. ૨૩. હે મંત્રિનું ! પછી મેં તેને કહ્યું : હે વાનર શિરોમણિ જે તું બોલે છે તે આપ્તના વચનની જેમ નક્કીથી સત્ય છે. ૨૪. પરોપકાર કરવામાં નિષ્ણાંત તું જીવિત હોતે છતે મેં તને સહાય ન કરી. તેમાં આ કારણ છે. ૨૫. જેમ પાણી અને દૂધનો ભેદ ન પારખી શકાય તેમ અત્યંત ઉગ્ર ક્રોધથી યુદ્ધ કરતા તમારા બે માં હું ભેદ ન પારખી શક્યો. ૨૬. હે મહાભાગ ! અજાણતા પણ હું વિપરીત પ્રવૃત્તિ કરી દઉં તો સહાય કરવાનું બાજુ પર રહો પણ નુકસાન કરી દઉ. ૨૭. જરાકુમારે શું અજાણતા કૃષ્ણને ન માર્યો? અજાણતા લોકો દાંતોથી શું જીભને કચડી નથી નાખતા? ૨૮. જેમ પીળી ધ્વજાના ચિહ્નથી સૂર્યના વિમાનને ઓળખી શકાય તેમ તું પોતાના ગળામાં વનમાળાને તે રીતે ધારણ કરી જેથી હું તને ઓળખી શકું. ર૯. મારું વચન માનીને તેણે જાણે ભવિષ્યની જયલક્ષ્મીની વરમાળા ન હોય તેમ વનમાળાને ગળામાં ધારણ કરી. ૩૦. સંગ્રામમાં ઉત્પન્ન થનાર શરીરના તાપનો નાશ કરવા જાણે શું ગળામાં વનમાળા ધારણ ન કરી હોય તેમ વૈરીની સાથે યુદ્ધ માંડ્યું. ૩૧. જેમ કિલ્લા ઉપર ચઢેલો ભટ નીચેનાને મારે તેમ તેના વૈરીના મર્મપ્રદેશ ઉપર મેં પથ્થર માર્યો. ૩૨. ગાઢ પ્રહારથી અત્યંત પીડા પામેલો ઘણો અન્યાયી છે એમ જાણીને શું પ્રાણોએ તેને ન ત્યજી દીધો હોય! અર્થાત્ અત્યંત અન્યાયકારી વાંદરાનો પ્રાણોએ ત્યાગ કર્યો. ૩૩. આગળ પલ્લિપતિ મૃત્યુના કાર્યરૂપ જે નાટક ભજવવાનું છે તેની પૂર્વભૂમિકા સ્વરૂપ શું રંગ પ્રવેશ ન હોય તેવો કપિઘાત મારા હાથે થયો. ૩૪. ત્યાર પછી મારો ભાઈ વાનર ગાઢ-ઉત્કંઠિત ચિત્તથી અને આનંદના પૂરની સાથે પોતાના યૂથનો સ્વામી થયો. ૩૫.
વાનરની રજા લઈને હું ક્રોધથી પલ્લિપતિની પાસે ગયો. મૃગલાઓ વડે સિંહને જે ઘાત અપાય છે તે શું સિંહ ભૂલી જાય? ૩૬. આ મરણ પામેલ જીવને નીકળવાનો દરવાજો ન હોય તેમ મેં રાત્રે પલિપતિના ઘરે ખાતર પાડ્યું. ૩૭. અનિવૃત્તિ ગુણસ્થાને (૯મા ગુણ ઠાણે) છેલ્લા અંશમાં (ભાગમાં) માયાની સાથે જેમ લોભ રહેલો હોય તેમ મારી પત્નીની સાથે એક જ શય્યામાં સૂતેલા પલ્લિપતિને જોયો. ૩૮. હે શ્રાવક અભય! હું પ્રથમથી જ આ બંને ઉપર ક્રોધે ભરાયેલો હતો અને હમણાં તે બને તેવી સ્થિતિ રહેલા