SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૭ ૧૫૯ જોવા અસમર્થ થયો. ૭૮. તે ક્ષણથી ચેતના પામીને ક્યાંક જંગલમાં ચાલ્યો ગયો. આ જંગલમાં રહેતા મને ફરીથી મૂર્છા ન આવી જાય એવી બુદ્ધિથી તે ગયો. ૭૯. પછી વાંદરો શલ્યોદ્ધારણી અને સંરોહિણી નામની બે ઔષધિ તથા કમળપત્રમાં પાણી લઈ આવ્યો. ૮૦. જાણે સાક્ષાત્ મારી પીડાને ઘસતો ન હોય તેમ તેણે ખીલા કાઢવા માટે શલ્યોદ્ધારણી ઔષધિને શિલા ઉપર જલદીથી ઘસી. ૮૧. તેણે ચંદનની જેમ ઔષધિને મારા ત્રણ ઉપર લગાવી આથી જ વિકલ્પથી વાંદરાને મનુષ્ય કહેવાય છે. (કેમકે વાંદરો પણ ક્ય રેક મનુષ્યના કાર્યો કરે છે.) ૮૨. ઉત્તમ ઔષધિના પ્રભાવથી મારા પાંચ સ્થાનોમાંથી પાંચેય ઈન્દ્રિયોની વ્યથા સમાન ખીલાઓ નીકળી ગયા. ૮૩. વ્રણસંરોહિણી ઔષધિ ઘસીને તેના ઉપર ઉત્તમ રસ લઈને મનુષ્યની જેમ વાનરે મારા અંગ ઉપર લખ્યું. ૮૪. તત્ક્ષણ જ મારા શરીર ઉપર ઘા રુઝાઈ ગયા. કારણ કે ઓષધિ–મણિ અને મંત્રોનો અચિંત્ય પ્રભાવ છે. ૮૫. હે મંત્રિનું! જેમ વસંત ઋતુમાં વનરાજી ખીલી ઉઠે છે તેમ હું વાંદરાની કૃપાથી નવચેતનવંતો થયો. ૮૬. તે કપિપુંગવે મારી આગળ આ પ્રમાણે અક્ષરો લખ્યા. પૂર્વભવમાં હું સુપ્રતીત વ્રજમાં સિદ્ધકર્મ નામનો ભદ્રિક વેધ થયો અને આયુર્વેદશાસ્ત્રમાં નિપુણ થયો અને ધનવંતરી વૈદ્યની જેમ સર્વરોગનો ચિકિત્સક થયો. ૮૮. કરેલા કર્માનુસાર હું વાંદરાના ભવમાં ઉત્પન્ન થયો. મનુષ્યપણું કે વાનરપણું પૂર્વે ઉપાર્જિત કરેલા કર્મનું ફળ છે. ૮૯. જેમ હાથીનો નાયક અટવીમાં ભમે તેમ હું નાયક થઈને યુથની સાથે લીલાથી અટવીમાં ભમ્યો. ૯૦. એકવાર હું વાનર અને વાનરીઓ સાથે ક્રીડા કરતો હતો ત્યારે કોઈ યમ જેવો બલવાન વાંદરો આવી ચડ્યો. ૯૧. જેમ સુગ્રીવે સાહસગતિની સાથે યુદ્ધ કર્યું તેમ મારી સ્ત્રીમાં લુબ્ધ થયેલા તેની સાથે હું ક્રોધથી લાલ બનીને યુદ્ધ કરવા લાગ્યો. ૯૨. મરવા જેવી અવસ્થા પમાડીને આણે મને ક્ષણથી જીતી લીધો અથવા પૃથ્વી ઉપર શેરને માથે સવાશેર હોય છે. ૯૩. જેમ દુર્યોધને પાંડવોને જુગારમાં જીતીને રાજ્ય પડાવી લીધું તેમ ભાગીદારની જેમ મને યૂથમાંથી દૂર કરીને મારા પરિવારને ભોગવે છે. વસુંધરા વીર ભોગ્યા છે. ૯૫. રાજ્યથી ભ્રષ્ટ થયેલ રાજાની જેમ પોતાના યૂથથી ભ્રષ્ટ કરાયેલ એકલો ગરીબડો હું સર્વત્ર ભણું છું. ૯૬. તારા આયુષ્યથી ખેંચાયેલો ભમતો હું અહીં આવ્યો છું એમ માનું છું. હે મહાભાગ! તને જોઈને હું ધ્યાનમાં ચડ્યો. ૯૭. મેં પૂર્વે આને ક્યાંય જોયો છે એમ વારંવાર વિચારતા મને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને સકલવૈદ્યવિદ્યા ઉપસ્થિત થઈ. ૯૮. બે ઔષધિઓ લાવીને તેને સાજો કર્યો. સજ્જનોની સકલ કલાઓ પરોપકારના એક સારવાળી હોય છે. ૯૯. તેથી હે મહાભાગ! હમણાં શત્રુ પાસેથી મારા યૂથને નક્કીથી પાછો મેળવવા સમર્થ થાઉ ૪૦૦. જેમ રામે સુગ્રીવને સહાય કરી હતી તેમ તું મને સહાય કર. પોતાની વસ્તુ સત્ત્વ વિના પ્રાપ્ત થતી નથી. ૪૦૧. હે અભય! પછી મેં વાનરને કહ્યું કે પ્રાણદાયક તે મને બહુ જ મામુલી કામ બતાવ્યું. ૪૦૨. જેમકે- કોઈ પુત્ર સવારે ઉઠીને માતાપિતાને નમે, પછી સુગંધિ તેલથી અત્યંત અત્યંગન કરીને સ્નાન કરાવવામાં નિપુણ એકતપ્ત પાણીથી સ્નાન કરાવે. સુંદર ખાદ્ય પદાર્થોથી ભોજન કરાવે, સ્વયં માખીઓને ઉડાળે, ચંદ્ર જેવા શીતળ – ચંદનથી કસ્તૂરી યુક્ત વિલેપન કરાવે, સુંદર કુંડલાદિ અલંકારોથી અલંકૃત કરાવે, ચીનદેશ વગેરેમાં બનેલા વસ્ત્રો પહેરાવે, શ્રવણની જેમ ખાંધ ઉપર બેસાડીને વહન કરે. આવી ભક્તિને કરતો પુત્ર પણ માતા પિતાના ઉપકારનો બદલો વાળી શકતો નથી. તેમ છે કપીશ્વર! હું પણ તારો ઉપકાર વાળી શકતો નથી. ૭. જેમ તે પ્રાણાંત કષ્ટમાં પડેલા મને ઉગાર્યો તેમ જો હું તને તે પ્રકારે બચાવું તો ઉપકાર વળે. અથવા તો તેવી રીતે ઉપકાર કરું તો પણ ઉપકાર વળે તેમ નથી. ૯. કેમકે કહ્યું છે કે જે વગર ઉપકારે ઉપકાર કરે તેને જ ઉપકાર કહ્યો છે. ઉપકારી
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy