SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૫૮ થાંભલાની સાથે બાંધ્યો. શું ચોરો હમણાં મને આ કર્મની શિક્ષા કરશે ? ૪૯. જેમ જાતિવંત ઘોડાને ચાબુક મારી મારીને શિક્ષિત કરાવાય તેમ મને વારંવાર ચાબુકોથી ફટકાર્યો. ૫૦. નિર્દય તાડન કરાતો હું મોટી વ્યથાને પામ્યો. બુદ્ધિમાનોએ સાચું જ કહ્યું છે ''પરવશતા તે નરક છે.'' ૫૧. જાણે સાક્ષાત્ મારા અશુભ કર્મનો પુંજ ન હોય તેવો પલ્લિપતિ મારી તેવી અવસ્થા કરીને સ્વયં સૂઈ ગયો. ૫૨. પલ્લિપતિ અને મારી સ્ત્રીને ગાઢ નિદ્રા આવી ત્યારે કયાંકથી પણ આવીને કૂતરાએ ભીની ચામડાની દોરીને ખાધી. ૫૩. આ બંને સૂતા હતા ત્યારે મારા બંધન નિર્વિઘ્ને છૂટયા. આ જ કારણથી કહેવાયું છે કે પાપીઓ સૂતેલા સારા. ૫૪. ચિત્રથી ચિત્રાયેલ મનવાળો હું ધ્યાન કરવા લાગ્યો કે વાદળની જેમ કર્મોની ગતિ જાણવી શક્ય નથી. ૫૫. મારું બંધન શાથી થયું ? અથવા આ બેને કેવી રીતે ઊંઘ આવી ગઈ ? તત્ક્ષણ કયાંકથી પણ કૂતરાનું આગમન શાથી થયું ? ૫૬. તેણે એકાએક જ બંધનને શાથી ખાધું ? અહીં વધારે શું વિચારવું ? કર્મ જ સુખદુઃખનું કારણ છે. ૫૭. વૈરનો બદલો વાળવા આની જ તલવારથી પલ્લિપતિને મારીને શું હું પોતાના ઘરે જાઉં ? ૫૮. અથવા તો આને મારવાથી શું ? આનો કોઈ દોષ નથી. મારી સ્ત્રીનો જ દોષ છે. ૫૯. અથવા આ દુઃશીલા પાપિણીને ઘરે લઈ જાઉં ? જેવી તેવી પણ પત્ની પરઘરે સારી નથી. ૬૦. ચોરની તલવાર લઈને જે રીતે તે ન જાગે તે રીતે મારી પત્નીને ઉઠાળીને મેં નિષ્ઠુરતાથી કહ્યું ઃ ૬ ૧. હે દુઃશીલા ! હે લજ્જાથી મુકાયેલી હે પતિનો નાશ કરનારી ! હે પાપિણી ! જો તું કાંઈ બોલીશ તો તારું માથું ઉડાવી દઈશ. ૬૨. આ રીતે ભયભીત કરાયેલી તે મારાથી આગળ ચાલવા માંડી. અથવા તો મારી નંખાયેલના મુખો જલદીથી સંભળાય છે. ૬૩. ચોરની ખબર લેવાના હેતુથી મેં હાથમાં તલવારને લીધી. અમે બંનેએ સૂચિભેધ (ગાઢ) અંધકારમાં અમારા ઘર તરફ પ્રયાણ કર્યું. ૬૪. તેણીએ વસ્ત્રના છેડાના ભાગમાં રહેલી દશીઓને કાઢી કાઢીને માર્ગમાં વેરતી આવી. વૈરનો બદલો વાળવા સમસ્ત પણ લોક પોત–પોતાની શક્તિ અનુસાર પ્રયત્ન કરે છે. ૬૫. અમે બંને ચાલતા હતા ત્યારે રાત્રિ જલદીથી પૂરી થઈ તેથી હું માનું છું કે મારા પત્ની સાથેના સંબંધને જાણવા અસમર્થ થઈ. ૬ . હું પત્નીની સાથે ગાઢ વંશજાળીમાં પ્રવેશ્યો. હે સન્મતિ (અભય) ! હું પોતાને લંકામાં પ્રવેશેલો માનતો હતો. ૬૭. તેણી એ રસ્તા પર વેરેલા દશીઓના ટૂકડાને હું જાણતો ન હતો ખરેખર પુરુષો પાસે એક શૌર્ય જ પરમ બળ છે. પરંતુ સ્ત્રીઓ પાસે બુદ્ધિનું પરમ બળ છે. ૬૮. પગી પગલાની શ્રેણીને અનુસારે લક્ષિત સ્થાને પહોંચે તેમ દશીના ટુકડાના અનુસારે ચોરનું પૂર પાછળ આવી પહોંચ્યું. ૬૯. આ પકડાયો પકડાયો એમ બોલતા હરખાયેલા ચોરો પિતાના ઘરની જેમ વંશજાળીમાં પ્રવેશ્યા. ૭૦. હે મંત્રિન્! ચોરોએ મને તલવારના પ્રહારોથી જર્જરિત કર્યો. વૈરીના હાથમાં સપડાયેલાઓને શું સુકુમારિકા (સેવ)ની પ્રાપ્તિ થાય ? ૭૧. લાકડાની જેમ બળાત્કારે મને પૃથ્વીતલ ઉપર પાડ્યો અને મારી નાખવાની ઈચ્છાથી મને દુઃખ આપ્યું. ૭ર. બે હાથ-પગ અને માથામાં મને ખીલાથી જડી દીધો. આ જગતમાં કોણે સ્ત્રીના કારણે આપત્તિઓ નથી મેળવી ? ૭૩. કંઠે આવેલા પ્રાણ જેવી મારી અવસ્થા કરીને જેમ દારૂડિયો દારૂને લઈ જાય તેમ ચોરો મારી પત્નીને લઈને ચાલી ગયા. ૭૪. અહો ! દશીના ક્ષેપની મારી બુદ્ધિ ફળવાળી થઈ જેના પ્રભાવથી પાપી પતિ મરણાંત કષ્ટને પામ્યો. ૭૫. તેણીએ મનપ્રિય પલ્લિપતિને ફરી મેળવ્યો. એમ હર્ષ પામેલી મારી પત્ની પલ્લિપતિના ઘરે રહી. ૭૬. ત્યાર પછી કાંયથી કોઈક વાંદરો મારી પાસે આવ્યો. તે વખતે (દુઃખના કાળે) સહાય મળે તે પણ પુણ્ય છે. ૭૭. મને જોઈને મૂર્છા પામેલો તે ભૂમિ ઉપર પડયો. હું માનું છું કે મારું તેવા પ્રકારનું દુઃખ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy