SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૬૮ કોમળ વાણીથી યથાયોગ્ય રીતે કહેવું. ૪૧.વિવેકી એવા તારે પ્રમાદ કરવો ઉચિત નથી. એક તો મનુષ્યભવ દુર્લભ છે. તેનાથી પણ ધર્મ દુર્લભ છે. તેનાથી સાધુ અને શ્રાવકની સામગ્રી મળવી દુર્લભ છે. જીવિત, યૌવન, લક્ષ્મી અને બીજું પણ અસ્થિર છે. ૪૩. દુર્લભ મનુષ્યભવ પામીને જે આ ધર્મમાં પ્રમાદ કરે છે તે સોનાના થાળમાં માટી ભરે છે. ચિંતામણિ રત્નથી કાગડાને ઉડાળે છે. આવા પ્રકારનીવાણીથી સાધર્મિકને બોધ પમાડે. હે રાજનું! આ બંને પ્રકારના વાત્સલ્યમાં પ્રયત્ન કરવો જોઈએ. ૪. હે રાજન!જિનેશ્વરોની તીર્થયાત્રા રથયાત્રા અને પૂજા વગેરે અનુષ્ઠાનોથી અને જિનમંદિરના નિર્માણથી જિનશાસનની પ્રભાવના કરવી જોઈએ. ૪૭. હે રાજનું! જેમ ભેદજ્ઞ ભેદોથી શત્રુને ભેદે તેમ ભાવના ઉપર આરૂઢ થયેલા આ ભવ્ય પ્રભાવનાના ભરથી ભરણપોષણ કરીને ભવને ભેટે છે. ૪૮. આ પ્રમાણેની દેશનાથી રાજા એવો પ્રતિબોધ પામ્યો જેથી જૈનધર્મ સાતેય ધાતુમાં પરિણામ પામ્યો. ૪૯. સબુદ્ધિ ઉદાયને હૃદયમાં વિચાર્યુ કે આટલા દિવસો સુધી ઠગ જેવા આ તાપસોથી હું કેવી રીતે ઠગાયો? ૨૦. પછી રાજાએ હિંસાદિથી દુષ્ટ તાપસ દર્શનનો ત્યાગ કરીને કરુણાપ્રધાન શ્રેષ્ઠ જૈનશાસનનો સ્વીકાર કર્યો. ૫૧. તે હું આ ધન્ય, પવિત્ર અને કૃતકૃત્ય, વિષત્યાગી, અમૃતભોજી અને પ્રશંસાને પાત્ર નક્કીથી થયો. પર. પછી જેમ વાદળમાંથી સૂર્ય નીકળે તેમ પ્રભાવતી દેવે પ્રકટ થઈ પોતાના દર્શન કરાવ્યા. પ૩. દેવે પોતાનો વૃત્તાંત કહ્યો અને રાજાને ધર્મમાં સ્થિર કર્યો અને અદશ્ય થયો. રાજા વિસ્મિત થયો. ૫૪. પછી રાજાએ નવા ઉત્પન્ન થયેલ દેવની જેમ પોતાને સભામાં રહેલો જોયો. ૫૫. તે દિવસથી માંડીને રાજા પરમ શ્રાવક થયો. ધાર્મિકોની કોઈ એક નિયત ખાણ હોતી નથી. કહેવાનો ભાવ એ છે કે રત્નો ચોક્કસ ખાણમાંથી નીકળે છે. જ્યારે શ્રાવકને ઉત્પન્ન થવા માટે ચોક્કસ કુળ નથી તિર્યંચ અને મનુષ્ય ગતિમાંથી ગમે તેમાંથી ઉત્પન્ન થાય. પs. આ બાજુ ગાંધાર નામના દેશમાં જન્મેલા ગાંધાર નામનો શ્રાવક હતો જેણે ક્ષણ પણ પાપની ગંધને સહન ન કરી અર્થાત્ તે જરા પણ પાપની પ્રવૃત્તિ કરતો ન હતો. ૫૭. એક વાર વૈતાઢય પર્વત ઉપર રહેલી શાશ્વતી અરિહંતની પ્રતિમાઓને વંદન કરવા હર્ષથી તેની તળેટીએ ગયો. અથવા જીવને કઈ ઈચ્છા થતી નથી? ૫૮. પછી ગાંધાર શ્રાવક શાસન દેવતાને મનમાં કરીને ઉપવાસ કરીને રહ્યો આવા પ્રકારની અભિષ્ટ પ્રાપ્તિમાં બીજી કોઈ ગતિ નથી અર્થાત્ ઉપાય નથી ૫૯. ઘણા સાહસને જોઈને શાસનદેવી ખુશ થઈ તેના ઈચ્છિતને પૂરું કર્યું. સત્ત્વથી અર્થની સિદ્ધિ થાય છે. ૬૦. ભક્તિથી જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓને જુહારી. પછી શાસનદેવીએ તેને તળેટીમાં મુક્યો. કારણ કે યોગ અને ક્ષેમ દેવને આધીન છે. ૬૧. દેવીએ ઈચ્છિતને આપનારી એકસો આઠ ગુટિકા ગાંધાર શ્રાવકને આપી. દેવોને શ્રાવકોનું વાત્સલ્ય કરવું ઉચિત છે. દર. મોઢામાં એક ગુટિકાને મૂકીને ગાંધાર શ્રાવકે વિચાર્યું કે જો હું વીતભય નગરમાં જીવિત સ્વામીની પ્રતિમાને વંદ તો ધન્ય થાઉં. આવો વિચાર કરવા માત્રથી તે તુરંત જ દેવની જેમ વીતભય નગરમાં પહોંચ્યો. ૬૪. કુન્શાએ ગાંધાર શ્રાવકને પ્રતિમાના વંદન કરાવ્યા. પ્રભાવતીના સંગથી તેની કોઈક પ્રભા થશે. ૬૫. બીજા દિવસે ગાંધાર શ્રાવકને શરીરની અસ્વસ્થતા થઈ. કેમકે ઔદારિક શરીર હંમેશા રોગોનું ઘર છે. દ૬. દેવદત્તા કુન્શાએ પ્રવર-ઔષધો અને પથ્યાદિના પાલનથી તે ગ્લાનની પરમ આદરથી સેવા કરી. ૬૭. તેની સેવાથી આ પણ સાજો થયો. જો પ્રાણીનું આયુષ્ય બળવાન હોય તો ઉપાય મળી જાય છે. ૬૮. કૃતજ્ઞ ગાંધારે બધી ગુટિકાઓ કુન્જાને આપી અથવા હંમેશા મહાપુરુષો ઉપકાર ગ્રાહ્ય હોય છે. દ૯.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy