SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૬ ૧૩૩ ઘોડીઓ, ઘોડાઓ વગેરે ઈચ્છા મુજબ જવનો ચારો ચરે છે મારે પણ જવ ચરવાની ઈચ્છા છે. ૩૫. હે પ્રિય! અત્યાર સુધી પ્રાયઃ આકડાના પાન, ફૂલો, ઈન્દ્રવારુણી અને તેવા પ્રકારના ફળો મેં ખાધા છે તેથી આજે મને જવનું પારણું કરાવો. ૩૬. બકરાએ કહ્યું ઃ હે પ્રિયા ! જવનું ભક્ષણ કોને વહાલું ન હોય ! હે જુમતી ! બુદ્ધિમાનોએ યોગ્યવસ્તુની ઈચ્છા કરવી જોઈએ અયોગ્યની નહીં. ૩૭. જો ઘોડાઓ જવ ખાય છે તો વીર્ય વિનાની અહીં તારુ શું જાય છે? જો ઘી સુગંધિ વર્તે છે તો ત્યારે છાણને શું લાભ? ૩૮. હે આત્મવલ્લભા ! હું જવના પૂળાને લાવું ત્યારે રસ્તામાં રાજાના માણસો મને ઘણું મારશે ત્યારે શું તું વચ્ચે બચાવવા આવીશ? તેથી હું તાજા જવને નહીં લાવું. ૩૯. પછી ગુસ્સાથી બકરીએ કહ્યું : જો તું પૂળો નહીં લાવે તો હું પ્રાણનો ત્યાગ કરીશ આગળ ઉપર તને ઘણો પશ્ચાત્તાપ થશે. ૪૦. શું તું નથી જોતો કે રાજા પણ રાણી માટે પ્રાણ આપવા તૈયાર થયો છે જો તને હાડકાની મકિ જ પ્રિય હોય તો તે મારો પતિ નથી. મારી બીજી ગતિ છે. અર્થાત્ મારે બીજાનું શરણ છે. ૪૧. કઠોર હૃદયવાળા બકરાએ કહ્યું : જો તું કદાગ્રહથી મરવા તૈયાર થઈ છે તો મર હું ખરેખર જીવતો રહેવાનો છું. શું પોતાના મરણમાં જગત બુડે? (મરે ?) ૪૨. હે અક્કલ વગરની ! હમણાં આપણું દામ્પત્ય ન રહેતું હોય તો ભલે ન રહે. મેં ઘણી સ્ત્રીઓને છોડી દીધી છે. તારા વિના પણ મારું કામ અટકશે નહીં. ૪૩. આ મૂર્ખ રાજા મનુષ્યમાં પશુ સમાન છે જે કુત્સિત રંડાથી મોહિત થયેલો ધિક્ ! નાથ વિનાની વસુંધરાને છોડીને મરવા તૈયાર થયો છે. ૪૪. આ સ્ત્રી સિવાય આને બીજી હજારો રૂપાળી સ્ત્રીઓ છે. આ ચક્રવર્તી નિદર્ય છે કારણ કે આવા પ્રકારની હત્યાથી મનમાં જરાપણ પીડાતો નથી. ૪૫. આ સર્વ પુરુષાર્થનો સાધક મનુષ્ય ભવ પામીને કેવી રીતે નિષ્ફળ કરે છે? અથવા ભાગ્ય કટિલ હોતે છતે બુદ્ધિ બહેર મારી જાય છે. ૪૬. તે સાંભળીને રાજાએ વિચાર્યુઃ આ બકરો સારો પણ હું નહીં કેમકે આ પશુ હોવા છતાં તેને રાગનો નિગ્રહ કરે તેવું કંઈક પૌરુષ છે. ૪૭. ચક્રવર્તી હોવા છતાં મને પુરુષવ્રત નથી જે હું આના વશમાં પડ્યો છું. વિરાગીની જેમ રાજ્ય અને રાષ્ટ્રને છોડીને મેં કેવું આચરણ કર્યું. ? ૪૮. આ પશુએ મને પશુ ગણાવ્યો. અવિચારી મારામાં પશુપણું ઘટે છે. અહીં કોપ કરવો ઉચિત નથી. યથાર્થ કહેનાર ઉપર કોપ કેવો? ૪૯. ઉગ્ર વિષના વેગથી મૂર્ણિત થયેલ અજ્ઞાની જીવો પોતાનું હિત કેવી રીતે સાધે? જ્ઞાનથી જ સર્વ ક્રિયાઓ શુભ બને છે. ૫૦. આ વચનોને સાંભળતા મને તત્ક્ષણ લાભ થયો. તેથી આ ગુરુને પૂજીને હું ઋણમુક્ત થાઉં બીજી કોઈ રીતે ઋણ મુક્ત થઈશ નહીં. ૫૧. એમ વિચારતા રાજાએ કંઠમાંથી મોટી સુવર્ણની માળાને ઉતારીને બકરાના ગળામાં હર્ષપૂર્વક પહેરાવી. મૃત્યુથી બચાવનારને શું દેય નથી? પર. રાજાએ પણ દયા વિના પ્રિયાને કહ્યું હું તને હાસ્યનું કારણ નહીં જણાવું. હે કુમતિ ! તું મર હું નહીં મરું. કોઢીની સાથે અગ્નિમાં ન બળી મરાય. ૫૩. જેમ મહાવૈધને શરણે ગયેલો રોગી બચી જાય તેમ રાજા મરવાથી બચ્યો. ભાંગેલ મનવાળી માનભંગિની ઘરે ગઈ. શું છે તે રીતે મરવું સહેલું છે? પ૪. હે પ્રાજ્ઞ હસ્તિપાલક ! આણીનો કદાગ્રહ દુષ્ટ છે તેનો નિગ્રહ કરીને સુખનું ભાજન થા. વેશ્યા સ્ત્રીઓથી શું કલ્યાણ થાય? પપ. | સર્વ પ્રવૃત્તિ સાંભળીને શ્રેષ્ઠ ગવાક્ષમાં રહેલી ચેલણાએ વિચાર્યું હું અભિમાનથી મુકાઈ. સારું થયું મેં આ કથાનક જાણ્યું. ૫૬. અહો ! આ મેંઠ કેવો ઉત્તમ છે જેને આવા પ્રકારનો મતિવૈભવ છે. સરસ્વતી જે કોઈ ઉપર કૃપા કરે છે તેને આવા પ્રકારની મતિ થાય છે. ૫૭. આણે સુબુદ્ધિથી જે કહ્યું છે તે સાચું જ છે. જો હું ત્યારે મારી હોત તો મારું જ અહિત થાત. આ શ્રેણિક રાજા જેના ઉપર હાથ મુકશે તે તેના
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy