SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૩૪ માટે ચેલ્લણા જ છે. ૫૮. અહિત મૃત્યુથી હું અવશ્ય રૌરવાદિ નરકમાં ઉત્પન્ન થાત. શું કોઈ દુર્ગતિમાં લઈ જનાર છે? અથવા શું કષાયરૂપી વૈરીઓથી કોઈ બચાવનાર છે? ૫૯. મેંઠે કહેલ કથાનકને સાંભળીને ચેલણા મરવાના પરિણામથી બચી ગઈ. ચેલુણાએ હારમાં જ અત્યંત ધૃતિને ધારણ કરી. હે લોકો! જે કે તે રીતે અહીં બોધ પામો. ૬૦. રત્નોના કિરણોથી ઈન્દ્ર ધનુષની રચના કરનાર હાર તેના હૃદય ઉપર શોલ્યું. ૬૧. જેમ દેવલોકમાં ઈન્દ્રાણી શોભે તેમ બે કાનમાં કંડલને અને શરીર ઉપર દેવ દૂષ્યને ધારણ કરતી નંદા પણ અતિશય શોભી. ૨. અને આ બાજુ દેવમંદિરો, સભાસ્થાનો, તળાવ, કૂવા, ધર્મના મઠો આદિ અનેક સ્થાનોનું સંકુલ, જાણે સંપત્તિઓનો ભંડાર ન હોય તેવું સાકેતપુર નામનું નગર હતું. ૬૩. તે નગરમાં ઊંચા દેવમંદિરના શિખર ઉપર રહેલા સુવર્ણ કળશની સાથે મળેલો કમળોની કળીના સમૂહનો ભ્રમ થવાથી જાણે સુગંધ લેવા ઉત્કંઠિત ન થયો હોય તેમ ચંદ્ર શોભ્યો. ૬૪. જેની પાસે હંમેશા બુધ મંડળ (વિદ્વાનોનું મંડળ) રહેલું હતું. જેમ મિત્રના ચરણનો આધાર ન હતો. નવા ચંદ્રની જેમ ચંદ્રાવત સક નામનો રાજા હતો. કહેવાનો ભાવ એ છે કે તે નગરમાં ચંદ્રાવતંસક રાજા હતો. જેની પાસે હંમેશા વિદ્વાનોનું મંડળ રહેલું હતું. પોતે સ્વયં એવો બળ વાન હતો જેથી બીજાની સહાયની જરૂર ન હતી. બીજના ચંદ્રની જેમ દિવસે દિવસે તેની સૌમ્યતા વૃદ્ધિ પામતી હતી. ૫. આની પાસે તલવાર રૂપી નૂતન સૂર્ય હતો. જેણે શત્રુઓની સ્ત્રીના સ્તનમાં રહેલા દૂધના સમૂહને સર્વરીતે શોષી લીધું. ૬. તેના પ્રતાપરૂપી આ અગ્નિએ સમુદ્ર-મહાસરોવર-નદી-કૂવાની અંદર રહેલા શત્રુઓને પણ અત્યંત બાળ્યા. શું કોઈ દેવની સંકજામાંથી છૂટે? ૬૭. હંમેશા જ એકધારું દાન આપતા તેણે યાચકોને સફળ કર્યા. તેથી દીનમુખા ન દેખાયા. પરંતુ આ બાણો શ્યામ મુખા દેખાયા. અર્થાત્ ચંદ્રાવતંસક રાજા દાની અને પરાક્રમી હતો. ૬૮. ધર્મ-અર્થ અને કામમાં તેણે ધર્મને જ બહુ માન્યું. અથવા તો અહીં મહાપુરુષો મૂળને જ ગ્રહણ કરે છે. (ધર્મ સર્વ પુરુષાર્થોનું મૂળ છે. ધર્મ પુરુષાર્થ વિના એક પણ પુરુષાર્થની સિદ્ધિ થતી નથી.) ૬૯. જેમ કામદેવને રતિ અને પ્રીતિ બે સ્ત્રીઓ છે તેમ આ ન્યાયી રાજાને પોતાની સમાન સંક્લેશથી રહિત બે સુંદર સ્ત્રીઓ છે. ૭૦. પ્રથમ રાણીએ સતીઓમાં શિરોમણિ, રૂપથી સુંદર એવી સુદર્શના પુત્રીને અને બીજી રાણીએ શીલરૂપી મુખ્ય ગુણ રત્નને ઉગાડવા સમર્થ એવી પ્રિયદર્શના નામની પુત્રીને જન્મ આપ્યો. ૭૧. પ્રથમ રાણીએ જાણે ભૂમિ ઉપર બે અશ્વિનીકુમાર ન આવેલા હોય તેવા બે પુત્રોને જન્મ આપ્યો. પ્રથમ પુત્રનું નામ ગુણસાગર એનું બીજું નામ સાગરચંદ્ર હતું. ૭૨. ઉત્તમ મુનિચંદ્ર તીર્થકરની સેવા ભક્તિ કરનારો મુનિચંદ્ર નામે બીજો પુત્ર હતો. ૭૩. બીજી સ્ત્રીને રૂપથી કામદેવ જેવા બે પુત્રો થયા. તેમાં પ્રથમ સૂર્યની કાંતિના પુંજ સમાન ગુણચંદ્ર અને બીજો તરત ઉદય પામેલ ચંદ્ર જેવો બાલચંદ્ર પુત્ર હતો. ૭૪. રાજાએ હર્ષથી પ્રથમ પુત્રને યુવરાજ પદ આપ્યું. સદ્ગણી મોટા પુત્રને છોડીને શું ક્યાંય પણ નાનો પુત્ર પ્રતિષ્ઠિત કરાય છે? ૭૫. રાજાએ મુનિચંદ્ર પુત્રને કુમાર ભક્તિમાં અવંતિકા નગરી આપી. સ્વામીઓ કયારેય ઉચિત દાનનું ઉલ્લંઘન કરતા નથી. ૭૬. આમ સુકુટુંબાદિથી સહિત, મોટી રાજ્યલક્ષ્મી ધારણ કરતા, ધર્મ-કામ અને વિભવને ઉપાર્જન કરતા રાજાએ દિવસો પસાર કર્યા. ૭૭. માઘ મહિનાની ઠંડીમાં, મુનિની જેમ ધર્મમાં ઘણાં લીન બનેલા, પાપકર્મને હણવાની ઈચ્છાથી રાજાએ રાત્રે વાસમંદિરમાં કાઉસ્સગ્ન કર્યો. ૭૮. જ્યાં સુધી આ દીપક બળે છે ત્યાં સુધી કાઉસ્સગ્ન નહીં પાળું એમ મનમાં નિશ્ચય કર્યો. શું અહીં ધર્મની સિદ્ધિ બીજી રીતે થાય? અર્થાત્ ઉગ્ર ધર્મ કર્યા વગર
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy