SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૩૨ ૧૩. એટલે માગું છું કે મારા નગરમાં વ્યાધિ–અકાલ મરણ અને ઈતિઓ ન થાય તેવું કરો. દેવે રાજાને કહ્યું કે હું તને આ વરદાન આપું છું.૧૪. હે રાજન્ ! બીજું ઉત્તમ વરદાન માગ જેથી તું મને રોજ યાદ કરે, તેણે પણ કહ્યું હું બધા સંજ્ઞી જીવોની ભાષાને જાણું તેવું કરો. ૧૫. દેવે કહ્યું : હે રાજન્ ! તું સંજ્ઞી જીવોની ભાષા જાણી શકશે જો તું બીજા કોઈને તેની વાત કહેશે તો તારું માથું ફાટશે. એમ સ્પષ્ટપણે કહીને દેવ ચાલ્યો ગયો. ૧ ૬. દેવો ઘણું કરીને આવા દોષભર્યા વરદાનો આપે છે અથવા તો શું બકરી એકલું દૂધ આપે છે ? શું છાણ સહિત દૂધ નથી આપતી ? ૧૭. પછી વરદાનને મેળવીને અતિ ખુશ થયેલ રાજા પોતાના નગરમાં પ્રવેશ્યો. ઘણાં જીવો ચક્રવર્તીની સંપદાને પામે છે પણ તેમાંથી બહુ થોડા સર્વ જીવોની વાણી જાણનારા બને છે. ૧૮. મેં એકવાર ચક્રવર્તીએ હર્ષથી કસ્તૂરી વગેરે વિલેપનોથી પોતાને અંગરાગ કરાવ્યો. ગંધમાં લંપટ થયેલી ગરોડીએ પતિને કહ્યું : હે જીવિતેશ ! બ્રહ્મદત્ત રાજાના વિલેપનમાંથી કંઈક ભાગ મને આપો જેથી હું મારા શરીરને સુશોભિત કરું અથવા તો આ જીવિતવ્યનું જ ફળ છે. ૨૦. ગરોડાએ કહ્યું : હે યિતા ! જો હું વિલેપન લઈ આવું તો કુટાઈ જાઉં. વ્યાજ સાથે મારી વસુલાત થઈ જાય. તેથી વિલેપન નહીં આપું. ૨૧. આ વાત સાંભળીને સકલ સભાજનની મધ્યમાં રાજા વિસ્મયપૂર્વક હસ્યો. જે સ્થાનમાં જેનું વચન ન સમજી શકાય તે સભામાં તેનો ગર્વ વધે છે. (રાજા ગૃહકોકિલની ભાષા જાણતો હતો. સભામાં બીજો કોઈ જાણતો ન હતો તેથી રાજાનું મહત્ત્વ વધ્યું.) ૨૨. રાણીએ કહ્યું : હે સ્વામિન્ ! તમે શા માટે હસ્યા તે મને કહો. રાજાએ કહ્યું : હે સુભગ શિરોમણિ સુંદરી ! હું તો નિષ્કારણ (સહજ) હસ્યો છું. ૨૩. રાણીએ બે ત્રણ વાર ફરી ફરીને પુછ્યું તો પણ રાજાએ જવાબ ન આપ્યો. ત્યારે રાણીના મનમાં શંકા થઈ કે ખરેખર રાજા મારી ઉપર હસ્યો છે. ૨૪. બહુવાર આદરપૂર્વક પુછ્યું છતાં રાજાએ જવાબ ન આપ્યો તેથી રાણીએ મનમાં વિચાર્યુ હું તેની પ્રેમસમુદ્ર હોવા છતાં મને જવાબ નથી આપતા તેથી નક્કીથી રાજાના મનમાં કોઈક અગ્નિ (કષાય) રહેલો છે. ૨૫. એમ આકુલિત થયેલી રાણીએ ફરી આગ્રહપૂર્વક પુછ્યું : હે પ્રાણનાથ ! તમે મારી પાસે કેમ છુપાવો છો ? બાળક ભોળવાય હું નહીં. ૨૬. હે સ્વામિન્ ! જો તમે મને નહીં જણાવશો તો મારો સ્પષ્ટ જ નિર્ણય છે કે મારે મરવાનું છે. માનભંગવાળાઓને જીવવા કરતા મરવું સારું છે. ૨૭. રાજાએ કહ્યું : હે મૃગાક્ષી ! તું મરશે કે નહીં તેની મને ખબર નથી પણ જો હું કહીશ તો મારું મરણ નિશ્ચિત છે. ધોબી વડે છૂટો મુકાયેલો ગધેડો શું પલાયન નથી થતો ? ૨૮. ગાઢ કુગ્રહને વશ થયેલી રાણી બોલી : જુઠાણાઓથી મને કેમ ઠગો છો ? બોલવા માત્રથી જો કોઈ મરતું હોય તો આ જગત મનુષ્યો વિનાનું થઈ જાય. ૨૯. પ્રેમપાશથી બંધાયેલ રાજાએ પુરુષોની પાસે ચિતા તૈયાર કરાવી. હાથિણીના સ્પર્શમાં મોહિત થયેલો હાથી શું ખાડામાં નથી પડતો ? ૩૦. હે દેવી ! હાસ્યનું કારણ હું તને કહીશ એમ તેને પ્રબોધ કરતો ચક્રવર્તી રાણીને લઈને ચિતા તરફ ચાલ્યો. અહો ! ચક્રવર્તીની પણ મૂઢતા કેવી છે ? ૩૧. ત્રણ રસ્તે, ચાર રસ્તે અને પાંચ રસ્તે સર્વ સ્થાને લોકો એક જ ચર્ચા કરવા લાગ્યા કે આને કોઈ સાચી સલાહ આપનારા નથી ? અથવા બીજા કોઈ હિતકારી નથી ? જેથી રાજા અજુગતું કાર્ય કરવા તૈયાર થયો છે. ૩૨. એક ખીલા સમાન કાર્ય માટે ચૈત્ય સમાન રાજાની ઉપેક્ષા કરાય છે અથવા તો નક્કી આનું રાજ્ય નાશ પામવાનું છે. ૩૩. જેટલામાં રાજા ક્ષણથી આગળ ચાલે છે તેટલામાં બકરીએ પોતાની ભાષામાં બકરાને કહ્યું : હે સ્વામિન્ ! રાજાના જવના ઘાસમાંથી મારા માટે એક પૂળો લાવો. ૩૪. બ્રહ્મદત્ત રાજાના લાખો વછેરાઓ,
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy