SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૫ ૯૯ હતું. મૂટકોમાં જ ફૂટન હતું, વસ્ત્રોનું જ નિપીડન” હતું. ૮. તે દેશના અર્થજનના મનના અભીષ્ટોને પૂજવા માટે કલ્પવૃક્ષ સમાન આÁક નામનો રાજા હતો. ૯. જયશ્રી રૂપી શ્રેષ્ઠ સ્ત્રીના ચાહક આ રાજાની અસ્મલિત પ્રસરવાળી તલવારે ચારે બાજુથી સતત દૂતપણાને કર્યું. ૧૦. આશ્ચર્ય તો એ હતું કે રાજામાંથી કીર્તિરૂપી નદી થઈ જે પૃથ્વીમાં વ્યાપીને રાજાઓના મસ્તક ઉપર આરૂઢ થઈ. ૧૨. જેમ કામદેવને રતિ નામની સ્ત્રી હતી તેમ લાવણ્ય અને રૂપાદિથી સર્વ લોકને વિમોહ પમાડનારી આદ્રકા નામની તેની રાણી હતી. ૧૩. કરુણાને અભેરાઈએ ચડાવીને શાશ્વત કાળથી કૂલટાઓ વડે કદર્શિત કરાયેલ શીલ પોતાના રક્ષણ માટે તે ક્ષત્રિયાણીને (આદ્રકાને) શરણે ગયું. અર્થાત્ આદ્રકા ઉત્તમ શીલવંતી હતી. ૧૪. વારાંગના સ્ત્રીઓ વડે હરણ કરાયો છે સારભુત વૈભવ જેનો એવી શીલવતી સ્ત્રી આદ્રકા પાસે પોકાર કરવા ગઈ. એમ હું સંભાવના કરું છું. ૧૫. જેમ સુદશીવાળું વસ્ત્ર પહેરનારના ગુપ્તભાગોનું રક્ષણ કરે છે તેમ નિર્મળ ગુણોથી પૂર્ણ બીજાની છાની વાતને ગુપ્ત રાખનાર આદ્રક નામનો તેને પુત્ર થયો. ૧૬. બહુજનને આનંદદાયી, સર્વ મંગલોથી યુક્ત શરીરવાળો, અંકુઠિત શક્તિવંત કુમાર હોવા છતાં પ્રૌઢ બુદ્ધિને ધરતો હતો. ૧૭. કુબેર અને ઈન્દ્રની જેમ આદ્રક અને શ્રેણિક રાજાને પરસ્પર મૈત્રી હતી. ૧૯. એકવાર શ્રેણિકે ભેટયા સાથે મંત્રીને આદ્રક રાજા પાસે મોકલ્યો. ખરેખર! સ્નેહ શરીરધારીઓને હોય છે. ૨૦. સભામાં બેઠેલ રાજાને બહુમાનથી પ્રણામ કરીને મંત્રીએ સંચળ-નિંબપત્ર-કંબલ વગેરે ભેટમાં આપ્યા. ૨૧. શૂરવીર હોવા છતાં તેની વાણી કોઈને પીડાકારી ન થઈ. તેનું શરીર દુર્દર્શ ન હતું. તેનામાં સૂર્ય જેવી સંતાપતા ન હતી. ૧૮. ભેટશું જોઈને આદ્રક રાજા અત્યંત આનંદિત થયો. જે વસ્તુ જે દેશમાં ન થતી હોય તે વસ્તુનું તે દેશમાં નક્કીથી અત્યંત મૂલ્ય હોય છે. ૨૨. રાજાએ પૂછ્યું: પરિવાર સહિત મારાભાઈ શ્રેણિક રાજાને કુશલ વર્તે છે ને? ૨૩. મંત્રીએ કહ્યું હંમેશા કમળને વિકસાવનાર પ્રતાપના એક નિધાન, ચક્રવાકને આનંદ આપનાર, અંધકારનો નાશ કરવામાં દક્ષ સૂર્યની જેમ ઘણા ભાગ્યશાળી મારા પ્રભુનું સર્વત્ર કલ્યાણ વર્તે છે. ૨૫. આદ્રકુમારે પૂછ્યું હે તાત! આ શ્રેણિક રાજા કોણ છે? દિવસની સાથે સૂર્યની જેમ તમારે તેની સાથે પ્રીતિ કેમ છે? ૨૬. રાજાએ કહ્યું : હે વત્સ! શ્રેણિક મગધ દેશનો રાજા છે. તેના પૂર્વજોની સાથે મારા પૂર્વજોની સદા મૈત્રી હતી. ૨૭. તે સાંભળતા જેમ ચૈત્રમાસના આરંભમાં આમ્રવૃક્ષ મંજરીઓથી ભરાઈ જાય તેમ આદ્રકુમાર રોમાંચથી ભરાયો અને હર્ષના ઉત્કર્ષથી આ પ્રમાણે પુછ્યું: હે મંત્રિનું ! જેમ ચંદ્રનો પુત્ર બુધ છે તેમ શ્રેણિક રાજાને સમસ્ત ગુણવાળો કોઈ પુત્ર છે? ર૯. જેમ સત્યની સાથે શૌચ અને ન્યાયની સાથે ગૌરવને શાશ્વત મૈત્રી છે તેમ હું તેની સાથે શાશ્વત મૈત્રી કરવા ઈચ્છું છું. ૩૦. સચિવે કહ્યું હે સ્વામિન્ ! પાંચશો મંત્રીઓનો સ્વામી, ઔત્પત્તિકી વગેરે બુદ્ધિઓનો ધામ, કરુણારૂપી અમૃતનો સાગર, પરોપકારિતાનો ઈચ્છુક, કળાવાન, ધર્મજ્ઞ, પરાક્રમી, વાચકોના ઈચ્છિતને પૂરવામાં કલ્પવૃક્ષ સમાન, ગુણદોષના વિભાગને જાણનાર, કૃતજ્ઞ, લોકપ્રિય એવો અભયકુમાર નામનો શ્રેણિક રાજાનો પુત્ર છે. ૩૩. તે બે આંખોથી તેને જોયો નથી તો શું કાનથી તેને સાંભળ્યો નથી? શું કોઈ ક્યાંય સૂર્યને ન જાણે! ૩૪. આકાશમાં તારાની જેમ સંપૂર્ણ ત્રણ જગતમાં એવા ગુણો નથી કે તેનામાં ન વસ્યા હોય! ૩૫. રાજાએ કહ્યું : હે વત્સ! તું શ્રેણિક પુત્ર સાથે મૈત્રી કરવા ઈચ્છે ૧. મૂટકઃ અનાજનો ડંડો (કણસલું) જેને લાકડીથી ધોકાવીને દાણા છુટા પડાય છે. ૨. નિપીડનઃ નિચોવવું, વસ્ત્રોને જ નિચોવવામાં આવતા હતા. ૩. વાણી: સૂર્યના પક્ષમાં કિરણો. ૪. રાજાના પક્ષમાં ઐશ્વર્યને ઉલ્લાસિત કરનાર, બળના એક નિધાન, રાજ્યને આનંદ આપનાર અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર,
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy