SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૯૮ સુપ્રત કરું. પછી હું જિનેશ્વરની પાસે વ્રત ગ્રહણ કરીશ. મારા જેવા ચોરોની બીજી કોઈ રીતે શુદ્ધિ થતી નથી. ૬. રાજાએ આદરથી તેની પ્રશંસા કરી. તું જ ધન્ય છો. તું જ કૃતપુણ્યોમાં ઉત્તમ છો જેને એકવારના સંકટમાં પણ કૌસુંભ વસ્ત્રની જેમ ક્ષણથી વિરાગિતા થઈ. ૭. આદેશ કરાયેલ નંદાના પુત્રની સાથે ચોર પોતાના ઘરે ચાલ્યો. તેની પાછળ જનતા પણ ચાલી કેમકે ઢોલ નહીં વાગવા છતાં લોક કૌતુકથી નૃત્ય કરે છે. ૮. તેણે ખાઈ, પર્વત, સરોવરના કાંઠે, ઝાડી, ગુફા, જંગલ વગેરે સ્થાનોમાં જે ધન દાટયું હતું તેને કાઢીને થાપણની જેમ અભયકુમારને સુપ્રત કર્યુ. ૯. સુનીતિના ભંડાર નંદાના પુત્રે પણ જેની જે વસ્તુ હતી તેને તે વસ્તુ સુપ્રત કરી. પોતે તેમાંથી જરાપણ ન લીધી. શું પૃથ્વી ઉપર બીજી કોઈ રીતે ન્યાયઘંટા વાગે ખરી ? ૧૦. રૌહિણેયે પોતાના ભાઈઓ આગળ યથાસ્થિત અભિપ્રાયને જણાવીને બોધ પમાડ્યો. ભગવાનની કૃપાથી રૌહિણેયને કોઈક કૃપા ઉત્પન્ન થઈ. ૧૧. અત્યંત હર્ષથી શ્રેણિક રાજાએ સ્વયં તેનો શ્રેષ્ઠ દીક્ષા મહોત્સવ કર્યો જે લીંબોડીના સ્વભાવને છોડીને કેરીના સ્વભાવને પામ્યો હોય તે શા માટે ન પુજાય ? ૧૨. જગતના એક માત્ર સ્વામી શ્રી વર્ધમાન જિનેશ્વરે લોહખુરના પુત્રને દીક્ષા આપી. ચોર હોવા છતાં પણ ભવિતવ્યતાના વશથી આને કેવી કલ્યાણમાળાની પ્રાપ્તિ થઈ ? ૧૩. શરીર ઉપર સ્પૃહા વિનાના રૌહિણેય મહામુનિ ચોથ ભક્તથી માંડીને છ માસ સુધીના દુસ્તપ તપોને વૈરાગ્યથી તપ્યા. ધાર્મિક મોક્ષ માટે શું શું નથી કરતો ? ૧૪. જીવોને અત્યંત અભય દાન આપીને, દ્રવ્ય અને ભાવથી શરીરની સંલેખના કરીને તીર્થંકરની આજ્ઞાથી પર્વતના શિખરે નિર્મળ પાદપોગમન અનશન કરીને, તીર્થંકરોને, સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયોને, સુમુનિગણને યાદ કરતા રૌહિણેય મુનિ સ્વર્ગમાં ગયા. ૪૧૫. શ્રી જિનપતિસૂરિ પટ્ટલક્ષ્મી ભૂષણ શ્રી જિનેશ્વર શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વડે વિરચિત શ્રીઅભયકુમાર મહર્ષિચરિત્ર અભયાંકમાં ચેલ્લણાને યોગ્ય એક સ્તંભ મહેલનું નિર્માણ, આમ્રફળનું ચોરવું, શ્રેણિકનું વિદ્યાગ્રહણ, દુર્ગંધાની કથા, રૌહિણેય ચોરનું પકડાવું, તેની દીક્ષાનું વર્ણન નામનો ચોથો સર્ગ સમાપ્ત થયો. પાંચમો સર્ગ અને આ બાજુ સમુદ્રની મધ્યમાં આવેલો અને જેમાં મધ્યસ્થ જન વસતા હતા અને જાણે લક્ષ્મીને ક્રીડા કરવાનું સ્થાન ન હોય એવો આર્દક નામનો દેશ છે. ૧. જેમ સુગંધિ પદાર્થોની દુકાનવાળો પાળો (શેરી) સુગંધથી મઘમઘે તેમ એલાયચી, લવિંગ, કક્કોલ, જાયફળ વગેરે સુગંધિ વૃક્ષોથી મઘમઘી રહેલ ઉદ્યાનો જેમાં આવેલા છે. ૨. જાતિવંત મોતીની જેમ તે દેશની ભૂમિઓ, હંમેશા પાણીવાળી હતી. જેમ ઘેટાના શરીર ઉપર ઉનના વાળ ઉગેલા હોય તેમ તેની ભૂમિ લીલી હરિયાળીથી ભરપૂર હતી. ૩. જેમ છીપલીના પેટાળમાં મોતીઓના સમૂહો પડેલા હોય તેમ સર્વ ઋતુમાં થનારા મોટા ધાન્યના ઢગલાઓ તેની ભૂમિ ઉપર સતત પડેલા હતા. ૪. સર્વ પ્રકારની લક્ષ્મીથી આશ્ચર્યકારી કાર્યોમાં અગ્રેસર એવો આર્દ્રક નામનો દેશ છે. તેમાં આદ્રર્ક નામનું વિખ્યાત નગર છે. ૫. તે નગરમાં વણિકોની બજારો અનેક પ્રકારના હાથીદાંત, પ્રવાલ, મોતી, માણિક્યની દુકાનોથી ભરેલી હતી. જાણે સાક્ષાત્ તેની ખાણો ન હોય તેમ શોભતી હતી. ૬. કમળોથી યુક્ત, ગંભીર, જળ ભરેલી વાવડીઓ શોભી જાણે પાતાળ ભવનોએ તેને જોવા માટે આંખો પહોળી ન કરી હોય ! ૭. તે નગરમાં ઈંધણોનો (બળતણનો) છેદ હતો. ફૂલોનું જ બંધન
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy