SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૨ ૩૦૯ એમ વિવિધ પ્રકારના અર્થના દાનથી (અર્થાત્ ધર્મ-અર્થ-કામ અને મોક્ષના દાનથી) જગતને સમૃદ્ધ કરતા અભયમુનિએ ધર્મરૂપી મહેલના શિખર ઉપર કળશ ચડાવ્યો. ૩. દીક્ષાના દિવસથી માંડીને વધતી શ્રદ્ધાથી વ્રતનું પાલન કરતા તેના પાંચ વરસ પસાર થયા. ૬૪. ભાવિને કલ્યાણમય બનાવનાર અભયમુનિએ ક્યારેક પોતાના અંત સમયને જાણ્યો. અંત સમયને ભાગ્યશાળીઓ જાણી શકે છે. ૫. પછી તુરત જ પ્રભુને નમી, રજા લઈને સમસ્ત સંઘને ખમાવીને અભયમુનિએ હર્ષથી અનશનનો સ્વીકાર કર્યો. ૬. સમતારૂપી અમૃતસાગરમાં ડૂબેલા આણે અંતિમ આરાધનાને કરી. અથવા અંતિમ સમય રાધાવેધના અવસર સમાન છે. ૬૭. હું ચતુઃ શરણને સ્વીકારું છું. પોતાના દુષ્કતની નિંદા કરું છું. ભાગ્યજોગે હું ફરી સ્વયં કરેલી સુકૃતની અનુમોદના કરું છું. ૬૮. મને અરિહંતનું શરણ થાઓ. સિદ્ધોનું શરણ થાઓ. સાધુનું શરણ થાઓ અને તીર્થકરોએ કહેલ ધર્મનું શરણ થાઓ. ૬૯. ઋષભદેવ વગેરે ભગવાનથી માંડીને મહાવીર પરમાત્મા સુધીના અને અન્ય ક્ષેત્રોમાં થયેલ તીર્થકરોને હું નમું છું. ૭૦. મને ધર્મ આપનાર વર્તમાન તીર્થકર મહાવીર પરમાત્માને ફરી ફરી નમું છું.૭૧. તે અરિહંતો જ મને શરણ થાઓ, મારું મંગલ થાઓ, આ વજપંજરને પ્રાપ્ત કરીને હું ક્યાંયથી ભય પામતો નથી. ૭૨. અનંતવીર્ય, અનંતદર્શન, અનંત સુખ, અનંત જ્ઞાન અને ક્ષાયિક સમ્યકત્વને ધારણ કરતા સર્વ સિદ્ધોને હું નમસ્કાર કરું છું. ૭૩. આઠ કર્મક્ષયી, પરમપદને પ્રાપ્ત થયેલ લોકાગ્રમાં રહેલા સિદ્ધોનું મને શરણ થાઓ. મને મંગલરૂપ થાઓ. ૭૪. જ્ઞાન-દર્શન- ચારિત્રથી અલંકૃત, ક્રિયાકલાપમાં નિપુણ, સાધુઓને મારા રાત-દિવસ નમસ્કાર થાઓ મારા નમસ્કાર થાઓ. ૭૫. મહાવ્રતોથી યુક્ત, ઉપશાંત, દયાળુ, જિતેન્દ્રિય સર્વ સાધુઓ મને શરણ થાઓ, મને મંગળ સ્વરૂપ થાઓ. ૭૬. કર્મરૂપી ઝેર ઉતારવા મહામંત્ર સમાન, કષ્ટરૂપી લાકડાને બાળવા માટે દાવાનળ સમાન જિનેન્દ્ર ભાષિત ધર્મને હું વારંવાર નમું છું. ૭૭. આ લોક અને પરલોકના અનેક સુંદર કલ્યાણનું કારણ ધર્મજ મને શરણ થાઓ, મને મંગળ સ્વરૂપ થાઓ. ૭૮. આ પ્રમાણે ચારેયનું શરણ સ્વીકારી ચારેયની સમક્ષ પાપની નિંદા કરું છું અને સુકૃતની અનુમોદના કરું છું. ૭૯. આઠ પ્રકારના જ્ઞાનાચારમાં જે અતિચાર લાગ્યો હોય તેની હું જલદીથી નિંદા કરું છું, ગહ કરું છું અને વારંવાર વોસિરાવું છું. ૮૦. નિઃશંકિત વગેરે આઠ પ્રકારના દર્શનાચારમાં જે અતિચાર લાગ્યો હોય તેને વારંવાર ત્રિવિધ ત્રિવિધ નિંદું છું. ૮૧. સૂક્ષ્મ કે બાદર મોહથી કે લોભથી જીવોની જે હિંસા કરી હાસ્યથી, ક્રોધથી, લોભથી, માયાથી જે જૂઠું બોલ્યું હોય તેની નિંદા કરું છું. ગહ કરું છું. ૮૩. થોડું કે ઘણું, રાગથી કે દ્વેષથી જે પરદ્રવ્ય ગ્રહણ કર્યુ હોય તેની હું સમ્યમ્ નિંદા કરું છું. ૮૪. રાગને વશ થઈને મેં તિર્યચ, મનુષ્ય અને દેવી સંબંધી મૈથુન સેવ્યું હોય તેની હું વારંવાર નિંદા કરું છું. ૮૫. પુત્ર, મિત્ર, કલત્ર (સ્ત્રી) વગેરે તથા બીજા સ્વજનો તથા દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય, જન, વન તથા ઉપકરણ અને શરીર કે બીજે ક્યાંય અથવા કોઈ વસ્તુ ઉપર મેં મૂર્છા કરી હોય, તેને હું વારંવાર વોસિરાવું છું. ૮૭. આ ભવમાં અને પરભવમાં મેં રાત્રે જે કંઈ ચારેય પ્રકારનો આહાર કર્યો હોય તેને હું નિંદું છું, વોસિરાવું છું. ૮૮. માયા, મૃષાવાદ, રતિ, અરતિ, કષાય, કલહ, વગેરે અગ્નવોને, પૈશૂન્ય, અન્યના પરિવાદ, અભ્યાખ્યાન, બંધનોને પણ અને મિથ્યાદર્શન શલ્ય અને અઢાર પાપ સ્થાનોને સર્વથી ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું છું. ૯૦. આ ચારિત્રાચારના વિષયમાં જે કોઈ અતિચાર લગાડ્યો હોય તેની હું સર્વથી નિંદા કરું છું. ગહ કરું છું. અને વોસિરાવું છું. ૯૧. બાહ્ય અને અત્યંતર ભેદવાળા તપમાં જે કોઈ અતિચાર લગાડ્યો હોય તેને મન-વચન અને કાયાથી નિંદું છું. ૯૨. ધર્મઋત્યે મા તુ વીર્ય નાવિત વિસ્ | વીચારતિવાર
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy