SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૩૧૦ નિઃામિ શુભરૂનાખ્યé I ૯૩.ધર્મકાર્યમાં મેં જે કંઈ ક્યાંયવીર્યને ગોપવ્યું હોય તે વીર્યાચારના અતિચારને નિંદું છું, વોસિરાવું છું. ૯૩. સંસારમાં ભમતા મિથ્યાત્વથી મોહિત થયેલ મેં જે શુદ્ધ માર્ગને છુપાવ્યાં હોય અને કુમાર્ગની નિરૂપણા કરી હોય ૯૪. અને લોકમાં જે મિથ્યાત્વદાનના શાસ્ત્રોનું વ્યાખ્યાન કર્યુ હોય તે સકલ પાપનું હું પ્રાયશ્ચિત કરું છું. ૯૫. યંત્ર–ખાંડણી, સાંબેલું– ઘંટી–હળ વગેરે તથા ધનુષ્ય બાણ-કૃપાણ વગેરે શસ્ત્રોના સંગ્રહને અને જીવોનો ઘાત કરે તેવા અધિકરણોને કર્યા હોય તેને હું ત્રિવિધ ત્રિવિધથી ગણું છું અને વોસિરાવું છું. ૯૭. જે શરીરો અને ઘરો લઈને છોડી દીધેલા હોય તે સર્વને હું પોતાના માલિકીપણામાંથી વિસર્જન કરું છું. ૯૮. ઔદારિક,મન, તેજઃ શ્વાસ–આહારક–વૈક્રિય, ભાષા તથા કર્મપુદ્ગલોને છોડ્યા હોય તેને હું વોસિરાવું છું. ૯૯. કષાય ઉપર આરૂઢ થઈને મેં કોઈની સાથે પણ જે વૈર પરંપરાને ઊભી કરી હોય તેનો મેં હમણાં સર્વથી ત્યાગ કર્યો છે. ૭૦૦. નરકમાં રહેલા જે કોઈ નારકોને, તિર્યંચ ગતિમાં રહેતા તિર્યંચોને, મનુષ્ય ગતિમાં રહેલ મનુષ્યોને, અને દેવગતિમાં રહેલ દેવોને, અભિમાની બનીને પડ્યા હોય તેને હું આજે ખમાવું છું. તે સર્વે મને ક્ષમા આપો. ૭૦ર. અન્ય પર્યાયમાં વર્તતા મેં અન્ય પર્યાયમાં રહેલા જીવોને પડ્યા હોય તેની હું આજે ક્ષમાપના કરું છું. મારે સર્વ જીવો ઉપર મૈત્રી છે, મારે સર્વ જીવો ઉપર મૈત્રી છે. ૩. સર્વોપણ પરજન થયા છે. સર્વ મિત્ર તેમજ શત્રુ થયા છે. તેથી કયાં રાગ અને કયાં દ્વેષ કરવો? ૪. મારી ચતુરાઈ, મારું શરીર, મારો બંધુવર્ગ અને બીજી કોઈ વસ્તુ સુસ્થાને ઉપયોગમાં આવી હોય તેની અનુમોદના કરું છું. ૫. જીવરાશિના સુખ માટે જ જે સુતીર્થ પ્રવર્તિત કરાયું છે અને જે માર્ગ પ્રરૂપિત કરાયો છે તે પણ મને અનુમત છે. ૬. જિનેશ્વરનો ગુણપ્રકર્ષ, પરોપકાર અને બીજું જે કંઈ છે તેની હું અનુમોદના કરું છું. ૭. જેના સર્વકૃત્યો સમાપ્ત થયા છે એવા સિદ્ધોની જે સિદ્ધતા અને જે જ્ઞાનાદિ રૂપત્વ છે તે સર્વની હું અનુમોદના કરું છું. ૮. ચારિત્રવંતા અનુયોગને ધરનારા આચાર્યોના અનુયોગાદિક જે સર્વવ્યાપાર છે તેની હું સદા અનુમોદના કરું છું. ૯. ચારિત્રવંત, પરોપકારમાં એકચિત્ત, સિદ્ધાંત અધ્યાપક ઉપાધ્યાય ભગવંતોની હું અત્યંત અનુમોદના કરું છું. ૧૦. સમતાથી ભાવિતચિત્ત અપ્રમત્ત સાધુઓની સર્વપણ સદાચારીની ત્રિવિધ ત્રિવિધ અનુમોદના કરું છું. ૧૧. તીર્થકરનું પૂજન, વ્રતધારણ, શ્રવણ, દાન વગેરે શ્રાવકોના પણ વ્યાપારનું હું અનુમોદન કરું છું. ૧૨. બાકીના પણ ભદ્રક ભાવને પામેલા સર્વ પણ જીવોના સદ્ધર્મ, બહુમાન વગેરે વ્યાપારની અનુમોદના કરું છું. હમણાં હું ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરું છું. છેલ્લા શ્વાસ વખતે આ શરીરને પણ છોડું છું. ૧૩. પંચ પરમેષ્ઠી નમસ્કારનું ધ્યાન કરતા આણે શ્રીવીર જિનેશ્વરને ચિત્તમાંથી જરાપણ ઉતાર્યા નહીં. ૧૫. આ પ્રમાણે શુભતર ભાવથી દુઃકર્મરૂપી દાવાનળને ખપાવીને સન્મુખ ધસી આવતા દર્પ અને કંદર્પ રૂપ સર્પને હણીને સુગુણ જનમાં ઉત્તમ અભયકુમાર મુનિએ સાધુધર્મમાં સધ્વજનું આરોપણ કર્યું. ૧૬. શુભ ધ્યાનથી મરીને શ્રેષ્ઠ સુખવાળા સવાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય અને એક હાથની અવગાહનાવાળો દેવ થયો. સવાર્થ સિદ્ધમાંથી ચ્યવીને કોઈક અતુલ નિર્મળકુળમાં જન્મ પામીને, શ્રાવકના વ્રતો લઈને તે અભયમુનિ અવશ્ય સિદ્ધ ગતિને પામશે. ૧૭. આ પ્રમાણે જિનપતિ સૂરિના પટ્ટલક્ષ્મી ભૂષણ શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચારિત્ર અભ્યાંકનમાં અભયકુમારનો દીક્ષામહોત્સવ, નંદાનું વ્રત ગ્રહણ અને મોક્ષગમન, અભયકુમારની દેશના અને સર્વાથસિદ્ધમાં ગમનનું વર્ણન કરતો બારમો સર્ગ પૂરો થયો. શ્રી સંઘનું કલ્યાણ થાઓ.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy