SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૨ ૪૧. જેમ ભવ્ય જીવો નિમિત્ત માત્રથી પણ તુરત જ પરમ અવબોધન પામે છે તેમ સુજ્યેષ્ટા મુનિન્દ્રો વડે ઈચ્છાયેલ વૈરાગ્યને પામી. ૭૩. જેમ દારૂડિયા કે ગાંડા મનુષ્યો વિડંબનાને પામે છે તેમ અમારા જેવા વિષયાસક્ત જીવો મધ્ય, આદિ કે અંતમાં ઘણાં પ્રકારની વિડંબનાને પામે છે. ૭૪. જો વિષયોમાં કોઈ લાભ થતો હોત તો તેના પરિત્યાગમાં સુંદરીએ તે સમયે સાઈઠ હજાર વર્ષ સુધી ગાઢ તપ શા માટે કર્યો હોત ! ૭૫. તેઓ જ ધન્ય છે, તેઓ જ બુદ્ધિમાન છે, તેઓ જ શૂરવીર છે, તેઓ જ શુદ્ધ છે જેઓ ધનની જેમ પોતાનું બ્રહ્મચર્ય પાળે છે. ૭૬. તેથી રાજીમતીની જેમ લક્ષ્મીને છોડીને કુમારીપણામાં જ ભાગ્ય યોગે હું દીક્ષા ગ્રહણ કરું કેમ કે ધર્મમાં ઉતાવળ કલ્યાણકારી છે. ૭૭ પછી અતિભક્તિથી પિતાને પ્રણામ કરીને તેણીએ દીક્ષા માટે રજા માંગી. બુદ્ધિમાનોએ પણ અહીં બીજું (સામાન્ય) કાર્ય પોતાની ઈચ્છા મુજબ ન કરવું જોઈએ તો પછી વ્રત તો પોતાની ઈચ્છા મુજબ કેવી રીતે કરાય? કારાવાસ સમાન ભવવાસના પાશથી હું બંદીની જેમ નિર્વેદને પામી છું. તમારી કૃપાથી હું અચિંત્યચિંતામણિ સમાન દીક્ષા લઈશ. ૭૯. રાજાએ કહ્યું : હે પુત્રી! તારી વાતથી મને ઘણો આનંદ થાય છે. ખરેખર ! તું જ મારી પુત્રી છે જે સારા ઉત્તમપદ (મોક્ષ)ના અભિલાષથી યથાર્થ નામને ધારણ કરતી ફોઈનું નામ પૃથ્વી ઉપર સાર્થક કરે છે. ૮૦. જે તું બાળપણમાં સચ્ચરિત્રને ઝંખે છે તેથી તે પુત્રીઓમાં કુલમંડળ છે. અથવા તો જગતમાં વેલડીઓ ઘણી હોય છે પણ પ્રાસાદના આભૂષણરૂપ વેલડી કોઈક વિરલ જ હોય છે. ૮૧. રાજપુત્રી સુયેષ્ટાએ મોટી વિભૂતિથી હર્ષપૂર્વક મહત્તરા ચંદના પાસે દીક્ષા લીધી કારણ કે હંસલી કમલિનીમાં ક્રીડા કરે છે. ૮૨. યથાર્થ હકીકત નહીં જાણતો તે કન્યામાં એકચિત્ત થયેલ શ્રેણિક રાજા પણ દેવીની જેમ રાજપુત્રીને ઈચ્છતો (માનતો) મંત્રાક્ષરની જેમ સુજ્યેષ્ટા સુજ્યેષ્ટા' એમ વારંવાર જાપ કરવા લાગ્યો. ૮૩. રાજપુત્રીએ તેને કહ્યું : અરે ! હું સુજ્યેષ્ટા નથી તેની બહેન ચેલણા છું. હે જીવેશ! તેવા પ્રકારના દુર્ભાગ્યથી તે અહીં ન આવી શકી. ૮૪. ફરી પણ રાજાએ કહ્યું હે મૃગાક્ષી ! તું જ મારે તે (સુજયેષ્ટા) છે. ચંદ્રની કળાની જેમ તું કોઈપણ ગુણથી તેનાથી ઉતરતી નથી. ૮૫. તેવા પ્રકારના સ્વામીલાભથી સુદઃસહ બહેનના વિયોગથી એકી સાથે હર્ષ અને ખેદ પામી. ખરેખર ! સંસારનું સુખ વિચિત્ર છે. ૮૬. હાનિ અને લાભને મેળવનાર રાજા પણ થોડા દિવસોમાં પોતાના નગરમાં પહોંચ્યો. વડવાગ્નિથી સહિત હોવાથી નદીઓના પૂરથી પુરાતા સમુદ્રને લબ્ધિ જ નથી. અર્થાત્ નદીઓ ગમે તેટલી ઠલવાય છતાં સમુદ્રની સપાટી વધતી નથી કારણ કે વધેલું પાણી વડવાગ્નિ પી જાય છે. ૮૭. શ્રેણિકની પાછળ ચાલી રહેલો, સબુદ્ધિનો સમુદ્ર (ભંડાર) અભયકુમાર જલદીથી આવી પહોંચ્યો. તીર્થોમાં જઈને વિદ્વાન ફળને લઈને આવે છે પણ ત્યાં ઘરો વસાવતો નથી અર્થાત્ ત્યાં રોકાઈ જતો નથી. ૮૮. મહા ઉદાર શ્રેણિક રાજાએ પૃથ્વી ઉપર ઈન્દ્રની પુત્રી સમાન ચલ્લણાને ગાંધર્વ વિધિથી પરણ્યો. તેવી રીતે પ્રાપ્ત થયેલી પત્નીને પરણવામાં આડંબર શોભે? અર્થાત્ ન શોભે. ૮૯. પછી શ્રેણિક રાજા અભયની સાથે સુલતાના ઘરે ગયા અને નાગસારથિના બત્રીશ પુત્રોના સુરંગમાં થયેલ મરણની હકીકત નાગદંપતિને જણાવી. સજ્જન પુરુષો સુદુર્વચન પણ યથાર્થ કહે. ૯૦. કર્ણ માટે વિષ સમાન વચન સાંભળીને નાગદંપતિએ વિલાપ કર્યો કેમકે તેવા ઉપાયોથી પ્રાપ્ત થયેલ પુત્રોનો વિયોગ સુદુઃસહ હોય છે. ૯૧.રે કૃતાંત!રે નિર્ગુણપાપી! તું બીજાના સુખને જોવા રાજી ન થયો. તે વહાણની જેમ અમને બંનેને વગર વાંકે વિશાળ દુઃખ સમુદ્રમાં શા માટે નાખ્યા? રે રે દુરાચાર!જેમ સહસ્રઘાતી વિષ સર્વ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy