SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૮૪ વજ પડો. ૧૨. એમ વિચારીને શિયાળ બોર ગળી ગયો. એવી રીતે આ રાજા રાજ્ય છોડીને પસ્તાયો છે. ૧૩. તેથી રાજ્ય લેવા આવ્યો છે એમ લાગે છે. શું રાજ્યનો અર્થી કંડરિક મુનિ પૂર્વે ફરી પાછો આવ્યો ન હતો? ૧૪. તેથી કયારેય પણ આનો જરા પણ વિશ્વાસ કરવો નહીં. બૃહસ્પતિએ કહ્યું છે કે અવિશ્વાસ એ નીતિનું મૂળ છે. ૧૫. તે વખતે ઉદાયન ઉપર ભક્તિમાન આ કેશી રાજા કહેશે કે જો આ રાજ્ય ગ્રહણ કરશે તો જેમ રામે ભરતને આપ્યું તેમ હું આને આપી દઈશ. ૧૬. જો આ જાતે અમારો અધિકાર લીએ છે તો અધિકારીએ કોપ શેનો કરવાનો હોય? આ મામા મારા સ્વામી છે. હું હંમેશા એમને વશ છું. ૧૭. તે સાંભળીને દુષ્ટ મંત્રીઓ ફરી કહેશે કે હે રાજન્! આ મેળવેલું પાછું સોંપવું તે રાજધર્મ નથી. ૧૮. આણે તને રાજ્ય નથી આપ્યું પણ પોતાના કર્મથી મેળવાયું છે. નહીંતર અભીચિને છોડીને રાજ્યલક્ષ્મી તારી પાસે કેવી રીતે આવે? ૧૯. ગોત્રજો પોતાના ભાગની જેમ પિતા, કાકા, ભાઈ, પુત્ર, પૌત્ર પાસેથી પણ બળાત્કારે રાજ્યને લઈ લે છે. ૨૦. સ્વયં આવેલું રાજ્ય પાછું કેવી રીતે અપાય? ૨૦. એમ તમે રાજ્ય પાછું આપી દેશો તો લોકો તને બાયલો ગણશે. ૨૧. હે સ્વામિન્ ! અડધા રાજ્યનો ભાગી સેવક પણ ઉપેક્ષા કરાતો નથી તો આ તો સકલ રાજ્યને હરનાર સ્વામિચર (અર્થાત્ ભૂતપૂર્વ સ્વામી) છે. (આની તો સુતરામ ઉપેક્ષા ન કરાય.) રર. આવા કુમંત્રીઓના વચનોથી કેશી રાજા ઉદાયન રાજર્ષિ ઉપરની ભક્તિને છોડશે. કાન કુંકનારાઓવડે બે કાન ભરમાવાયે છત કોણ કોણ અન્યથા (ચલિત) થતું નથી ? ૨૩. ફરી કેશી રાજા અમાત્યોને પૂછશે કે હવે શું કરવું? કેમ કે પાપનો ઉપાય દુર્મત્ર આપનારાઓને જ પૂછવો જોઈએ. ૨૪. પછી તેઓ કહેશે કે હે દેવ! આને ઝેર આપો કેમકે વિષથી સાધી શકાતા કાર્યમાં શસ્ત્રનો ઉપયોગ ન કરવો. ૨૫. તમારા મામા દહીંનું ભોજન કરે છે માટે દહીંમાં ઝેર નંખાવો. જેથી લોકોમાં અવર્ણવાદ ન થાય. ૨૬. પછી કેશી ગોવાલણ પાસે ગરલને અપાવશે. દૌહિત્રા મોટા થતા મોસાળના વૈરીઓ થાય છે. ૨૭. દહીંમાં ઝેરને હરીને કોઈ દેવતા કહેશે કે તમને અહીં ઝેરવાળું દહીં મળશે તેથી દહીંની સ્પૃહા ન રાખશો. ૨૮. સાધુ પથ્ય પણ ઉત્તમ દહીંનો ત્યાગ કરશે. વિવેકીઓએ સંયમની જેમ આત્માનું પણ રક્ષણ કરવું જોઈએ. ર૯. ઉદાયન મહામુનિનો રોગ ફરી વધશે. પથ્થો વડે નિગ્રહ કરાયેલા વ્યાધિઓ સમતાને આશ્રયે રહે છે. અર્થાત્ પથ્થોનું સેવન કરવામાં આવે ત્યાં સુધી વ્યાધિઓ શાંત રહે છે. પથ્ય બંધ થતા વકરે છે. ૩૦. રોગને મટાળવાની ઈચ્છાથી ફરી પણ ઉદાયન મુનિ દહીંનું ભોજન કરશે. અથવા નિર્દોષ ઉપાયથી સાધ્ય કાર્યમાં કોણ પ્રયત્ન ન કરે? ૩૧. તે ગોવાલણ ધનના લોભથી ફરી દહીંમાં ઝેર ભેળવશે. પાપીઓ એક ભવના સુખ માટે અનેક ભવોમાં દુઃખ આપનાર પાપ શા માટે કરતા હશે? ૩ર. પછી ગુણથી આકર્ષાયેલી સમ્યગ્દષ્ટિ દેવી ત્રણવાર મુનિના દહીંમાથી ઝેર દૂર કરશે. ૩૩. ચોથી વખત પ્રમાદમાં પડેલી તે દેવી વિષનું હરણ કરવું ભૂલી જશે. કયારેક ઉત્તમ પહેરેગીરને પણ ક્ષણવાર ઊંઘ આવી જાય છે. ૩૪. જેમ જીવ પાપ પ્રકૃતિ સાથે પુણ્ય પ્રકૃતિનો ભોગવટો કરે છે તેમ મુનિ ગરબમિશ્ર દહીંનું ભોજન કરશે.૩૫. તત્ક્ષણ સર્વથી પ્રસરતા વિષના વેગથી પોતાના અવસાનને જાણીને કોપ અને શોકથી રહિત રાજર્ષિ ભવના દુઃખને વિનાશ કરનારું અનશન સ્વીકારશે. ઉલ્લાસિત થયેલ પ્રવરધ્યાની મુનિ ભાવના ભાવશે કે શુદ્ધ સિદ્ધાંતરૂપી અમૃતના રસના પાનમાં એકમાત્ર આસક્ત હે જીવ! તું કોઈ ઉપર જરા પણ કોપ કરીશ નહીં. ૩૮. મને આણે ઝેર આપ્યું છે એમ તું ચિત્તમાં વિચારીશ નહીં. પરંતુ પૂર્વે ઉપાર્જન કરેલ પાપોએ આ દુઃખ આપ્યું છે એમ તું ચિતવજે. ૩૯. સ્વયં ઉપાર્જન કરાયેલ અશુભ કે શુભ કર્મ ભોગવાય
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy