SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૧૧ ૨૮૩ ગ્રહણ કરીશ. ૮૩. હું દાસ્યને ઠીકરું આપીશ અર્થાત્ ગુલામીનો ત્યાગ કરીશ. ઘરે જઈને રાજાએ આ પ્રમાણે બુદ્ધિથી વિચારણા કરી : જો હું પુત્ર અભીચિકુમારને રાજ્ય આપીશ તો મેં તેને દુઃખના ખાડામાં નાખ્યો ગણાશે. કેમકે રાજ્યમાં આસક્ત થયેલા જીવો નરકમાં જાય છે. તેથી હું આ રાજ્ય કેશી ભાણેજને આપીશ મોટાઓને પણ સ્વજનોને વિશે દૂર અને નજીકનો ભેદ હોય છે. ૮૬. કેશીને રાજ્ય આપીને અષ્ટાત્મિક મહોત્સવ કર્યો. ધનના દાનથી વાચકોના મનોરથોને પૂરતાં કેશી રાજાએ હર્ષપૂર્વક પરમભક્તિથી ઉદાયન રાજાનો દીક્ષા મહોત્સવ કર્યો. પછી ઉદાયન રાજાએ અમારી પાસે દીક્ષા લીધી. ૮૮. જેમ સૂર્ય કિરણોથી પાણીને શોષવી નાખે છે તેમ છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ વગેરે ઉગ્ર તપથી ઉદાયન રાજાએ પોતાની ધાતુઓને શોષવી. ૮૯. જેમ દુઃપ્રસભ સૂરિ યુગપ્રધાન આચાર્યોમાં છેલ્લા થશે તેમ આ અવસર્પિણમાં અંતિમ રાજર્ષિ થશે. ૯૦. ફરી મસ્તકે અંજલિ જોડીને અભયે પુછ્યું: હાથમાં રહેલા આમળાની જેમ ત્રણ જગતને જોનાર હે પ્રભુ ! ઉદાયન રાજાનું ભાવી ચરિત્ર કેવા પ્રકારનું થશે? કેમકે ધર્મના રસિક જીવો ઉત્તરોત્તર વિશેષ જાણવામાં રસિક હોય છે. ૯૨. પછી શ્રી વર્ધમાન જિનેશ્વર અભયકુમાર આગળ ભવિષ્યમાં થનારા ઉદાયન રાજર્ષિનો વૃત્તાંત કહ્યો. ૯૩. હે અભય! અરસ–વિરસ-રૂક્ષ-ખાટું, ભોજનવેળા વીતી ગયા પછીના મેળવેલા આહારોથી પારણાના દિવસોમાં શરીરને નભાવતો, હંમેશા કર્મરૂપી શત્રુને ખપાવવા ઉદ્યત ઉદાયન રાજર્ષિને વ્યાધિ ઉત્પન્ન થશે. ૯૫. તો પણ વ્યાધિની ચિકિત્સા નહીં કરતા આ પોતાની આરાધનામાં ઉદ્યત રહેશે. ઘા લાગે છતે શૂરવીર પોતાની વીરવૃત્તિને છોડતો નથી. ૯૬. આ પ્રમાણે વ્યાધિની ચિકિત્સા નહીં કરતા ઉદાયન રાજર્ષિને હર્ષિત થયેલા વેદ્યો ઉપદેશ આપશે કે હે મુનિ ! તમે દહીંનો ઉપયોગ કરો જેથી તમારો વ્યાધિ શાંત થાય અને ફરી ન થાય. ૯૭. હે મહામનિ ! શરીરની રક્ષાથી ધર્મ ટકે છે. ૯૮, વૈધે બતાવેલ ઔષધ સુલભ અને પ્રાસુક છે એમ જાણીને પાપપ્ન આ મુનિ કુળો જેવા ગોકુળોમાં વિહરશે. ૯૯. વિકૃતિને સેવવા છતાં પણ વિકારોથી રહિત, ધર્મચક્રનો ત્યાગી છતાં ધર્મનો આરાધક થશે. કહેવાનો ભાવ એ છે કે વિગઈનું સેવન કરવા તીર્થકરના ધર્મચક્રનું સાનિધ્ય છોડશે છતાં ગોકુળમાં રહીને ધર્મની ઉત્તમ આરાધના કરશે. ૧000. હે અભય ! મમત્વના ત્યાગી ઉદાયન રાજર્ષિ કોઈક વાર ત્યાં જ વીતભય નગરમાં વિહરશે. ૧૦૦૧. પછી ઉદાયન રાજર્ષિને આવેલાં જાણીને દુષ્ટમંત્રીઓ કેશી રાજાના ગળામાં પાશ નાખીને કહેશે કે ભગ્નવ્રતપરિણામી ઉદાયનમુનિ સ્વયં તારું રાજ્ય લેવા માટે હમણાં આવેલ છે. ૩. જેમ શિયાળ બોરનો ત્યાગ કર્યો તેમ ઉત્તમ ભાવમાં આવી ગયેલા આણે ઉતાવળથી સ્વર્ગ જેવા રાજ્યનો ત્યાગ કરી દીધો. ૪. પૂર્વે વનમાં વસતા એક શિયાળે પરસ્પર વાતો કરતા કોઈક લોકોને સાંભળ્યા કે જે બુદ્ધિમાન અત્યંત પ્રિય વસ્તુનો નિયમ કરે છે તે નક્કીથી મહાપુણ્યને ઉપાર્જન કરે છે. દ. આ સાંભળીને શિયાળ અભિગ્રહ કર્યો કે મને બોર બહુ પ્રિય છે. તેથી મારે બોરનો નિયમ થાઓ. ૭. કારતક મહિનો આવ્યો એટલે બોરડીનું વન ફલિત થયું. બોર પાક્યા એટલે શિયાળને ખાવાની ઉત્કૃષ્ટ ઈચ્છા જાગી. ૮. ત્યારે બોર ખાવાનો નિયમ છે પણ સૂંઘવા વગેરેનો નિયમ નથી એમ વિચારીને પ્રથમ બોરની નજીક જઈને સંધ્યું. ૯. પછી પુત્રની જેમ હર્ષથી વારંવાર તેનું ચુંબન કર્યું. મારે ગળી જવાનો નિયમ છે પણ મોઢામાં નાખવાનો નિયમ નથી. ૧૦. એમ વિચારીને તેણે મોઢામાં બોર નાખ્યું. બોખા (દાંત વિનાના પુરુષની)ની જેમ મુખમાં એક જડબાથી બીજા જડબામાં ભમાડ્યું. ૧૧.દેવલોકમાં દુર્લભ આવા બોરના સ્વાદથી અટકાવનારા મારા નિયમ ઉપર
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy