SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૮૨ પર. લક્ષ્મીએ સર્વ હકીકત પતિને જણાવી. તેણે કહ્યું : હે પ્રિયા ! સ્વપ્નપાઠક સત્યવાદી છે નહીંતર બે પુરુષ અને બે સ્ત્રીઓનો આવા પ્રકારનો સંલાપ ક્યાંથી થાય? આપણું મરણ થયા પછી નિશ્ચિતથી આનું કલ્યાણ નહીં થાય. ૫૪. તેથી પુત્ર માટે એક કરોડ સુવર્ણ થાપણમાં મૂકી રાખીએ. બાકીનું ધન ક્ષીણ થઈ જાય તો પણ આ થાપણ હશે તો તેની સ્ત્રી સીદાશે નહીં. પ૫. પુત્ર માટે થાપણ રાખીને અને બતાવીને પિતાએ કહ્યું હે પુત્ર! અમે જીવીએ ત્યાં સુધી ઈચ્છા મુજબ વિલાસ કર. ૫૬. બીજું ધન હોય ત્યાં સુધી આ નિધિનું ધન ન વાપરવું. ત્યારથી માંડીને પુત્ર પ્રાયઃ લંપટ થયો. પ૭. જેમ ભમરો મંજરીમાં આસક્ત થાય તેમ પાપી આત્મા અભદ્ર મદનમંજરી નામની વેશ્યામાં અતિ આસક્ત થયો. ૫૮. સર્વ વ્યાપાર છોડીને તે વેશ્યામાં આસક્ત થયે છતે કેટલાક દિવસો પછી તેના માતાપિતા મરણ પામ્યા. ત્યાર પછી અભદ્ર ઘરનો સ્વામી થયો. ભાગ્યહીન કુભાર્યા અલક્ષ્મી ફરી ઘરે આવી. ૬૦. અવસરને પ્રાપ્ત કરીને અપુણ્ય અને અસંપત્ જલદીથી ઘરમાં પ્રવેશ્યા. ખરેખર સરખે સરખાનો મેળ જામે છે. ૬૧. અભદ્ર મદન–મંજરીને ઘરે લઈ આવ્યો. કુલમર્યાદાનું ખંડન કરનારા મનુષ્યોને લજ્જા ક્યાંથી હોય? ૨. વૃદ્ધ સ્વજનોએ હિતબુદ્ધિથી કહ્યું : હે વત્સ અભદ્ર ! આ ઘરે આવેલી વેશ્યા સ્ત્રી કલ્યાણકારી નથી. દયા વિનાની વેશ્યાઓ કામીઓના ધનનો ક્ષય કરે છે. લોકમાં હારી કરે છે. શરીરને અત્યંત ક્ષીણ કરે છે. ૬૪. હે સ્વચ્છ માનસ વત્સ! તું વેશ્યાને છોડ. જેથી હે ભદ્ર ! તારું કલ્યાણ થાય. અને કલ્યાણની પરંપરા વેગવાળી બને. ૫. ઈર્ષાથી અભદ્ર કહ્યું : હે ચલિતબુદ્ધિઓ તમે પોતાનું ઘર સંભાળો. હું મારું ઘર સંભાળું છું. દ૬. સ્વજનો વિલખ મુખ લઈને પોતપોતાના ઘરે ગયા. તે પોતાના સર્વ વિભવને ચિંતવવા લાગ્યો. ૬૭. તેણે જે જે વ્યાપાર કર્યો તે તે નિષ્ફળ થયો. તેટલામાં ચોરો વનમાંથી તેનું પશુધન ચોરી ગયા. દાસ-દાસી–ચાકર વગેરે લોકો પાસે જે ધન રાખેલું હતું તેને તેઓ લોભથી ભાગીદારોની જેમ ગળી ગયા. ૬૯. તેણે કરજદારો પાસે ધનની ઉઘરાણી કરી છતાં તેઓએ કંઈપણ આપ્યું નહીં. અને ઉલટાનો સામો ઝઘડો કર્યો. ૭૦. આને ખાવા જેટલું પણ માંડ માંડ મળે છે. ભાગ્ય પ્રતિકૂળ થયે કોણ વિડંબના ન પામે? ૭૧. તેને નિધન થયેલો જાણીને મદનમંજરી વેશ્યા ક્ષણથી છોડીને ચાલી ગઈ. જતીન રહેતો વેશ્યાનું કુળ લજ્જાય. ૭. સુદુસ્તર શોક સંતાપના મહા આવર્તમાં પડેલા, અપુણ્ય અને અસંપતુથી સહિત અભદ્ર પત્ની સાથે ઘરે રહ્યો. ૭૩. આણે વિચાર્યું નિધાનને મેળવી ફરી સારી રીતે મનુષ્ય જીવન જીવું. કેમકે ધનહીન મનુષ્ય પશુ સમાન છે. ૭૪. આ રાત્રે નિધાનની ભૂમિને ખોદવા લાગ્યો ત્યારે જ કોઈ અદશ્ય રૂપે તેને અટકાવ્યો. ૭૫. જેમ બ્રહ્મદત્તે બ્રાહ્મણને પોતાના ઘરે ભોજન કરવા વાર્યો છતાં ન માન્યો તેમ અભદ્ર ખોદવાથી ન અટકયો. ૭. ખોદતા તે સ્થાનેથી સાપની હારમાળા નીકળી. તેને નાગપાશથી બાંધીને ડંસ મારીને યમના દરબારમાં પહોંચાડ્યો. ૭૭. યક્ષે તેના સુવર્ણકોટીધનના નિધાનને કબજે કર્યું. જેઓ ક્યારેય ધનનો ઉપભોગ નથી કરતા એવા દેવોને પણ ધન પ્રિય હોય છે. ૭૮. પુણ્યાપુણ્યના ફળને જણાવનારું ભદ્ર અને અભદ્રનું ઉદાહરણ સાંભળીને વિષના પૂંજની જેમ અપુણ્યનો ત્યાગ કરીને બુદ્ધિમાનોએ પુણ્યરૂપી પણ્ય (કરિયાણું) ઉપાજર્ન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને તે પુણ્ય પ્રવર્તક અને નિર્વતકના ભેદથી બે પ્રકારે છે. ૮૦. કામભોગનું ફળ આપીને દાન–ધર્મ પ્રવર્તક બને છે. ભવના ઉચ્છેદનું કારણ બનીને શીલાદિ નિર્વક બને છે. ૮૧. હે અભયકુમાર ! અમારી આ પ્રમાણે ધર્મ દેશના સાંભળીને ઉદાયન રાજા ચારિત્ર લક્ષ્મીને મેળવવાની ઈચ્છાવાળા થયા. ૮૨. તેણે અમને વિનંતી કરી કે હું રાજાની વ્યવસ્થા કરીને તમારી પાસે વ્રત
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy