SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૧ ૨૮૧ ૨૩. ચૂલા પાસે મોકલી હોય તો તરત જ સાડી બાળીને આવે છે. હાથમાં સારી રીતે શુદ્ધ રહેતી નથી અને સાડીમાં પણ નિર્મળ રહેતી નથી અર્થાત્ શરીર અને કપડા બંને પ્રકારે મેલીઘેલી રહે છે. ર૪. સાસુએ એકવાર કહ્યું હોય તો સો વાર સંભળાવે છે. બ્રાહ્મણ અને સાધુઓને ઘરે આવવા નથી દેતી. ૨૫. સાધુઓએ ધર્મલાભ આપ્યો હોય તો આ કહે છે કે તમારા માથા ઉપર ધર્મલાભ પડશે. ૨૬. તમે પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા અસમર્થ છો તેથી પાખંડનું વ્રત લઈને પરઘરને ભાંગો છો. ૨૭. સોમનાથ સુપ્રસન્ન છે. આના (સોમનાથ) વડે સૌભાગ્ય અપાયું છે. તે ધર્મિણી ! ભિક્ષાને આપ એમ કાર્પટિક વડે કહેવાયેલી લક્ષ્મીએ કહ્યું કે ગૌરી અને ઈશ તમારા ઉપર જ પ્રસન્ન થાઓ. શું તમારા માટે જ અમે ભિક્ષા બનાવીને તૈયાર રાખી છે? ૨૯. જે રવિવાર છે. આજે પૂર્ણ તેરશ છે, પુષ્ય નક્ષત્ર પુષ્ટિને આપનાર છે, શોભન નામનો યોગ છે. મુત્કલના (દયા-દાન) કરો એમ બ્રાહ્મણો વડે કહેવાયેલી બોલે છે કે અહી બ્રાહ્મણો! સવારમાં શું આવ્યા? કાંઈ રાંધ્યું નથી. બ્રાહ્મણો કહે છે. તો અનાજ આપો. ત્યારે બોલે છે કે દુકાનમાં કણો (અનાજ) છે માટે ત્યાં જાઓ. ૩૨. "ૐ ભૂર્ભુવઃ સ્વઃ" એ પ્રમાણે ગાયત્રી મંત્રના પાઠપૂર્વક બ્રાહ્મણો યાચના કરે છતે માનને નેવે મૂકીને કહે છે કે વારંવાર આવીને મારા બે કાનો શા માટે ખાઓ છો? એમ બોલતી સળગતું ઉબાડિયું લાવીને બ્રાહ્મણની સામે દોડે છે. ૩૪. મોટેથી કલકલ કરતા બ્રાહ્મણો તેનો ઉપહાસ કરતા કહે છે અહો ! ભદ્રના ઘરે વધૂના બાનાથી રાક્ષસી આવી છે. ૩૫. ભસ્મ ચોપડેલા શરીરવાળા ધુળિયા બાવાને કહે છે કે ગધેડા જેવો નાગો મારે ઘરે શા માટે આવ્યો? ૩૬. આ પ્રમાણે લોકમાં નિંદા કરાવે એવી એવી ચેષ્ટાઓ કરી. તેથી ભદ્ર શેઠ મનમાં સતત વ્યથા પામ્યા. ૩૭. ભદ્ર શેઠે સ્વયં પુત્રવધૂને પિતાને ઘરે મોકલી આપી કેમકે શાળા શૂન્ય સારી પણ ચોરોથી ભરેલી સારી નહીં. ૩૮. એકવાર પલંગ ઉપર બેઠેલા ભદ્ર શ્રેષ્ઠીએ રાત્રે પરસ્પર કલહ કરતા બે પુરુષોને જોયા. ૩૯. બહાર રહેલા પુરુષે અંદર રહેલા મનુષ્યને કહ્યું : અરે! અરે! તું દરવાજામાંથી બહાર નીકળ જેથી હું અંદર આવે. ૪૦. તમારો કાળ પૂરો થયો છે. હવે મારા સ્વામીનો અવસર છે. ત્યાર પછી અંદર રહેલા માણસે કહ્યું તું કોણ છે? તારો સ્વામી કોણ છે? ૪૧."હું અપુણ્ય (પાપ) નામનો પુરુષ છું. અભદ્ર મારો સ્વામી છે એમ કહ્યું એટલે અંદર રહેલા પુરુષે કહ્યું : મારો સ્વામી જીવે છતે અહીં તારો પ્રવેશ કેવી રીતે થશે? દીવો ઘણો પ્રકાશતો હોય ત્યારે અંધકાર ક્યાંથી હોય? ૪૩. અપુણ્ય કહ્યું કે તું કોણ છે અને તારો સ્વામી કોણ છે? તેણે કહ્યું : હું પુણ્ય નામનો પુરુષ છું. અને ભદ્ર શ્રેષ્ઠી મારો સ્વામી છે. ૪૪. જો પુણ્ય અહીં રહેશે તો તારું કલ્યાણ નહીં થાય. એમ કહ્યું એટલે તુરત જ અંદરનો પુરુષ પુણ્ય પલાયન થઈ બહાર રહ્યો. ૪૫. સવારે શ્રેષ્ઠીએ લક્ષ્મીને રાત્રિનો વૃત્તાંત જણાવ્યો. બીજી રાત્રિએ શયનમાં રહેલી તેણીએ જોયું કે બહાર રહેલી સ્ત્રીએ અંદર રહેલી સ્ત્રીને જણાવ્યું હલે! ઘરના દરવાજાને છોડ હું હમણાં આવું છું. મારી સ્વામિની હમણાં આ ઘરનો ભોગવટો કરશે. રાશિઓ પણ પોતપોતાના વારે સૂર્યને ભજે છે. ૪૮. ઘરની અંદર રહેલી સ્ત્રીએ પુછ્યું તું કોણ છે અને તારી સ્વામિની કોણ છે? મારુ નામ અસંપદ છે અને અલક્ષ્મી મારી સ્વામિની છે. ૪૯. એમ જવાબ આપતી તેને બાહ્યદેશમાં રહેલી બીજી સ્ત્રીએ જણાવ્યું : જ્યાં સુધી સુગ્રહીત નામની મારી સ્વામિની છે ત્યાં સુધી કુલટાની જેમ તારો અહીં પ્રવેશ નથી. ફરી બહાર રહેલીએ પુછ્યું તું કોણ છે? તારી સ્વામિની કોણ છે? ૫૧. અરે ! મારું નામ સંપ છે અને લક્ષ્મી મારી સ્વામિની છે. એમ કહ્યું ત્યારે અસંપદ્ નામની બહાર ઉભેલી સ્ત્રી સર્પિણીની જેમ પલાયન થઈ ગઈ. ૧. રાશિઓઃ જ્યોતિષચક્રમાં મેષથી માંડીને મીન સુધી બાર રાશિઓ છે. સૂર્ય દરેક રાશિમાં એક મહિનો રહે છે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy