SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૧ ૨૮૫ છે. લોકમાં પણ લોકો વડે લેણા દ્રવ્યની ઉઘરાણી કરાય છે. વિષપ્રદાન કરનાર ઉપર તારે અતિ હર્ષ ધારણ કરવો કેમકે પોતાના ધર્મનો વિચાર નહીં કરનાર તારા કર્મ ક્ષય માટે તૈયાર થયો છે. ૪૧. પોતાના કાર્યને છોડીને ધન અને જીવિતને આપીને સજ્જનો જ પરકાર્ય છે, બીજા નહીં. ૪૨. વિષના વેગથી ઉત્પન્ન થયેલી અલ્પકાળ ટકનારી અલ્પ પીડાને સમભાવપૂર્વક સહન કરી લે કારણ કે ભવમાં ભમતા નરકાદિની ઘણી વેદનાઓ ઘણીવાર સહન કરી છે. મુંગા ઊંટ ઉપર ક્યા મુંગામારો નથી પડેલા? ૪૪. અજ્ઞાનને કારણે સકામ નિર્જરા થઈ નથી. હમણાં સમભાવથી સહન કરી લે જેથી વિશેષ રીતે નિર્જરા થાય. ૪૫. અજ્ઞાની જીવ ઘણાં ક્રોડ વરસથી કર્મ ખપાવે તેને ત્રણ ગુપ્તિથી જ્ઞાની ઉચ્છવાસ માત્રકાળમાં ખપાવે છે. ૪૬. આ પ્રમાણે સુંદર ભાવના ભાવતા મુનિને કેવળજ્ઞાન થશે. ખરેખર ધ્યાન સમાન બીજું કોઈ ઉત્તમ અનુષ્ઠાન નથી. ૪૭. અઘાતિ પણ કર્મોને ખપાવીને તે માસખમણના તપસ્વી મુનિ પછી શાશ્વત સુખવાળા મોક્ષને પામશે. ૪૮. | મુનિનું મૃત્યુ વિષને કારણે થયું છે એમ જાણીને દેવતા કોપાયમાન થશે. સમ્યગ્દષ્ટિને ઋષિનો ઘાત કેમ કોપ ઉત્પન્ન ન કરે? ૪૯. કોપાયમાન થયેલ દેવતા મહામુનિના વધથી પ્રત્યક્ષ પાપો જેવા ધૂળના પૂરથી નગરને દાટી દેશે. ૫૦. રાજાઓના અન્યાયના કારણે લોકોને પણ સહન કરવું પડે છે શેરડીનો વાઢ પાણી પીએ છતે ઢંઢણ' ને પાણી મળે છે અર્થાત્ દોષિતની સાથે રહેલો નિર્દોષ પણ દંડાય છે. ૫૧. આ મુનિ જે કુંભારના ઉપાશ્રયમાં રહેલા હતા તે કુંભારને તેના પુણ્યકર્મથી સહિત ઉપાડીને સિતાલિમાં મૂકશે, તેની પ્રસિદ્ધિ કરવાની ઈચ્છાથી કંમ્ભકારકૃત નામનું નગર વસાવશે. ૫૩. ફરી અભયકુમારે જિનેશ્વર ભગવાનને પુછ્યું: હે પ્રભુ અભીચિકુમારનું ભાવી કેવું થશે? ૫૪. ત્રણ જગતને કેવળજ્ઞાનથી જોનારા શ્રીવીર પ્રભુએ કહ્યું હે અભયકુમાર ! તું એક ચિત્તે પ્રસંગને સાંભળ. ૫૫. ઉદાયન રાજાએ જ્યારે કેશીને રાજ્ય આપ્યું ત્યારે અભીચિએ ચિત્તમાં વિચાર્યું કે પિતા કુશળતાપૂર્વકની વિચારણા કરવામાં નિપુણ હોવા છતાં પણ આ કેવો નિર્ણય કર્યો? અહો! રાજ્યનીતિમાં પણ કેવો ભ્રમ! પ૭. જેણે રાજ્યધૂરા ધારણ કરવામાં સમર્થ, ભક્ત, પેટના પુત્ર મને ત્યજીને બહેનના પુત્ર કેશીને રાજ્ય સોંપ્યું. ૫૮. સર્વત્ર પણ લોકમાં ભાણેજ વગેરે વલ્લભ હોય તો પણ કલાહીન બ્રાહ્મણની જેમ હન્તકાર માત્રને ઉચિત છે. ૫૯. જેમ જ્યોતિષીઓ અભિજિત નક્ષત્રની બીજા સત્યાવીશ નક્ષત્રોમાં ગણના કરતા નથી તેમ પિતાએ તેજસ્વી શક્તિમાન મારી ગણતરી કેમ ન કરી? ૬૦. અન્યાય કરતા સ્વામી પિતાની નિંદનીયતા નથી. મોટાઓના કરિયાણાને આભડછટ લાગતી નથી. ૬૧. પિતાની જેમ હું હમણાં કેશીની સેવા નહીં કરું. જો હું કેશીની સેવા કરું તો લોકો માનશે કે સમર્થ ઉદાયન રાજાનો પુત્ર નિર્બળ થયો. એમ પિતાનો અપવાદ થશે. ૨. તેથી મારે વિદેશ જવું કલ્યાણકારી છે. શું ક્યાંય પણ બગલાની આજ્ઞામાં હંસ રહે છે? ૬૩. અને વળી જો હું અહીં રહીશ તો લુચ્ચાઓ ખરેખર હાંસી ઉડાવશે કે– અહો ! અજગરની જેમ સુતેલા અભીચિના હાથમાંથી રાજ્ય ગયું. ૪. જેઓને માન નથી, લજ્જા નથી પુરુષ વ્રત નથી તેઓ કૂતરાની જેમ પરાભવ પામેલા સ્વદેશમાં રહે છે. ૬૫. સદ્ગલવાળા કુમારની જેમ અભીચિકુમાર વીતભય નગરને છોડીને કૂણિકની પાસે જશે દ. માસીનો પુત્ર કોણિક પણ તેને ગૌરવ સહિત જોશે અથવા માતા અને માસીમાં શું તફાવત છે? અર્થાત્ કંઈ નથી. ૭. સારી રીતે હર્ષ ૧. ઢંઢણ : શેરડીના ખેતરમાં થતી એક તુચ્છ વનસ્પતિ, શેરડીને પાણી મળતા તેને અનાયાસે પાણી મળી જાય છે. ૨. હન્તકાર : કોઈ અતિથિને આપવા માટેની ભેટ અર્થાતુ ભાણેજ વગેરેનું મહત્ત્વ ભેટ આપીને સત્કાર કરવા જેટલું છે પણ રાજ્ય આપવા જેટલું નહીં.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy