SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૪૪ કરું. ૯૧. તે કમળનો પડિયો બનાવીને જલદીથી પાણી લઈ આવ્યો અને તેનું શરીર સિંચ્યું. અહો! તેવા પ્રકારના જીવોને પણ દયા હોય છે. ૯૨. રાજા જલદી ચેતનાને પામ્યો, અભિધાન ચિંતામણિ કોશમાં પાણીને જીવન અમૃત વગેરે નામથી કહેવાયેલ છે તે ઉચિત જ કહેવાયું છે. ૯૩. સુઈને જાગેલાની જેમ જેટલામાં ઉભો થઈને રાજા દશે દિશામાં જોતો હતો ત્યારે વ્યાકુલ સર્વજ સૈન્ય પાછળ શોધતું અહીં આવી પહોંચ્યું. ૯૪. જેમ ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય જીવ અને પુદ્ગલોને અન્ય સ્થાને લઈ જાય છે તેમ રાજા જન્મદાયી આ ભીલને પોતાના નગરમાં લઈ ગયો. ૯૫. નગરના ઐશ્વર્યને જોતો તે ઊંચા કાન અને આંખોવાળો થયો. અર્થાત્ આશ્ચર્યચકિત થયો. પૂર્વે ક્યારેય આવું ઐશ્વર્ય ન જોયું હોય તેવો અરણ્યવાસી તે જંગલી પશુની જેમ તોફાની પણ થાય. ૯૬. રાજાએ આને અપ્સરા સમાન વિલાસી જન અને ચાકરોથી સહિત ઉત્તમ ઘરને અપાવ્યું. કૃતજ્ઞ જીવોની ચેષ્ટા સુંદર હોય છે. પૃથ્વી સર્વદા બે નરોને ધારણ કરો અથવા આ બે નરો વડે પૃથ્વી ધારણ કરાયેલી છે. ૯૭. જેને કર્તવ્યમાં ઉપકારની બુદ્ધિ છે અને જે પૃથ્વીને પીડા કરતો નથી તે બે વડે આ પૃથ્વી ધારણ કરાયેલી છે. ૯૮. વળી શૌર્ય, ધૈર્ય, નીતિ, દાક્ષિણ્યતા, વકતૃત્વ, સ્થિરતા, અને ગૌરવ આદિ ગુણોનો સમૂહ ભલે હોય પણ જો ઉપકાર કરવો અને ઉપકાર જાણવો એ બે ગુણો ન હોય તો તે સર્વ નેત્ર વિનાના મુખ જેવું લાગે છે. ૯૯. અપ્સરાઓની સાથે દેવોની જેમ પાંગનાઓની સાથે સ્પર્શ-રૂપ-રસ-ગંધ-સુસ્વરને ભોગવતા ત્યાં ભીલના કેટલાકદિવસો પસાર થયા. ૪૦૦. ત્યાં મહેલમાં ભીલ પ્રવર લીલાથી વિષય અને સુખોને અનુભવતો રહે છે. તેટલામાં આની શ્રેષ્ઠ લક્ષ્મીને નિહાળવા વર્ષાઋતુ આવી. ૧. જાણે શિલા ઉપર લખાયેલ રાજાના જીવિતનું રક્ષણ કરનાર યશની પ્રશસ્તિઓ ન હોય તેમ મોર, બગલા અને આ હાર બંધ ઘણાં સદ્વાદળા (પાણીવાળા વાદળા) આકાશમાં શોભ્યા. ૨. સહજ વેરી પાણી સાથે મારે મિત્રતા બંધાઈ એમ જાણીને હર્ષિત થયેલ અગ્નિએ (વીજળીએ) પોતાના ઝલક–ઝલક ચમકારા લોકોને બતાવ્યા. અર્થાત્ વીજળી ચમકવા લાગી. ૩. મારી શોક્ય ઘનવાતની કુક્ષિમાં જનારી આ પૃથ્વી છે એવા મત્સરથી વરસાદે મોટી પાણીની ધારારૂપી બાણોથી પૃથ્વીને ભેદી. ૪. હે પુલિન્દ ! તું આ નવા તાજા પાણીમાં પૂર્વની પેઠે ક્રીડા કરવા ચાલ એમ ખળખળ અવાજના બાનાથી પવનથી ઉત્સુક બનેલા ઝરાઓ જાણે તેને બોલાવવા લાગ્યા. ૫. ઊંચા મહેલ ઉપર રહેલા ભિલ્લે વહી રહેલી નદી અને નિર્જરણાને જોઈને જેમ હાથી વિંધ્ય પર્વતની ભૂમિને યાદ કરે તેમ પોતાની અટવીને યાદ કરી. ૬. આંબાના બગીચામાં રહેલો ઊંટ જેમ લીંબડાના પાનમાં ઉત્કંઠિત બને તેમ ક્ષણથી ભલ્લ પોતાના સુસંતુષ્ટ જનને મળવા ઉત્કંઠિત થયો. ૭. ત્યાર પછી સર્વથા નહીં રહેવા ઈચ્છતા ભિલ્લને રાજાએ કષ્ટથી રજા આપી. ઉપકારી જીવિત કરતા પણ દુઃપરિત્યાજ્ય છે. ૮. પૂર્વે ઘણીવાર જોયો હોવા છતાં હમણાં શ્રેષ્ઠ વેષ અને સુવર્ણના આભૂષણોને ધારણ કરતા પોતાના સ્થાને પહોંચેલા ભિલ્લને ભાઈઓ ઓળખી ન શક્યા. ૯. જંગલના હરણિયાઓ તપસ્વીને અથવા સાધુઓને જોઈને જેમ ભય પામે છે તેમ આને જોઈને ભય પામેલા સર્વે સ્વજનો પલાયમાન થયા. ૧૦. અરે! આકુલ થઈને તમે આમ કેમ ભાગો છો? આપણે પૂર્વે વિવિધ ક્રીડાથી સાથે રમ્યા છીએ તેને બે ભાઈઓ! તમે કેમ યાદ કરતા નથી. ૧૧. આ સાંભળીને તેઓને વિશ્વાસ થયો એટલે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy