SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૬ ૧૪૫ તેઓ પાછા ફરીને નિત્ય લાલન થવાથી થયેલ કોમળ શરીરના સ્પર્શ સુખના ભરને મેળવવાની ઈચ્છાથી નક્કીથી ભિલ્લને ઘણાં ભેટયા. ૧૨. ઘણાં હર્ષથી સ્વજનોએ કહ્યું : હે મિત્ર ! તું આટલા દિવસ કયાં ગયો હતો ? અમે બધાએ તપાસ કરી પણ ગૂઢ મંત્રની જેમ તું કયાંય અમારી નજરે ન આવ્યો. ૧૩. તેણે શરૂઆતથી માંડીને અંત સુધી પોતાનો સર્વ વૃત્તાંત જણાવ્યો. આ સાંભળીને તેઓ વિસ્મય પામ્યા. ભિલ્લના ઉપદેશથી તેઓએ સ્વર્ગનું સુખ અનુભવ્યું. ૧૪. પછી તેઓએ પુછ્યું : ત્યાંની સ્ત્રીઓ આપણી સ્ત્રીઓ જેવી છે ? શું ત્યાંના હાર આપણા ગૌજના (લાલ ચણોઠીના) હાર સમાન છે ? શું ત્યાંનાં મકાનો આપણા મકાનો જેવા છે ? ૧૫. એમ તેઓએ બીજું પુછ્યું ત્યારે નગરના ગુણો જાણતો હોવા છતાં તે ઉત્તર આપવા માટે સમર્થ ન થયો. કેમકે અહીં કોઈ ઉપમા ઘટતી નથી. ૧૬. સિદ્ધિ સુખની ઉપમા કોઈ સુખ સાથે ઘટતી નથી તો પણ હું કંઈક દષ્ટાંતને કહું છે તેને હે લોકો ! તમે સાંભળો. ૧૭. વેણુ–મૃદંગ– વીણા આદિના સ્વર સાથે ઉત્તમ ગીત નિરંતર સાંભળવા મળતા હોય નિત્ય સુંદર સ્ત્રીઓ દષ્ટિએ પડતી હોય, ઉત્તમ સુગંધી દ્રવ્યો સુંઘવા મળતા હોય, શ્રેષ્ઠ પ્રકારના પકવાન જમવા મળતા હોય, ઈચ્છિત મધુર ભંડા જળ પીવા મળતા હોય, સ્વાદિષ્ટ મુખવાસ આરોગવા મળતા હોય, સુવા અત્યંત મૃદુ શય્યા મળતી હોય, મેઘની ગર્જનાથી માતા શ્રેષ્ઠ ભોજન પીરસતી હોય આશ્ચર્ય ચકિત પ્રિયા સામે આવીને આલિંગન દેતી હોય, જેને કોઈ માનસિક ચિંતા ન હોય એવો પુરુષ જે ઉત્તમ સુખનો અનુભવ કરે છે તેના કરતા અનંતગણું સુખ મોક્ષમાં છે. ૨૦. સકલ કાલના ભેગા કરેલ સુખના સમૂહનો અનંતતમ વર્ગ કરવામાં આવે તો તે સમસ્ત પણ ગગનમાં માતું નથી તેટલા સિદ્ધના સુખનો વિસ્તાર થાય. ૨૧. જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર– સિંધુ–સાગર રહેશે ત્યાં સુધી સિદ્ધનો જીવ ચેતનની જેમ અવિનશ્વર, એકાંતિક, અદ્ભુત સુખનો અનુભવ હંમેશને માટે કરશે. ૨૨. જેમ માલવ રાજાના માણસોની પરંપરાથી અવંતિદેશની ઈંટો વત્સ દેશમાં આવી તેમ એક કાનથી બીજે કાને જતું સોનીનું ચરિત્ર રાજાના કાન સુધી પહોંચ્યું. ૨૩. કાલકૂટ વિષ જેવા વૃત્તાંતને સાંભળીને કોપથી લાલચોળ બનેલા રાજાએ આદેશ કર્યો કે સર્વ બાલ સ્ત્રીથી સહિત મુનિના ઘાતકને જલદીથી મારી નાખો. ૨૪. તે જ ક્ષણે સાધુ ઘાતક સોનીએ ઘરના દરવાજા બંધ કરીને પોતાના પરિવાર સહિત સાધુવેશ લીધો અર્થાત્ દીક્ષા લીધી. અથવા પ્રાણના ભય સમાન બીજો કોઈ મોટો ભય નથી. ૨૫. સર્વ પરિવાર સહિત સોની સાધુએ રાજા પાસે જલદીથી આવીને કહ્યું : હે રાજન ! જેમ સૂર્ય તેજથી શોભે તેમ તમે શ્રેષ્ઠ ધર્મકાર્ય કરતા શોભો. ૨૬. શ્રેણિક રાજાએ સોનીને કહ્યું : તું જૈનધર્મમાં અત્યંત દઢ થા. જ્યાં સુધી તારું આયુષ્ય છે ત્યાં સુધી તું ચારિત્રને સફળ કર. મારા તરફથી તને મુક્તિ છે નહીંતર પાપના પુંજનું ફળ તારે ભોગવવું પડશે. અથવા વિવેકી પુરુષો ભક્તિથી કે બળથી લોકો પાસે શુદ્ધ ધર્મ કરાવે છે. ૨૭. શ્રીમદ્ જિનપતિ સૂરિ પટ્ટલક્ષ્મીભૂષણ શ્રી જિનેશ્વર સૂરિના શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચરિત્ર અભયાંકમાં ચલ્લણા નંદાને દેવના હાર, અને ગોલકનું દાન, તેના પ્રસંગથી આવેલ બ્રહ્મદત્તને વરની પ્રાપ્તિ, મેતાર્થ મહર્ષિ ચરિત્રવર્ણન નામનો છઠ્ઠો સર્ગ સમાપ્ત થયો. સકલ શ્રી સંઘનું કલ્યાણ થાઓ.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy