SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૨૭૦ કહેવાનો ભાવ એ છે કે તે ક્યારેય ભગવાનના દર્શન કરતો ન હતો છતાં અહીં તેણે ધારી ધારીને પ્રતિમાનું નિરીક્ષણ કર્યું. કારણ કે તેના વિના સુવર્ણગુલિકાની પ્રાપ્તિ દુર્લભ હતી. ૯૭. પ્રેમ સાગરમાં ડૂબેલા તે બંને રાત્રે રતિક્રીડામાં લીન થયા અથવા તો નવી વસ્તુમાં સર્વત્ર રાગ થાય છે. અલ્પ તારાના પરિષદવાળો ચંદ્ર આકાશમાર્ગને પસાર કરીને પ્રભાતે પશ્ચિમ દિશામાં જાય તેમ રાજા પોતાની નગરીમાં ગયો. ૯૮. રાજાએ જે રીતે પ્રતિમા જોઈ હતી તે મુજબ બીજી નવી સત્યંદનમયી પ્રતિમા બનાવડાવી. ૪00. જેમ કૃષ્ણ કૌસ્તુભ મણિને છાતી ઉપર ધારણ કરતા હતા તેમ તેણે પ્રતિમાને ધારણ કરીને નલગિરિ હાથી ઉપર આરૂઢ થયો. ૬૦૧. ઉદાયનની નગરીમાં પહોંચીને પ્રદ્યોત રાજાએ જાણે મંત્રથી જીવિત ન કરાઈ હોય એવી પ્રતિમા સુવર્ણગુલિકાને આપી. ૨. ઉજ્જૈનના રાજામાં આસક્ત થયેલી દેવદત્તાએ નવી પ્રતિમાને બદલે જુની ઉત્તમ પ્રતિમાને લીધી. ૩. ધર્મ અને કામ બંનેની જેમ પ્રતિમા અને દેવદત્તાને હાથી ઉપર બેસાડીને પ્રદ્યોત ઉજ્જૈનીમાં પાછો આવ્યો. ૪. ઉજ્જૈનમાં આવી ગયેલી દાસીએ (સુવર્ણગુલિકાએ) પ્રભાવતીના મમત્વથી ધૂપ-પુષ્પ ફળાદિથી પ્રતિમાને સારી રીતે પૂજી. ૫. આ બાજુ સવારે સ્નાન અને વિલેપન કરીને અખંડ શુભ વસ્ત્રો પહેરીને દેવાધિદેવની પ્રતિમાને પૂજવા ઉદાયન રાજા સ્વયં ગયો. ખરેખર દેવપૂજા સમ્યકત્વને નિર્મળ કરવાનું શ્રેષ્ઠ કારણ છે. ૭. પુષ્પ પૂજા વખતે પ્રતિમા ઉપર ચડાવેલ પુષ્પોને અતિશય લાંઘણ કરેલ (ઉપવાસી) મનુષ્યના મુખની જેમ કરમાયેલા જોયા. અહો ! આ શું થયું એમ ઉદાયન રાજાએ વિચાર્યુઃ ૮. ખરેખર આ મૂળ પ્રતિમા નથી તેનાથી બીજી જ છે. અન્ય સા રાની ચર્ચા નમ્ય દ્રશ્નન વિ . જે ધનથી એક પાલી પ્રમાણ સરસવ (રાઈ) મળતી હતી તે હવે પા પાલી પ્રમાણ મળે છે. કહેવાનો ભાવ એ છે કે મૂળ પ્રતિમાથી જે લાભ થતો હતો તે હવે પા ભાગે મળ્યો. ૯. નિધિની પાસે રહેલા ધનની જેમ જેણીએ કયારેય પ્રતિમાનું પડખું મુક્યું ન હતું તે દાસી પણ દેખાતી નથી. ૧૦. વિરક્ત સાધુની જેમ હાથીઓ મદ વગરના થયા છે તેથી નક્કીથી અનિલવેગ હાથી અહીં આવ્યો છે. ૧૧. માલવપતિ પ્રદ્યોત પ્રતિમા સહિત દાસીને હરી ગયો છે. કેમકે તેને જ સ્ત્રીઓની ચોરી કરવાનો અભ્યાસ છે. ૧૨. પછી જ ઉદાયન રાજાએ પ્રદ્યોતની પાસે વિદ્વાન ચતુર દૂતને મોકલ્યા કેમકે આવા પ્રકારનો રાજધર્મ છે. ૧૩. ચતુરાઈ ભર્યા વચન બોલવામાં નિપુણ દૂતે જઈને સભામાં બેઠો. ચંડપ્રદ્યોત રાજાની આગળ કંઈક મૃદ, કંઈક કઠોર વાણી કહી. ૧૪. જગતમાં એક વીર, શરણ્યોમાં એક શિરોમણિ, સિંધુ સૌવીર પ્રમુખ વિવિધ દેશોના સ્વામી ઉદાયન રાજાનો હે રાજનુ હું દૂત છું. તમને આ સંદેશો કહેવા મને મોકલ્યો છે. ૧૬. જો દાસી તને પ્રિય હતી અને તે દાસીને પ્રિય છે તો ભલે હો. તેમાં અમારો ઉદાયન રાજા કોઈની સમુચિત ઈચ્છાને ભાંગતો નથી. ૧૭. હે રાજનું! દેવાધિદેવની પ્રતિમા પાછી આપ. પરમ અરિહંતની પ્રતિમા મારા પ્રભુના ઘરે છે. ૧૮. બીજા પણ રત્નો મારા સ્વામીની પાસે શોભે છે તો પ્રતિમાનું શું કહેવું? જે મૂળથી જ મારા સ્વામીની છે તેથી અનુપમ પ્રતિમાને જલદીથી પાછી મોકલી આપ. આમ કરીશ તો જ તારું સર્વ કલ્યાણ થશે. ૨૦. કારણ કે મારો સ્વામી બાળકની જેમ શત્રુનો એક ગુનો ગણતો નથી અર્થાત્ માફ કરે છે. જો તે નહીં માને તો તારે કડવું ફળ ચાખવું પડશે. ક્યારેય પણ ક્યાંય પણ સિંહને છંછેડવો સારો નથી. ૨૨. તેના વચનો સાંભળીને ક્રોધે ભરાયેલ રાજાએ કહ્યું: ખરેખર તે કૂતરા પાળવાની સભામાં મોટો થયો છે નહીંતર અસંબંધ વચનો કેમ બોલે? તારો સ્વામી આવા પ્રકારનો હશે જે તારા મુખે આવા વચનો કહેવડાવે છે. ૨૪. તારા સ્વામી વડે અપાયેલી દાસી શું મારા ઘરે રહેશે? શું કોઈના કહેવાથી લક્ષ્મી કોઈના ઘરે વાસ કરે છે? ૨૫. તારો
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy