SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર વાત હમણાં બાજુ ઉપર રાખો પણ એક માત્રાથી અધિક ધારિણીથી તે ધરિણી જિતાયેલી છે. ૫૫. શ્રીશીલરત્નરૂપી અલંકારથી હંમેશા શોભતી તેની બીજી ગુણશ્રેણી સૌભાગ્ય ઉપર મંજરી સમાન હતી. ૫૬. જેમ વેલડીનું મૂળ જીવતું હોય ત્યારે પત્ર-પુષ્પ અને ફળો શોભે તેમ શુદ્ધ ધર્મમાં રત તેના બધા ગુણો અત્યંત શોભી ઉઠ્યા. પ૭. ઈન્દ્ર અને ઈન્દ્રાણીને જેમ જયંત નામનો પુત્ર થયો તેમ પ્રશસ્ત ભોગોને ભોગવતા તે બંનેને કુલનંદન (કુલની ખ્યાતિ કરનાર) શ્રેણીક નામે પુત્ર થયો. ૫૮. આ શ્રેણિક દુઃખીઓના સમૂહને રક્ષણ માટે સુભટના સમૂહને યુદ્ધ માટે, યાચકોની શ્રેણીને દાન માટે આમંત્રણ આપશે એ પ્રમાણે મનમાં ત્રણ પ્રકારે વિચારીને માતાપિતાએ આ વીરનું શ્રેણિક એ પ્રમાણે યથાર્થ નામ પાડ્યું એમ હું માનું છું. ૫૯-૬૦. જ્યોતિષ શાસ્ત્રમાં પારંગત હોવા છતાં આને તિથિની બ્રાન્તિનું એક મોટું દૂષણ હતું એમ હું માનું છું. ૬૧. પર્વત જેવા બીજાના મોટા દોષોને ગ્રહણ કરવામાં તેની જીભે હંમેશા મૌન એકાદશીનું વ્રત ગ્રહણ કર્યું. અર્થાત્ મૌન એકાદશીના દિવસે મૌનવ્રત ધારણ કરાય છે તેમ બીજાના દોષો બોલવામાં હંમેશા મૌન એકાદશી વ્રતનું આચરણ કરતો હતો. આ એનો રોજનો નિયમ હતો તેથી એને બધી તિથિઓ મૌન એકાદશી જેવી હતી. દર. રોહણાચલ પર્વતમાંથી ઉત્પન્ન થતા મણિઓની જેમ તે રાજાને શૂરવીર, ઉદાર, સ્થિર, ધીર ગંભીર, સ્વરૂપવાન બીજા પુત્રો હતા. ૬૩. એક વાર પ્રસેનજિત રાજાએ વિચાર્યું કે શેષનાગની જેમ પૃથ્વીના ભારને ધારણ કરવા કયો કમાર સમર્થ છે? ૬૪. તેથી તેની પ્રથમથી જ પરીક્ષા કરી લેવી ઉચિત છે. સંગ્રામ ઉપસ્થિત થયા પછી શું ઘોડાને પલોટવા બેસાય છે? ૬૫. જેમ શ્રાદ્ધના ભોજનમાં જે થાળો બ્રાહ્મણોને અપાય તેમ રાજાએ ઘી-ખાંડ અને દૂધથી મિશ્રિત ભોજનનાં થાળો પુત્રોને પીરસાવ્યા. દ૬. પુત્રો સ્વાદિષ્ટ ભોજન કરતા હતા ત્યારે ડુક્કરો ઉપર કૂતરા છોડવામાં આવે તેમ ઘણા ફાડેલા મુખવાળા કૂતરાઓને તે પુત્રો ઉપર છોડવામાં આવ્યા. ૬૭. શ્રેણિક સિવાયના અર્ધ ભોજન કરેલા, ભયોથી યુક્ત, એઠા હાથ અને મુખવાળા કુમારો ગામના કૂંડની જેમ નાશી ગયા. ૬૮. શ્રેણિકે ભાઈઓની થાળીમાં વધેલાં પાયસને ભુતશરાવ ની જેમ કુતરાઓને ખાવા આપ્યું. ૬૯ નિધાનને જોઈને જેમ હર્ષ પામે તેમ શ્રેણિકને જોઈને હર્ષિત થયેલ પ્રસેનજિત રાજાએ મનમાં વિચાર્યુઃ ૭૦. જેમ માંત્રિક સર્પોને વશ કરે તેમ આ જે તે પ્રકારથી શત્રુઓને રૂંધશે અને સ્ત્રીની જેમ પૃથ્વીને ભોગવશે. ૭૧. આ પુત્ર એક પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. ફરી હું આની પરીક્ષા કરું કારણ કે ક્યારેક પરીક્ષાવિધિમાં કાકતાલીય ન્યાય ઘટી જાય. ૭૨. એકવાર રાજાએ લાડુઓથી ભરેલો કરંડિયો તથા સાક્ષાત્ કામઘટ હોય તેવા પાણી ભરીને મુદ્રિત કરેલા ઘડાઓ પુત્રોને અપાવ્યા. ૭૩. તેઓને આદેશ કર્યો કે વિદ્યા સિદ્ધ મનુષ્યોની જેમ આ મુદ્રાને ભેદ્યા વગર લાડુને ખાઓ અને પાણી પીઓ. ૭૪. શ્રેણિક સિવાયના કુમારો મંદબુદ્ધિથી ભોજન-પાણી કર્યા વગરના રહ્યા. ઉપાયના જ્ઞાનથી રહિત જીવોને કાર્યની સિદ્ધિ ક્યાંથી થાય? ૭૫. શ્રેણિકે કરંડિયાને ઠોકી ઠોકીને સળીઓનાં કાણામાંથી નીકળેલા લાડુના ભુકાનું ભોજન કર્યું. કેમ કે બુદ્ધિ એ ઉત્તમ કામધેનુ છે. ૭૬. તેણે જલદીથી ઘટના પેટમાંથી ઝરતા પાણીથી ભરાયેલ કચોળામાંથી પાણી પીધું. પ્રતિભાવંત જીવોને કાર્યસિદ્ધિમાં કેટલી વાર લાગે? ૭૭. શ્રેણિકની બુદ્ધિ જોઈને ઉત્પન્ન થયેલ આનંદ રાજાના શરીરમાં સમાયો નહિ. શું ચંદ્રના ઉદયને જોઈને સાગર ઉછળતો નથી? અર્થાત્ ઉછળે છે. ૭૮. શ્રેણિક બીજી પરીક્ષામાં ૧. માત્રાથી ધારિણી અને ધરિણીમાં એક માત્રાનો તફાવત છે. ધારિણીમાં પાંચ માત્રા છે જ્યારે ધરિણીમાં ચાર માત્રા છે. ૨. ભૂતશરાવઃ ભૂતને બલિ ચડાવવાનો કોડિયો (શકોરો) ૩. કાકતાલીય ન્યાય: કયારેક કાગનું બેસવુ અને ડાળનું પડવું બની જાય. તેથી કાગનું બેસવું ડાળના પડવાના કારણરૂપ નથી. અહીં કાર્યકારણ ભાવ નથી. જ્યાં કાર્ય કારણ ભાવ હોય ત્યાં સિદ્ધાંત ઘટી શકે.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy