________________
૩
સર્ગ-૧
હતો. ૩૬. અપત્ય વાચી પ્રત્યયાભાવ, વિકાર, દ્વન્દ્વ, વિગ્રહ, ક્રિયાતિપતિ, વિશ્લેષ, વર્ણનાશ, વિષર્ણય, નિપાત, આગમ, બાધ, વિકરણ, ઉપસર્ગ, ગુરુ, પર, લઘુ, પૂર્વ વ્યાકરણમાં હતા પણ પ્રજાજનમાં આમાનું કશું ન હતું. અર્થાત્ અપત્ય એટલે સંતાનનો અભાવ ન હતો. સૌ વિકાર રહિત હતા, કોઈને દ્વન્દ્વ (વેર) ન હતું. કોઈને વિગ્રહ (લડાઈ) ન હતી. કોઈમાં ક્રિયા (સદાચાર)નો નાશ ન હતો. કોઈને વિશ્લેષ (વિયોગ) ન હતો. કોઈમાં વર્ણનાશ (નિંદા) ન હતો. કોઈમાં વિપર્યય (દુર્મતિ) ન હતો. કોઈમાં નિપાત (અકાળ નાશ) ન હતો. કોઈમાં આગમનો બોધ (શાસ્ત્રનું ઉલ્લંઘન) ન હતો. કોઈ ઉપસર્ગો (પીડા કરનારા) ન હતા. કયાંય વિકરણો (વ્યાધિઓ) ન હતા. કોઈમાં ઉચ્ચ-નીચ, ગરીબ–તવંગરના ભેદો ન હતા. ૩૭–૩૮. વરુણદેવે તે દેશ ઉપર કૃપા કરી હતી કારણ કે જો એમ ન હોત તો તે દેશમાં સ્વાદિષ્ટ અને સ્વચ્છ પાણીવાળા, સરોવર, વાવડી અને કૂવાઓ ઘણાં ન હોત. ૩૯. તે નગરમાં સર્વ વ્યાપારીઓ રાજા જેવા હતા એમાં કોઈ શંકા ન હતી. કારણ કે તેઓનું દાન દાનશાળા કરતા જરાય ઉતરતું ન હતું. ૪૦. તે નગરમાં યુગલિકોની જેમ લોકો સ્વદારા સંતોષી, પુણ્યરૂપી કલ્પવૃક્ષ પાસેથી વાંછિતને પ્રાપ્ત કરનારા અને પાતળા ક્રોધવાળા હતા. ૪૧. પુંડરીક (સફેદ) કમળ સમાન મહેલો ઉપ૨ સ્વર્ણકુંભની શ્રેણી શોભતી હતી. તેથી કમળનો સમૂહ નગરમાંથી નીકળીને બહાર પિંડની જેમ રહ્યો. ૪૨. હરિના (કૃષ્ણના) ઉદરમાં જેમ આખું વિશ્વ હતું તેમ તે નગરની દરેક દુકાનોમાં કરિયાણા અને કપૂર વગેરેની સામગ્રી હતી. ૪૩. તે નગરમાં કોટિધ્વજાને લહેરાવતા ચૂના જેવા સફેદ રાજ્ય મહેલો જ્યોતિષના વિમાન જેવા શોભતા હતા. ૪૪. . તે નગરમાં ત્રાસ (એ નામનો મણિમા રહેલો દોષ) વગરનાં મણિવાળા હારની જેમ જગતને આનંદ આપનાર ભયથી મુક્ત કરનાર પ્રસેનજિત્ રાજા હતો. ૪૫. તેણે ઉન્મત્ત વનહસ્તી જેવા પ્રકૃષ્ટ બળવાળા શત્રુઓને પ્રબળતાથી જીતીને પોતાના નામને સાર્થક કર્યુ હતું. ૪૬. પોતાના સંગથી આકાશગંગાને પવિત્ર કરવા ઉધત થયેલી જાણે યમુના નદી ન હોય એવી ઉછળતી કાંતિવાળી ખડગલતા તેના હાથમાં ચમકી. ૪૭. ઘણાં પણ યાચકોનાં મુખરૂપી ચંદ્રોને જોવા છતાં પણ રાજાનો હાથ રૂપી કમળ કયારેય સંકોચ ન પામ્યો. કહેવાનો ભાવ એ છે કે ચંદ્રને જોઈને કમળ હંમેશા સંકોચ પામી જાય છે પણ યાચકોરૂપી ચંદ્રને જોઈને રાજાનો હાથ રૂપી કમળ સંકોચ ન પામ્યો. અર્થાત્ રાજા યાચકોને દાન આપતા ન થાકયો. ૪૮. આ રાજા સાક્ષાત્ કામદેવ છે એટલે પોતાના શત્રુની ઈર્ષ્યાથી કામદેવે પોતાની બે સ્ત્રી રતિ અને પ્રીતિ સર્વાંગથી આલિંગન કરીને રાખી. ૪૯. રૂપથી શોભતો હોવા છતાં તે પરસ્ત્રીઓ માટે ભાઈ સમાન હતો. આથી જ્યાં રૂપ છે ત્યાં ગુણો છે એ કહેવતને તેણે સાર્થક કરી બતાવી. ૫૦. પરણાયેલી શીલવતી દક્ષકન્યાઓથી જેમ ચંદ્રનું અંતઃપુર ઉજ્જ્વળ થયું તેમ પરણાયેલી રાજકન્યાઓથી આનું અંતઃપુર ઉત્તમ થયું. ૫૧. સત્ફળવાળા વૃક્ષની જેમ સમ્યક્ત્વ અને અણુવ્રત ધરનારો તે રાજા પાર્શ્વનાથ જિનેશ્વરના શાસનરૂપી આમ્રવૃક્ષ ઉપર પોપટ સમાન થયો. પ. જેમ ઈન્દ્રને ઈન્દ્રાણી, ચંદ્રને રોહિણી, કૃષ્ણને લક્ષ્મી પટ્ટરાણી છે તેમ તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. ૫૩. અનેક રાજાઓ વડે ભોગવાયેલી, જળ (પાણી)ના સંગવાળી, કાદવવાળી, હંમેશા છિદ્રને ભજનારી કાશ્યપ પુત્રી ધરિણી (પૃથ્વી)ની સાથે વિપરીત ગુણવાળી ધારિણીની સરખામણી કેવી રીતે કરી શકાય ? અર્થાત્ ધારિણી પૃથ્વીના ગુણોથી વિપરીત ગુણવાળી હતી. ૫૪. બીજી
૧. દક્ષકન્યાઓ : લોકવાયકા છે કે દક્ષ પ્રજાપતિનો પુત્ર હતો. અને તેને ઘણી પુત્રીઓ હતી. તેમાંથી નક્ષત્રના નામવાળી સત્યાવીશ કન્યાઓ (અશ્વિનીથી રેવતી સુધીની) ચંદ્રને પરણાવી હતી.