SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૮ સુશોભિત કર્યો કેમ કે મણિઓ સોનાની વીંટીમાં જડવામાં આવે છે. ૨૧. ત્યાર પછી તેને જાતિવંત અશ્વ ઉપર બેસાડ્યો. ૨૨. આની ઉપર સુંદર મોરપીંછનું છત્ર ધરવામાં આવ્યું તેથી હું માનું છું કે કિરણોથી આને સ્પર્શ કરતા સૂર્યને દૂષણ ન લાગે. ૨૩. બાર પણ પ્રકારના વાજિંત્રો વાગે છતે સુંદર ગીતો ગવાય છે. બાળકો ભેગાં થાય છે, જેમ પ્રજ્ઞા વિશાલા ભવ્ય પુરુષને શ્રી જિનાગમ પાસે લઈ જાય તેમ શ્રેષ્ઠી શ્રેણિક નંદનને ઉપાધ્યાયના ઘરે લઈ ગયો. ૨૪–૨૫ નૈવેધ સહિતની ભક્તિથી સરસ્વતી દેવીની પૂજા કરીને આણે નમસ્કાર કર્યો કેમકે તેના પ્રસાદથી જ શ્રુત સાગર પાર પમાય છે. ૨૬. અભય ઉપાધ્યાયને પૂજીને, નમીને આગળ બેઠો કેમ કે એક પદ ભણવું હોય તો આ પૂજવા યોગ્ય છે તો પછી શાસ્ત્ર ભણવા માટે શું વાત કરવી ? ૨૭. ગુરુએ સ્વયં તેને મૂળાક્ષરની વાચના આપી કેમકે ગુરુનો કમળ જેવો કોમળ હાથ પ્રથમ કલ્પવૃક્ષ જેવું આચરણ કરે છે. ૨૮. ઉપાધ્યાયે છાત્રોને લક્ષ્યથી પૂર્ણ ખડિયા વગેરે ભાજનોને આપ્યા કેમ કે સર્વપણ પોતાના સ્થાનને ઈચ્છે છે. ૨૯. આ પ્રમાણે લેખશાળાની વિધિ પૂર્ણ થઈ ત્યારે શ્રેણિક પુત્ર અભય જેમ શય્યામાંથી ઉઠીને બાળક માતા પાસે જાય તેમ શાળામાં ગયો. ૩૦. વિનયી, રસિક, પ્રાજ્ઞ અભય કોઈના કહ્યા વિના જાતે ભણ્યો. કલાપ કરવામાં મોર કોઈના ઉપદેશની અપેક્ષા રાખતું નથી. ૩૧. પછી તેણે એકસરખા, ઉઠાવદાર, ગોળ, ચોખ્ખા સુંદર અક્ષરોથી પાટીમાં હસ્તલેખન કર્યું. ૩૨. રજાના દિવસોમાં અભયે કયારેક પુષ્પોના ગુચ્છાથી, કયારેક દડાથી કયારેક પાશાથી, કયારેક પીઠ ઉપર વહન કરવાથી, કયારેક લંગડીથી, કયારેક લખોટીથી, કયારેક ભમરડાથી, કયારેક સોગઠીથી, કયારેક કોડીથી સમાનવયના બાળકો સાથે ક્રીડા કરી. અહો ! તેવા પ્રકારના (અભયકુમાર જેવા) આત્માને બાલ સ્વભાવ છોડવો દુરતિક્રમ છે. ૩૩–૩૫. તે આઠ વરસનો થયો ત્યાં સુધીમાં જેમ પદાર્થો દર્પણમાં દેખાય તેમ લેખાથી માંડીને પક્ષીઓના અવાજ સુધીની સર્વ કળાઓ તેનામાં સંક્રમણ થઈ. ૩૬. આ બાજુ અભયકુમારને કોઈક છોકરા સાથે ઝગડો થયો કેમકે કે સંગમ ઘણું કરીને દ્વેષ ઉત્પન્ન કરનારો હોય છે. ૩૭. તેણે અભયને કહ્યું : તને મંગલ સહિત પાંચ અક્ષરો આવડી ગયા છે એટલે જેમ બે હાથમાં અનાજનો દાણો લઈને ઉંદર ઊંચો થાય તેમ તું ગર્વ કરવા મંડી ગયો છે. ૩૮. હે અભય ! તું બુદ્ધિથી તો પોતાને બૃહસ્પતિ માને છે. શિવની જેમ પોતાનો પિતા કોણ છે તે ખબર નથી તો તું શેની બડાઈ હાંકે છે ? ૩૯. અભયકુમારે પણ કહ્યું : હે ભદ્ર ! આખા પૃથ્વીતલ ઉપર સૂર્યની જેમ પ્રસિદ્ધ ભદ્રશેઠ મારો પિતા છે. ૪૦. બીજા છોકરાએ પણ હસીને કહ્યું : હે માતૃપુત્રક ! (માતાના પુત્ર) તું માતામહ (નાનાને) પિતા માને છે તેથી તું બાળક છે એમ સાચું જણાઈ આવે છે. ૪૧. જે બાળકનું જરાક મીઠું મોઢું કરાવે એટલે તે બાળક કૂતરાની જેમ તેનો થઈ જાય એમાં શું આશ્ચર્ય છે ? ૪૨. તેને સાંભળીને શંકામાં પડેલા અભયે કહ્યું : હે માતા ! તું પોતાના પુત્રને કહે કે મારો પિતા કોણ છે ? ૪૩. નંદાએ પણ કહ્યું : હે વત્સ ! તારા ઉપર વાત્સલ્ય ધરાવતા આ ભદ્રશ્રેષ્ઠી બુધનો પિતા જેમ ચંદ્ર છે તેમ તારો પિતા છે. ૪૪. પછી બુદ્ધિમાન અભયે કહ્યું : હે માતર્ ! ભદ્રશ્રેષ્ઠી તો તારા પિતા છે, જેમ ગુરુ શિષ્યને સાચું કહે તેમ તું મને કહે. ૪૫. બુધ અને ચંદ્રના ઉદાહરણથી માતાએ સામાન્યથી પિતાનું સૂચન કરી દીધું છે કેમ કે જીભ સાચું બોલનારી છે. ૪૬. તે આ પ્રમાણે જેમ બુધ પ્રભામંડળમાં રહે છે અને ચંદ્ર દેશાંતરમાં રહે છે તેમ હું શ્રેષ્ઠીના ઘરે રહું છું અને પિતા દેશાંતરમાં વસે છે. ૪૭. પછી આંખમાં આંસુ લાવીને ગદ્ગદ્ સ્વરે નંદાએ કહ્યું ઃ સાક્ષાત્ કોઈક દેવ જેવો પુરુષ દેશાંતરમાંથી આવેલ હતો અને હું તેને પરણી હતી. કેટલાક દિવસો પછી તું ગર્ભમાં આવે છતે
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy