SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧ ૧૯ કેટલાક ઊંટ સવારો આવ્યા. ૪૯, તારા પિતાએ તેઓની સાથે વિચારણા કરીને જલદીથી ગયા. અભાગ્યોના હાથમાં ચિંતામણિ કેટલીવાર ટકે? ૫૦. અભયે પણ આ પ્રમાણે કહ્યું : હે માતા! જતા પિતાએ નિધાનની જેમ તારી આગળ કંઈ કહ્યું છે? ૫૧. નંદાએ કહ્યુંઃ તારા પિતા આ પત્ર આપી ગયા છે. હું અર્થને જાણતી નથી. અથવા સ્ત્રીઓની બદ્ધિ કેટલી? પર. તે પત્ર લઈને વાંચી વિચારીને ખશ થયેલ અભયે કહ્યું : હે માત ! હું તને વધામણી આપું છું કે મારા પિતા રાજગૃહ નગરના રાજા છે. ૫૩. કારણ કે પત્રમાં આ પ્રમાણે લખ્યું છે કે- UTU__ST ધવત્નમિત્તવઃ | Tની: પથિવીપના શબ્દોષનિવા |૮|| STUકુર જડી એટલે ધવત્નમતિ: અર્થાત સફેદ દિવાલવાળા પાનઃ એટલે પ્રથવીપન: અર્થાત્ રાજા કારણ કે જો શબ્દ પૃથ્વીવાચક છે. આ સાંભળીને નંદા ચિત્તમાં ઘણું વિસ્મય પામી. અહો ! આ બાળકની બદ્ધિ ત્રણ લોકમાં ચડી જાય એવી છે. ૫૫. અથવા તે પિતાના પત્રમાં શું અસંભાવ્ય હોય કારણ કે શાલિના બીજમાંથી શાલિનો અંકુરો ફુટે. ૫૬. નીતિ વિશારદ અભયે કહ્યું : પિતાનું ઘર સુંદર હોય તો પણ અહીં રહેવું યોગ્ય નથી. ૫૭. કહ્યું છે કે– સ્ત્રીઓને કુમારીપણામાં પિતા, યૌવન વયમાં પતિ, વૃદ્ધાવસ્થામાં પત્ર શરણ છે. ૫૮. આમ બીજી સામાન્ય સ્ત્રીઓ પિતાને ઘરે રહેતી નથી, રાજાની સ્ત્રીઓ તો વિશેષથી ન રહે. રૂપિયામાં ખરીદેલો મણિ સાચવી રાખવામાં આવે તો લાખમાં ખરીદેલા મણિને સુતરામ સાચવવો પડે એમાં શું કહેવાનું હોય? ૧૯. તેથી માતામહ (નાના) ના ઘરેથી પિતાના ઘરે જઈએ. નંદાએ તેની વાત માની લીધી. કોણ એવો છે જે ગામડામાંથી નગરમાં ન જાય? ૬૦. અભયે શ્રેષ્ઠીને નમીને અંજલિ જોડીને વિનંતિ કરી કારણ કે વિનય કુળને અનુસરનારું છે. ૬૧. મારો પિતા રાજા છે તેથી માતા સહિત મને ત્યાં જવાની રજા આપો. વહાલો પણ દૌહિત્ર નાનાને ઘરે રહેતો નથી. ૨. મામાને ઘરે રહેનારાઓના પિતાનું નામ પણ ભુંસાઈ જાય છે. જેના પિતાનું નામ ભંસાઈ ગયું છે એવા વરાકડા શું જીવે છે? અર્થાત્ જીવતા હોવા છતાં મરેલા જ કહેવાય છે. ૬૩. કહ્યું છે કે– ઉત્તમ પોતાના ગુણોથી વિખ્યાત છે, મધ્યમ પિતાના ગુણોથી પ્રસિદ્ધ થાય છે. અધમ મામાના ગુણોથી ઓળ ખાય છે. સસરાના ગુણોથી જે ખ્યાતિ પામે છે તે અધમાધમ છે. ૬૪. જે બહેનને આશ્રય રહીને ખ્યાત બને છે તે અધમતર છે. જેઓ જમાઈ તરીકે ઓળખાય છે તેનું નામ પણ લેવાતું નથી. ૬૫. કાનને વિધવા સૂઈ સમાન આવું વચન સાંભળીને ભદ્રશ્રેષ્ઠી વ્યથા પામ્યા. સ્નેહીજનોને પ્રિયબંધુનો વિયોગ અતિદુઃસહ છે. ૬૬. પછી બંનેને રજા આપવા શ્રેષ્ઠીએ કોઈક રીતે કબુલ્યું. એકલું દૂધ પણ દુઃખેથી ત્યાગ કરી શકાય છે તો સાકરવાળા દૂધની શું વાત કરવી ? ૨. ધન વિનાની પુત્રીઓ સાસરામાં આદરભાવ પામતી નથી એટલે પુત્રીને ઉત્તમ સામગ્રી સહિત રજા આપવા તૈયારી કરી. ૬૮. માતા પિતાએ નંદાને શિખામણ આપી કે હે નંદા! સસરાના ઘરે ગયેલી તું સાસુ-સસરાની ભક્તા થજે. કારણ કે ત્યાં તે જ તારા માબાપ છે. ૬૯. શોક્યોની સાથે બહેનની જેમ મૈત્રીપૂર્વક રહેવું કેમકે ઝગડા થાય તો આલોક અને પરલોક બંને નષ્ટ પામે છે. ૭૦. તારે પોતાના પતિને દેવતાની જેમ આરાધવો કારણ કે નીતિનું વચન છે કે સ્ત્રીને પતિ એક ગુરુ છે. ૭૧. અને પતિ હાથમાં હોતે છતે બીજાઓથી પરાભવ થતો નથી. તીક્ષ્ણ પણ બાણો બખતરધારીને શું કરી શકે? ૭૨. નંદાએ પણ પિતાની શિખામણને કલ્યાણકારી માની. એક તો ભાવત હતું અને વૈધે બતાવ્યું. ૭૩. પછી દૌહિત્રને કહ્યું તું આઠે આઠ પહોર અર્થાત્ દિવસ-રાત માતાપિતાનું કહ્યું આદરથી કરજે કેમકે માતાપિતા આ લોકના ગુરુ છે. ૭૪. હે પુત્ર! તું એવી રીતે વર્તજે જેથી પ્રજા તારી ચાહક બને. તારા પિતાએ જેમપિતાનું રાજ્ય મેળવ્યું તેમ તું રાજ્યને મેળવીશ. ૭૫. સતત આનંદમાં રહેતા તારા વિના મારું ઘર ચંદ્ર વિનાના આકાશની જેમ કેવી રીતે શોભશે? ૭૬. ભાઈ વિનાના એકલાની
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy