SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સર્ગ-૧ સૂચવનાર ખડીથી ચિતરાયેલ ધૂપ અને મુશલ સૂતિકાઘરના દરવાજાની ઉપર ડાબી અને જમણી બાજુ શોભ્યા. ૯૪-૯૫. ભાઈઓના ઘરે વિવિધ પ્રકારની તોરણ માળાઓ બંધાય છે. સુંદર વેષની રચના કરાય છે. વાજિંત્રોનો સમૂહ વગડાવાય છે. ૯૬. સધવા સ્ત્રીઓ નૃત્ય કરે છે. ગાયિકાઓ ગીત ગાય છે, અક્ષત પાત્રો આવે છે. ગુડ અને ઘી અપાય છે. ૯૭. રૂપવતી યુવતિઓ ભ્રમર અને મુખોને શણગારે છે. રાગની મૂર્તિ એવા કુકમના સ્તબકો કપાળ ઉપર આલેખાય છે. ૯૮. પટ્ટકથી યુક્ત, માંગલિક રેશમી વસ્ત્રને ધારણ કરતો આપ્રદળોથી યુક્ત ચંદ્ર પોતાના ભાઈ કલ્પવૃક્ષના સગા પુત્રોની સાથે બૃહસ્પતિને જીતી લેનાર બાળકની પાસે આદર્શ (અરીસા)ના બાનાથી વિદ્યા ભણવા આવ્યો. ૩૯૯-૪૦૦. જગતમાં ઘર કરી ગયેલ માંદ્ય (જડતા)ને મૂળમાંથી ઉખેડી નાખવા ઊંચા કરેલ વંશદંડને મોટા શિષ્યના હાથમાં આપીને, પુત્ર અને માતાનો જયજયકાર બોલાવવા શિષ્યોથી વીંટળાયેલ ઉપાધ્યાય બાળક પાસે જાણે બુદ્ધિ મેળવવા ન આવ્યા હોય તેવા લાગ્યા. ૪૦૧–૪૦૨. જાણે કુમારને ભણવા માટે અગાઉથી સ્થાનમાં વ્યવસ્થા કરવાના બાનારૂપ ન હોય તેમ શ્રેષ્ઠીએ વસ્ત્ર-તાંબૂલના દાનથી ઉપાધ્યાયની પૂજા કરી. ૩. છાત્રોનું માથું ધોઈને ગુડનો પિંડ અપાય છે. તેનાથી એવો સંકેત જણાતો હતો કે આની (અભયની) સાથે ભણતા તમે સ્નેહ અને મીઠાશથી વર્તન કરજો. ૪. દૌહિત્ર (પુત્રીના પુત્ર)ના જન્મમાં શ્રેષ્ઠીએ વધુપનક કરાવ્યું. વૃદ્ધપણામાં પણ શેઠને વર્દાપનક થયું એ આશ્ચર્ય છે. ૫. આ બાળકને સૌમ્ય અને દીપ્ત જોઈને ચંદ્ર અને સૂર્યને ગર્વ ન થાય એ હેતુથી ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યના દર્શન કરાવવામાં આવ્યા. અર્થાત્ આ બાળક ચંદ્ર કરતા સૌમ્ય છે. અને સૂર્ય કરતા દીપ્ત છે. ૬. છઠ્ઠા દિવસે તેના સ્વજનોએ ધર્મજાગરિકા કરી. આનાથી તે બાળક સદા જાગતો રહેશે એમાં કાંઈ આશ્ચર્ય નથી. અર્થાત્ પોતાના આત્મહિતમાં સદા જાગરૂક રહેશે. ૭. ફરી દશમે દિવસે સ્વજનોએ સૂતકનું શોધન કર્યું કેમ કે વિચક્ષણો ક્યારેય લોકધર્મસ્થિતિનું ઉલ્લંઘન કરતા નથી. ૮. બારમા દિવસે પોતાના સર્વસ્વજનોને ભેગાં કરીને, વિવિધ ઉત્તમ ભોજ્યોથી ગૌરવ સહિત ભોજન કરાવીને ગુરુ જેમ નવા શિષ્યનું સકળ સંઘ સમક્ષ નામ પાડે તેમ શ્રેષ્ઠીએ સર્વની સમક્ષ દૌહિત્રનું નામ પાડ્યું. ૯–૧૦. આ ગર્ભમાં હતો ત્યારે માતાનું મન અભય આપવાના ભાવવાળું થયું તેથી આનું ગુણ નિષ્પન્ન અભયકુમાર એ પ્રમાણે નામ થાઓ. ૧૧. ઘરે ઘરે કંસારની લ્હાણી કરી અથવા મીઠું મોટું કરાવ્યા વિના કોણ એનું નામ જાણે? ૧૨. પાંચ ધાવ માતાથી પાલન કરાતો બાળક જેમ સમિતિથી શુદ્ધ ચારિત્રની વૃદ્ધિ થાય તેમ વધ્યો. ૧૩. જેમ જાતિરત્ન, રત્નની સત્યપરીક્ષણ કરનારાઓના એક હાથમાંથી બીજા હાથમાં જાય તેમ ભાઈઓના એક હાથમાંથી બીજાના હાથમાં ગયો. ૧૪. જાણે શરીરમાં રહેલા મચકુંદ જેવા ઉજ્જવળ ગુણોને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા ન હોય તેમ લોકોએ આ સુભગના દરેક અંગનું ચુંબન કર્યું. ૧૫. જેમ શુકલપક્ષમાં ચંદ્ર વધે તેમ શરીર અને કાંતિથી વધતો શ્રેણિકનો પુત્ર પાંચ વર્ષનો થયો. ૧૬. સુદ પાંચમ, ગુરુવાર અને પુષ્ય નક્ષત્રનો ઉત્તમ યોગ હતો ત્યારે માતામહે એને લેખશાળામાં ભણવા મોકલ્યો. ૧૭. તે આ પ્રમાણે વ્રત ગ્રહણ કરવાના મનવાળા મુમુક્ષુને સાધુતાનો વેશ પહેરાવાય તેમ અભ્યાસ કરાવવાની ઈચ્છાવાળા સ્વજનોએ કુમારને શ્વેતવસ્ત્રો પહેરાવ્યા. ૧૮. વિભૂષા માટે એના છત્રાકાર મસ્તક ઉપર પુષ્પોનો મુકુટ બાંધ્યો કારણ પુષ્પોનું સ્થાન ઊંચુ હોય છે. ૧૯. આના હૃદયમાં રહેલી ઔત્પત્તિકી વગેરે બુદ્ધિઓને પૂજવા માટે જાણે ગળામાં સફેદ પુષ્પોની માળા પહેરાવવામાં આવી. ૨૦. વિશ્વના પણ ભૂષણ અભયને ભૂષણોથી
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy