SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૭ ૧૫૫ ગયા છે મારો પતિ પણ કયાંક ગયો છે. ૫૮. જો કોઈ મારા પતિને મારી નાખે તો સારું થાય કારણ કે મારા હાથમાં ભોકાયેલ કાંટાની જેમ ખૂંચે છે. ૫૯. હું ચોરોની સાથે જાઉં અત્યારે સુંદર એકાંત વર્તે છે. મોટા ભાગ્યોથી આવા પ્રકારનો અવસર મળે છે. ૬૦. જો હું આ ક્ષણે અહીંથી નથી ગઈ તો પછી ક્યારેય નહીં જઈ શકું. ઈન્દ્રધ્વજને પૂજવાનો અવસર વરસમાં એકવાર આવે છે. ૬૧. એમ વિચારીને તે પાપિણીએ ચોરોને ખુલ્લેખુલ્લે જણાવ્યું કે ગ્રામલક્ષ્મીની જેમ મને તમારી પલ્લીમાં જલદી લઈ જાઓ. ૨. હું તમારી રાગી અને ભક્ત પત્ની થઈશ. ખરેખર તમે મારા ભાગ્યથી ખેંચાઈને અહીં આવ્યા છો. ૬૩. તારુણ્યના ભરથી ભરેલી, રૂપ અને લાવણ્યથી શોભતી આ સામે ચાલીને પોતાને અર્પણ કરે છે તો તેને કેવી રીતે જવા દેવાય? ૬૪. એમ નિશ્ચય કરીને ચોરો આને હર્ષથી લઈ ગયા. શું શિયાળુ પાકેલી બોરડીને ક્યારેય છોડી દે? ૫. તે અટવી કેવી છે – તે અટવીમાં ક્યાંક પર્વત જેટલા મોટા હાથીદાંતના ઢગલા પડેલા છે. ક્યાંક ગાય-ભેંસ- દીપડા-હરણના ચામડાની ચિતા પડેલી છે. ૬૬. કયાંક ચમરી ગાયના ચમરો ખીલામાં લટકી રહ્યા છે. કયાંક પશુઓના હાડકાનો ઢગલો પડેલો છે. ૬૭. પછી ચોરો તેને રત્નપ્રભા પૃથ્વીની જેમ લોહી-માંસ-ચરબી-દારુ વગેરેના ઢગલામાંથી દુર્ગધને છોડતી પલ્લિમાં લઈ ગયા. ૬૮. પછી ચોરોએ પોતાના સ્વામીને અર્પણ કરી. નાયક સિવાય બીજો કોણ આવા પ્રકારની સ્ત્રીને ધારણ કરવા સમર્થ થાય? ૬૯. પલ્લિપતિએ તેને ઇન્દ્રાણીની જેમ માનીને પોતાની પત્ની બનાવી. અથવા તો ખીરને પ્રાપ્ત કરીને રંક કયાંય માતો નથી. ૭૦. તેણીએ હર્ષપૂર્વક પલ્લિનાથની સાથે વિષય સુખ ભોગવ્યું. કમલા (લમી)ની જેમ સ્ત્રીઓ નીચનો આશ્રય કરે છે. ૭૧. ચોરો ચાલી ગયા પછી લોકો ફરી પાછા ગામમાં આવ્યા. ઘરમાંથી સાપ નીકળી ગયા પછી કોણ પાછું ઘરમાં નથી આવતું? ૭ર. પાંચની સાથે રહેવું જોઈએ એ ન્યાયને યાદ કરતો હું પણ ઘરમાંથી બહાર નીકળ્યો. ૭૩. લોકો પાછા આવી ગયા પણ મારી પત્ની ન આવી. મોઢે લઈને ભાગી ગઈ હોય તો શું ક્યારેય પાછી આવે? ૭૪. ચોરો તેને લઈ ગયા છે એવો નિશ્ચય કરીને તેના ભાઈઓએ મને કહ્યું છે મહાસત્ત્વ! તું હાથપગ જોડીને કેમ બેસી રહ્યો છે? ૭૫. ઘણું પણ ધન આપીને પોતાની પત્નીને લઈ આવ. શું તે નીતિનું આ વચન નથી સાંભળ્યું કે ધન જતું કરીને સ્ત્રીનું રક્ષણ કરવું જોઈએ. ૭૬. તું વિદ્યમાન હોવા છતાં જાર પુરુષ તારી સ્ત્રીને ભોગવે તે તારા માટે કેટલું ઉચિત છે? અધમ અને કૂતરામાં શું ફરક છે? ૭૭. તેથી દ્રવ્યાદિની સામગ્રી હોવા છતાં તારે ઉપેક્ષા કરવી યોગ્ય નથી. યુદ્ધ કરીને પણ શું રામ રાક્ષસ પાસેથી સીતાને ન લાવ્યા? ૭૮. આ પ્રમાણે પ્રેરણા કરાયેલ હું બખતર પહેરીને ચાલ્યો. જો રાજા દુર્બલ હોય તો સૈનિકો વડે જ મરાય છે. ૭૯. પ્રિયાની સાથે મારો પ્રિય મેળાપ કયારે થશે એમ વિચારતો હું સાક્ષાત્ વિષ વેલડીની ક્યારી સમાન પલ્લિમાં ગયો. ૮૦. પલ્લિમાં દાનના ઉપચારરૂપ કાર્મણથી તે બંને વશ કરાયા. મેં ત્યાં એક વૃદ્ધાની સાથે સંપર્ક કર્યો. ૮૧. વૃદ્ધાએ મને આ પ્રમાણે કહ્યું : હે વત્સ! જો તું દુષ્કર કાર્ય સાધવા ઈચ્છે છે તો હું નક્કીથી કરી આપીશ. ૮૨. મેં તેને કહ્યું : હે માતા! આ પલ્લિમાં એવો કોઈ નથી જેની આગળ હું પોતાની વાત જણાવી શકે. ૮૩. ખારાપાણીવાળા મારવાડમાં મીઠા વીરડાની જેમ તું એક જ છે જે મારા કાર્યને કરી શકે. ૮૪. તેથી તે સ્વજન વત્સલ માતા! વત્સલ્યની પાસે જ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરાય છે. ૮૫. હું અમુક નામનો અને અમુક ગામનો રહેવાસી છું. ચોરો મારી પત્નીને ગ્રામમાંથી અહીં લાવ્યા છે. ૮૬. હે માતા તે હમણાં પલિપતિને ઘરે રહે છે. રત્ન જ્યાં જાય ત્યાં સર્વ રીતે શોભે છે. ૮૭. “તારા ઉપર પરમ પ્રેમને ધારણ કરતો તારો પતિ તારા ચરણના
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy