SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૭૬ : પાસે ફરી પચ્ચક્ખાણ કર્યું. ૭૯. બાકીના મુનિઓને પર્યાયના ક્રમથી ભક્તિથી વંદન કર્યું. અને દરેકને શરીર અને સંયમની સુખસાતા પૂછી. ૮૦. પછી અંજલિ જોડીને ગુરુના મુખે વ્યાખ્યાન શ્રવણ કર્યું. પછી ઉભો થઈ ગુરુને વંદન કરી પોતાના ઘરે ગયો. ૮૧. મધ્યાહ્ન જિનપૂજા કરીને, પોતાની પર્ષદાની સંભાળ કરીને ૮૨. ભક્તિથી મુનિઓને વિશુદ્ધ અન્નપાનાદિથી પ્રતિલાભીને દુર્બળશ્રાવકોને ભોજન કરાવીને, દીન–અનાથોને ભોજન આપીને મેઘની જેમ જગતને અર્થનું દાન કરીને પ્રત્યાખ્યાનનું સ્મરણ કરીને માયા વિનાના અભયે સ્વયં સાત્મ્યથી ભોજન કર્યું. ૮૪. ફરી પણ રાજ્યકાર્યોને સુનીતિથી ચિંતવીને દિવસનો આઠમો ભાગ બાકી રહ્યો ત્યારે ભોજન કર્યું. ૮૫. સંધ્યા સમયે જિનબિંબોને બહુમાનથી પૂજીને આવશ્યક કાર્ય (પ્રતિક્રમણ) કરીને ફરી સ્વાધ્યાય કર્યો. ૮૬. શક્તિમુજબ અબ્રહ્મનો ત્યાગ કરીને દેવગુરુનું સ્મરણ કરીને, પંચ નમસ્કારનું સ્મરણ કરી સમયે નિદ્રા કરી. ૮૭. પ્રભાતે નિદ્રાનો ત્યાગ થયો ત્યારે તેણે બ્રહ્મચારી મુનિઓને વિષે પરમ પ્રમોદ ધારણ કરીને ચિત્તની અંદર વિચાર્યું : ૮૮. મૂઢ જીવો સ્ત્રીઓના કાળા વાળ, મજ્જા—ધાતુ અને મળમાં પણ કેવી રીતે વૈડૂર્યમણિના કિરણોની શોભાની કલ્પના કરતા હશે. ૮૯. દિગ્મૂઢ જીવો પશ્ચિમ દિશામાં પૂર્વ દિશાની ભ્રાન્તિ કરે છે તેમ વિપર્યસ્ત બુદ્ધિ રાગાંધો પ્રીતિને લીધે સ્ત્રીના કર્ણ-ગંડસ્થળ–ઓઠ-આંખ-નાક-મુખ–દાંત આદિમાં અનુક્રમે હિંચકો– અરીસો – પ્રવાલ–કમળ–સુવર્ણદષ્ટિ- ચંદ્ર-કંદપુષ્પની કળીઓની કલ્પના કરે છે. ૯૧. તથા રૂપવંતી સ્ત્રીઓના સ્તન યુગલને હર્ષથી જોઈને મોહને લીધે સુવર્ણના કુંભ માને છે પણ લોહીના ઘડા માનતા નથી. ૯૨. એ જ પ્રમાણે વિવેકહીન જીવો સ્ત્રીઓના બાકીના અંગોમાં પણ કયાંક કંઈક પોતાની મનઘડંત કલ્પનાઓ કરે છે. ૯૩. અસ્થિર પ્રેમમાં પાગલ બનેલ મૂઢ જીવો પ્રેમિકાએ પોતાના મુખમાંથી કાઢીને આપેલ લાળ યુક્ત તાંબૂલને અમૃત માને છે. ૯૪. જેમ અશોકવૃક્ષ ફૂલોથી રોમાંચ અનુભવે છે તેમ કરુણાને છોડીને સ્ત્રીઓના ચરણના ઘાતથી મરાયેલ મૂઢ જીવો રોમાંચ અનુભવે છે. ૯૫. બાળપણથી માંડીને જેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે તેઓ શું ધન્ય નથી ? કમળોથી વાસિત કરાયેલી સ્વર્ગની વાવડી શું ધન્ય નથી ? ૯૬. જેમ સજ્જનો દુષ્ટથી દૂષિત કરાયેલ દેશને છોડી દે છે તેમ વિષયોને ભોગવ્યા વિના કે ભોગવીને જેઓ છોડી દે છે તે ધન્ય છે. ૯૭. વધારે શું કહીએ ? જે કે તે, જેવી રીતે તેવી રીતે, જે કે તે અવસ્થામાં, જ્યાં કે ત્યાં, જ્યારે કે ત્યારે કામને જીતે તો જય પામે. અમે તેની સ્તવના કરીએ છીએ. તેના વડે આ પૃથ્વી ભૂષિત કરાય છે. અમારા તેને નમસ્કાર થાઓ તેનાથી યશ પ્રસરો. જેણે કામને જીત્યો છે તે ગુણવાન છે તે કલ્યાણકારી છે. ૯૯. એવો કયો વર્ષ આવશે, એવો કયો માસ આવશે, એવો કયો પક્ષ આવશે, એવી કઈ તિથિ આવશે એવો કયો પહોર આવશે ? એવો કયો ક્ષણ આવશે ? જે ક્ષણે હું મેઘકુમારની જેમ સર્વ સંગનો ત્યાગ કરીને શ્રી મહાવીર જિનેશ્વરના ચરણમાં દીક્ષા લઈશ. ૩૦૧. જેમ સૂર્યની સાથે બુધ વિચરે છે તેમ પ્રભુના ચરણની સેવા કરતો હું તેમની સાથે કયારે વિહરીશ? ૩૦૨. એમ ધ્યાન કરીને ફરી સૂઈને, કાળે જાગીને પૂર્વની જેમ પ્રવૃત્તિમાં લાગ્યો. શું બુદ્ધિમાન કયારેય વિના કારણે આંટા મારે ? ૩. અભયે વિહિત અનુષ્ઠાનને હંમેશા હર્ષથી કર્યું. કોઈ દિવસ સૂર્યનો ઉદય ન થયો હોય એવું બને ખરા ? ૪. જેમ વૈદ્ય ઉત્તમ ઔષધોથી રોગીના શરીરને નીરોગી કરે તેમ તેણે જિનેશ્વરે બતાવેલા ધર્મકૃત્યોથી આત્માની શુદ્ધિ કરી. ૫. સુસેનાની પુત્રી પટરાણી જેમાં છે એવા અંતઃપુરની સાથે વિવિધ પ્રકારના વિનોદથી હર્ષપૂર્વક કાળ પસાર કરતો રહ્યો. ૬. જેમ ઉત્સાહ-મંત્ર-પ્રભુશક્તિના ભેદો પરસ્પર એકબીજાને બાધ કરતા નથી તેમ શાસ્ત્રો વડે બતાવાયેલ પરસ્પર નહીં બાધ કરતા ધર્મ—અર્થ અને કામ પુરુષાર્થનું સેવન કરતો
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy