________________
સર્ગ–૧૦
૨૩૯ ૧૮. ઉપકાર કરવામાં નિપુણ ગણધર ભગવંતે શેક્ષક સાધુના વચનને માન્ય કર્યું. નવવિવાહિતની જેમ નવ દીક્ષિતનાં કારણે જાણે ગણધર ભગવંતે આ નિર્ણય ન કર્યો હોય! ૧૯. પછી પોતે વિહાર કરવાના છે એમ ગણધર ભગવંતે અભયકુમારને જણાવ્યું. શ્રાવક જો પ્રવચનમાં નિપુણ હોય તો તેનું ઔચિત્ય જાળવવામાં શાસનનું ગૌરવ થાય છે. ૨૦. પછી અભયકુમારે વિનયથી પૂછ્યું: હે પ્રભુ ! આપ જલદી કેમ વિહાર કરો છો? શું આજે મારું ઘણું પણ પુણ્ય કર્મ પરવારી ગયું? ૨૧. ગણધર ભગવંતે કહ્યું છે મહામતિ નગરના લોકો નવદીક્ષિતની મશ્કરી કરે છે. તેથી આજે અમે અહીંથી વિહાર કરવાની ઈચ્છાવાળા છીએ. અહીં બીજું કોઈ કારણ નથી. ૨૨. સમસ્ત બુદ્ધિના ભંડાર અભયે કહ્યું: હે ભગવન્! આપ એક દિવસ સ્થિરતા કરો. હે મુનિપુંગવ! ત્યાર પછી તમને જે ઠીક લાગે તે કરો, ૨૩. ત્યારે ગણધર ભગવંતે કહ્યું : સારું તેમ થાઓ. સન્મતિના ભંડાર અભયકુમારે રાજભંડારમાંથી મણિની ભરેલી ત્રણ પેટીઓ મંગાવી. ૨૪. અને બજારના માર્ગમાં મૂકાવી. કિરણની કાંતિને રેલાવતી ત્રણેય પેટીઓ ઝળહળી ઉઠી. અભયની બુદ્ધિ ઉપર ખુશ થયેલી પૃથ્વીએ બતાવવાને માટે જાણે નિધિ પ્રકટ ન કર્યો હોય! ૨૫. અહીં સકલ નગરમાં લોક આવે કેમકે શ્રેણિક રાજાનો પુત્ર અભયકુમાર મણિનો ઢગલો આપે છે તેથી તેને ગ્રહણ કરીને ગરીબાઈને ટાળો. ૨૬ એ પ્રમાણે પોતાના માનીતા મનુષ્યના મુખ દ્વારા નગરની અંદર મોટેથી ઘોષણા કરાવી જેમ સાંજે ગાયનું ધણ પોતાના ઘર તરફ જાય તેમ લોકોની ભીડ બજાર તરફ ચાલી. ૨૭. જેણે સ્ત્રી-પાણી અને અગ્નિનો ત્યાગ કર્યો હોય એવો કોઈ તમારામાં હોય તે આ મણિના ત્રણેય ઢગલાને ગ્રહણ કરે. જયશ્રી સુભટમાં વસે છે. ૨૮. આ પ્રમાણે અભયકુમારે લોકને કહ્યું ત્યારે વિનયથી લોક બોલવા લાગ્યો કે અગ્નિ અને પાણીનો ત્યાગ કર્યા પછી પથરા સમાન મણિઓનું અમારે શું કામ છે? ર૯. હે સ્વામિન્ ! (અભયકુમાર) આંગણામાં બકરીને બાંધવાની ત્રેવડ નથી અને હાથી આદિની સામગ્રીને લેવા બજારમાં નીકળે તેના જેવું આ છે. પાણી–અગ્નિ અને ચકોરદસ્ (અર્થાત્ સ્ત્રી) વિના ધનનો ગ્રહ પણ તેના જેવો છે. કહેવાનો ભાવ એ છે કે ધન, સ્ત્રી વગેરે ભોગનું કારણ છે. જેના ગ્રહણથી કાર્યનો ત્યાગ થઈ જતો હોય તો તે કારણ વસ્તુના ગ્રહણથી શું લાભ? ૩૦. અભયકુમારે મધુર વાણીથી કહ્યું : તેવા પ્રકારનો ત્યાગી જો તમારામાં નથી તો સંપૂર્ણ પાપ-જલ અને અગ્નિના ત્યાગી મુનિવર મણિના ઢગલાનો માલિક થાઓ ૩૧. હે બુદ્ધિમાનો! અતિ દુષ્કર કરનારા આ મુનિ ઉપર તમે શા માટે હસો છો? આ મુનિએ સ્ત્રી વગેરેના ત્યાગથી આ મણિ રાશિનો ત્યાગ કર્યો છે. ૩૨. તૃણ–મણિ–સુવર્ણ અને રજકણ વિશે સમાન દષ્ટિવાળા, પરજન- સ્વજન- મિત્ર-શત્રુ- સ્તુતિ કરનાર– નિંદક ઉપર સમાનદષ્ટિવાળા જે મુનિસત્તમો છે તે હસન-હીલન-નિંદન કે ગહણાને યોગ્ય છે? તમે વિચારો. ૩૪. મુનિનું અલીકરણ જીવોને ભવરૂપી સમુદ્રમાં ભ્રમણ કરાવે છે તેથી ઐશ્વર્ય અને સમૃદ્ધિના ત્યાગી મુનિવરને આદરપૂર્વક નમો પૂજો અને સ્તવના કરો. ૩૫. પશ્ચાતાપને પામેલી જનતાએ કહ્યું : હે મતિરૂપી કમળ વનને વિકસિત કરવામાં સૂર્ય સમાન ! અમે ભવમાં ભમાડનાર પાપનો નાશ કરનાર તારા શાસનનો અભિલાષ કરીએ છીએ. ૩૬. હે સચિવેશ્વર ! જેમ ખલ પુરુષો સજ્જન ઉપર હસે તેમ અમે જડતાથી મુનિ ઉપર હસ્યા. હવે પછી અમે નક્કીથી કયારેય મુનિની હીલના નહીં કરીએ. ૩૭. અમે પ્રથમથી જ પાપમાં ડૂબેલા હતા. હમણાં કુવ્યવસાય કરીને અધિક પાપી થયા. એક તો પાણીમાં પડેલા હતા અને બીજું ગળામાં શિલા બાંધી. ૩૮. જેમ ધનદેવ સાર્થવાહના બળદે નદીમાંથી પાંચશો ગાડા બહાર કાઢ્યા હતા તેમ તે પરમગુરુ બનીને અમને અનીતિના માર્ગમાંથી ઉદ્ધર્યા.૩૯. જેમ સોગઠીની પરંપરા જીતનારા