SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૯૬ મુજબ બતાવવા માટે તત્પર થયા છીએ. ૬૬. પ્રતિહારે કહ્યું તમે તમારું કૌશલ બતાવો તેની ના નથી પણ તમે પહેલા આની પાસે દેવસ્થિતિ કરાવો. મનુષ્યો રીતિનું ઉલ્લંઘન કરતા નથી તેમાં પણ દેવો વિશેષથી રીતિનું ઉલ્લંઘન કરતા નથી. ૬૭. દેવોની કેવા પ્રકારની રીતિ હોય એમ પુછાયે છતે આણે આક્ષેપ સહિત તેઓને આ પ્રમાણે કહ્યું: તમે નક્કીથી મનુષ્યો હોવા જોઈએ કારણ કે તમે મૂળ કૃત્યને કરવાનું ભૂલી ગયા. ૬૮. જેમ વિવાહ પ્રસંગે સસરાને ઘરે પ્રવેશ કરતા વરને શ્લોકાદિ ઉત્તમ કાવ્યો પૂછવામાં આવે છે તેમ દેવલોકમાં ઉત્પન્ન થતા દેવને પ્રથમ કરાયેલા દુષ્કતોને પછી સુકૃતોને પૂછવામાં આવે છે. ૬૯. તેઓએ કહ્યું ઃ તમોએ આ યાદ કરાવ્યું તે સારું કર્યું. કારણ કે અમને અમારા સ્વામીની પ્રાપ્તિ થઈ તેના હર્ષના અતિરેકથી અમારું જે કર્તવ્ય હતું તે ભૂલી ગયા. અથવા હર્ષના આવેશમાં કોણ સંચલિત નથી થતું? ૭૦. અરે ! સુનીતિ ચતુર પ્રતિહાર! તું જ આ દેવસ્થિતિ પૂછ એમ તેઓએ કહ્યું ત્યારે તેણે પુછ્યું: હે પ્રભુ! પોતાના પૂર્વભવમાં આચરેલા પુણ્ય અને પાપનું સ્વયં પ્રકાશન કરો. ૭૧. રોહિણીયા ચોરે વિચાર્યું : હું દેવલોકમાં ઉત્પન્ન થયો છું તે શું સત્ય છે? અથવા તો શું આ અભયનું પડ્યુંત્ર છે? અથવા તેવા પ્રકારની સ્થિતિમાં કોણ સંદેહન પામે? ૭૨. મારે અહીં આનો નિર્ણય કેવી રીતે કરવો? અરે રે ! પ્રભુનું વચન સંભળાઈ ગયું હતું. ૭૩. જો ભગવાનના વચનની સાથે આના વચનનો મેળ પડશે તો હું સાચો જવાબ આપીશ નહીંતર કોઈક બીજો ઉત્તર આપીશ. કહેવત છે કે આડે લાકડે આડો વેર (વેધ). ૭૪. એટલામાં રૌહિણીયાએ સારી રીતે ફરી નિરીક્ષણ કર્યું તેટલામાં દેવના નેત્રના અનિમેષ વગેરે લક્ષણો પ્રભુએ બતાવ્યા હતા તે અહીંયા ન દેખાયા. તેથી હું દેવલોકમાં ઉત્પન્ન નથી થયો. તાંબાના રૂપમાં રહેલ સવર્ણ શં સોનાની પરીક્ષામાં પાસ થાય ? ૭૫. શું આ બધું કપટ નહીં રચાયું હોય? એમ રૌહિણીયો વિચારતો હતો ત્યારે પ્રતિહારે તેને જણાવ્યું : હે સ્વામિનું! તમારું ચારિત્ર સાંભળવા દેવ-દેવીઓ ઉત્સુક થયા છે. ૭૬. ચોરે કહ્યું જો કે મોટાઓને પોતાની પ્રશંસા કરવી ઉચિત નથી તો પણ ભક્તિથી અનુરક્ત થયેલ પોતાના દેવ-અને અપ્સરા પરિવારની આગળ સર્વનું પણ કથન કરાય છે. ૭૭. મેં (પૂર્વભવમાં) સુંદર દેરાસરો બંધાવ્યા હતા. વિવિધ પ્રકારની પ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ કરાવી હતી. તથા પૂજાઓ રચાવી હતી. અનેકવાર સમેતશિખર, શત્રુંજયરૈવતગિરિ વગેરેની તીર્થયાત્રાઓ કરી હતી. ૭૯. અતુલ્ય શ્રી સંઘનું વાત્સલ્ય કર્યું હતું. પાંગળા અને અંધાને સતત દાન કર્યુ હતું. હંમેશા આદરપૂર્વક દેરાસરોના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. તથા કલંકરૂપી કાદવ વિનાના શીલનું પાલન કર્યુ હતું. ચોથભક્ત, છઠ્ઠ વગેરે સુદુસ્તપ તપોને તપ્યા હતા. નિરંતર બારેય પ્રકારથી ભાવનાઓ ભાવી છે. મેં હંમેશા આવા પ્રકારના સુકૃત્યો આચર્યા છે. હવે જો ખોટું જ કહેવાનું છે તો બાકી શું રાખવું? ૮૦. દંડપાક્ષિકે કહ્યું ઃ હે વિભો! હવે પોતાના પૂર્વભવોના દુગરિત્રોનું વર્ણન કરો. શુભગ્રહોનું વર્ણન કરીને જ્યોતિષીઓ શું અશુભગ્રહોનું વર્ણન નથી કરતા? ૮૧. લોહખુરના પુત્રે તેને ફરી કહ્યું હંમેશા સુસાધુના સંસર્ગથી ક્યારેય દુશ્ચરિત્રનું આચરણ કર્યું નથી. તેનાથી બીજું જે કંઈ સંભળાયેલું છે તે અન્ય સંબંધી છે. (મારું નથી.) ૮૨. હે દંડપાશિક ! ક્યારેક ગુરુની કૃપાથી કોઈક સુકૃતમાં મેં તેવી મતિ કરી છે જેથી પાપ દૂરથી જ ભાગી ગયું. શું સૂર્યના ઉદયમાં અંધકાર રહે ખરો? ૮૩. ફરી પણ દંડપાલિકે કહ્યું: સંસારમાં હંમેશા એક સરખો ભાવ રહેતો નથી. મુનિઓને પણ અંતર્મુહૂર્ત પછી પ્રમત્તતા આવી જાય છે. ૮૪. તો પણ પરસ્ત્રીગમન ચોરી વગેરે પાપો તારા વડે ક્યાંક ક્યારેક કરાયા હશે. રોજે રોજ અતિ ઉત્તમ ખીરનું ભોજન કરવા છતાં શું અરુચિ ન થાય? અર્થાત્ થાય. ૮૫. ચોરે કહ્યું : હે પ્રતિહાર શિરોમણિ! સ્વપ્નમાં
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy