SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ એક પ્રસ્તાવના : આ ભરતક્ષેત્રમાં મહાવીર પરમાત્માના સમકાલીન મગધ દેશમાં શ્રેણિક મહારાજા થયા. શ્રેણિક મહારાજા અને નંદાનો પુત્ર અભયકુમાર થયો. જે ચાર પ્રકારની બુદ્ધિનો સ્વામી હતો. ત્પતિકી, વેનેયિકી, કાર્મિકી અને પારિણામિકી એમ ચાર પ્રકારની બદ્ધિ છે. વેનેયિકી અને પારિણામિકી એ બે બુદ્ધિ એકાંત કલ્યાણકારી છે. બાકીની બેમાં ભજના છે. રાજપુત્ર હોવા છતાં પોતાના બુદ્ધિબળથી પિતાનો પ્રધાનમંત્રી થયો. બાળપણથી જૈન શાસનને પામેલો હોવાથી આશ્રવના હેતુઓને પણ સંવરના હેતુઓ બનાવ્યા. પદ્ગલિક સુખમાં લેપાયો નહીં. પરિણામિક બુદ્ધિના પ્રભાવથી રાજ્ય મળતું હોવા છતાં તેનો સ્વીકાર નહીં કરીને આત્મ સામ્રાજ્યને પ્રાપ્ત કરાવી આપે તેવી પ્રવ્રજ્યાને સ્વીકારી મહાવીર પરમાત્માના શિષ્ય થયા. અગિયાર અંગ ભણીને ઉત્તમ આરાધના કરીને અનુત્તર વિમાનમાં અહમિન્દ્ર દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પામી ચારિત્ર ગ્રહણ કરી મુક્તિપુરીને પ્રાપ્ત કરશે. પાઠક પ્રવર શ્રી ચન્દ્રતિલક ઉપાધ્યાય શ્રીજીએ સંસ્કૃતમાં આ મહાકાવ્યની રચના કરી છે. આખો ગ્રંથ ધર્મકથાનુ યોગનો હોવા છતાં ઘણાં પદાર્થોથી ભરેલો છે. અવસરે અવસરે સુંદર પદાર્થોને કથામાં વણી લેવામાં આવ્યા છે. જામનગર નિવાસી પંડિત શ્રાવક હીરાલાલ હંસરાજે સ્વપરના શ્રેય માટે લીયંતર કરીને પોતાના શ્રી જૈન ભાસ્કરોદય છાપખાનામાં છપાવીને પ્રસિદ્ધ કરેલ છે. આત્માનન્દ પ્રકાશના તંત્રીશ્રી મોતીચંદ ઓધવજીએ સાઈઠ વર્ષ પૂર્વે ગુજરાતીમાં ભાષાંતર કરીને છપાવેલ છે જે વર્ષોથી અપ્રાપ્ય છે. ફરીથી ભાષાંતર કરીને આ ગ્રંથને સજીવન બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રંથનું ભાષાંતર કરતી વખતે મોતીચંદભાઈનું ભાષાંતર અનેક જગ્યાએ ઉપયોગી થયેલ છે. સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ જીવો ગુજરાતીમાં વાંચીને હૈયામાં મનન કરીને પરમાત્માનું શાસન પામીને વહેલામાં વહેલા મુક્તિ સુખ પામે એ જ એકની એક શુણાભિલાષા. મુનિશ્રી સુમતિશેખર વિજયજી. વિ. સં. ૨૫૪૦ કારતક સુદ-પુનમ રવિવાર, વિ.સં. ૨૦૭૦ શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસર ઓશવાળ કોલોની, જામનગર, 635
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy