SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૧૨ ૨૯૧ સચિત્ત-પુષ્પ–તાંબૂલ વગેરે તથા ચામરાદિને છોડીને ઉત્તરાસંગ કરીને એકચિત્ત અભય સમવસરણમાં પ્રવેશ્યો. ૨૦. જિનેશ્વરના મુખરૂપી કમળનું દર્શન કરે છતે કર્મોને જલાંજલિ આપતા અભયે અંજલિ જોડી. ૨૧. પરીવાર સહિત ફરી ફરી જિનેશ્વરને નમતા મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક અભયે ત્રણ પ્રદક્ષિણા આપી. રર. જિનેશ્વરને નમીને તથા સ્તવના કરીને અંજલિ સંપુટ જોડીને શ્રેણિક તથા નંદા વગેરે સ્વજનોએ કહ્યું : ૨૩. હે પ્રભુ ! સચિત્તના ત્યાગી સ્વયં અભયકુમારને ગ્રહણ કરીને સચિત્ત ભિક્ષાને ગ્રહણ કરો. ૨૪. એમ કરાવે છતે અમે આપના વડે આ સંસાર સાગરથી તરાયા છીએ. તીર્થકરને છોડીને જગતમાં બીજું કયું ઉત્તમ પાત્ર છે? ૨૫. પરોપકાર કરવામાં નિપુણ ભુવનપ્રભુએ કહ્યું : અમે સ્વીકાર કરીએ છીએ. કેમકે ગુરુઓ સંગ્રહ કરવામાં (દીક્ષા આપીને તારવામાં) ઉધત હોય છે. ૨૬. ઊભા થઈ જિનેશ્વરને નમી અભયે વિનંતિ કરી કે હે સ્વામિન્! ભવસમુદ્રમાંથી તારો. ૨૭. જિનેશ્વરની ડાબી બાજુ રહેતા આના મસ્તક ઉપર જાણે પુણ્યનો પૂંજ ન હોય તેવા ગંધનો વાસક્ષેપ કર્યો. ૨૮. પ્રભુએ તેને ચૈત્યવંદન અને પ્રદક્ષિણાદિક વિધિ કરાવી. આ વિધિની શરૂઆત જિનેશ્વરોથી થઈ છે. ર૯. પ્રભુએ તુરત જ શ્રેણિક વડે અર્પણ કરાયેલ જાણે મુક્તિનો સાક્ષી ન હોય એવો વેશ અભયકુમારને આપ્યો. ૩૦. ઈશાન ખૂણામાં લઈ જઈને ગીતાર્થ મુનિઓએ અભયને વેશ પહેરાવ્યા કેમકે ધર્મમાં મોટી લજ્જા હોય છે. ૩૧. ઈર્યાસમિતિપૂર્વક મુનિના વેશને ધારણ કરતા અભયે જિનેશ્વરની આગળ સમવસરણરૂપી સરોવરમાં હંસની લીલાને ધારણ કરી. ૩૨. પછી ત્રિભુવનપ્રભુએ સ્વયં નાના મોટા કલેશો ન હોય તેવા કેશનો લોચ કર્યો. ૩૩. પ્રભુએ સામાયિક સૂત્રના ઉચ્ચારણપૂર્વક સામયિકનું તથા પંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું. ૩૪. ઈન્દ્ર વગેરે દેવોએ અને શ્રેણિક વગેરે મનુષ્યોએ હર્ષિત થઈ અભયકુમાર ઋષિને વંદન કર્યું. ૩૫. પછી મુનિએ મનઃસંકલ્પિત ઘણા ઉત્તમ કલ્યાણોને પૂરવામાં સમર્થ દેવ વિમાન સમાન ધર્મલાભ આપ્યો. ૩૬. પછી અભયકુમાર પ્રભુને નમી અંજલિ જોડી કહ્યું : હે પ્રભુ ! ધર્મોપદેશ આપો. ૩૭. પ્રભુએ કર્યતંતુને કાપવા માટે કાતર સમાન દેવદંદુભિના નાદપૂર્વક દેશના આપવાનો આરંભ કર્યો. ૩૮. ચોરાશી લાખ યોનિથી વ્યાપ્ત સંસારમાં ત્રસપણે પામવું દુર્લભ છે તો પંચેન્દ્રિયતાની શું વાત કરવી? ૩૯. પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયા પછી મનુષ્યભવ અને આર્યદેશની પ્રાપ્તિ વધારે દુર્લભ છે. તેમાં પણ સુકુલમાં જન્મ વધારે દુર્લભ છે. તેમાં પણ ઉત્તમ જાતિની પ્રાપ્તિ દુર્લભ છે. ૪૦. ઉત્તમ જાતિ પ્રાપ્ત થયા પછી ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ દુર્લભ છે. તેમાં પણ ઈન્દ્રિયનું પટપણું અને તેમાં પણ સાધુની સામગ્રી અને તેમાં પણ ધર્મ સાંભળવાની રુચિ થવી દુર્લભ છે. ૪૧. પછી ઉત્તમ શ્રદ્ધા થવી દુર્લભ છે. આ પ્રાપ્ત થયા પછી ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ છે. વિરતિમાં ક્ષાયિક ભાવની પ્રાપ્તિ ઉત્તમ છે. ક્ષાયિક ભાવમાં પણ કેવળજ્ઞાન દુર્લભ છે. હે અભય ! તે પ્રાપ્ત થયા પછી એકાંત સુખવાળો મોક્ષ પ્રાપ્ત થાય છે. ૪૩. મોક્ષમાં જરા-મૃત્યુ-રોગ-શોક-વિપત્તિઓ નથી. તે જ તારતમ્યથી ઉત્તરોત્તર સર્વ પણ નિશ્ચયથી દુર્લભ છે. ૪૪. તેથી હે મહાભાગ! તારે વિશેષથી પંચમહાવ્રતના પાલનમાં ઘણો પ્રયત્ન કરવો જોઈએ. ૪૫. હંમેશા વ્રતોનું પાલન કર. રક્ષિકા અને રોહિણી પુત્રવધુઓએ જેમ પાંચ શાલિકણોની વૃદ્ધિ કરી તેમ તું હંમેશા વૃદ્ધિ કર. ૪૬. જેમ ઉક્લિકાએ પાંચ દાણા ફેંકી દીધા તેમ તું પ્રમાદથી વ્રતોનો ત્યાગ ન કરીશ. જેમ ભોગવતી પાંચ દાણાને ખાઈ ગઈ તેમ તું વ્રતોનું ખંડન ન કરીશ. ૪૭. અભય સાધુએ પૂછ્યું : હે ત્રિભુવન નાયક! આ રોહિણી વગેરે કોણ છે તે મને કૃપા કરીને કહો. ૪૮. હે મહાસત્ત્વ! તું સાંભળ. આજ ભરતક્ષેત્રમાં રાજગૃહ નામના નગરમાં લક્ષ્મીથી કુબેર સમાન ધન નામનો શ્રેષ્ઠી થયો. તેને
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy