SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૪ ૮૯ અને આ બાજુ કોઈ આહિરની સ્ત્રીએ માર્ગમાં પડેલી બાલિકાને જોઈને વિચાર્યુંઃ શું આ કોઈ દેવકન્યા છે? અથવા દેવાંગનાથી છૂટી પડી ગયેલી કોઈ દેવી છે? અથવા પાતાળમાંથી નીકળેલી કોઈ નાગકન્યા છે? ૨૬. હું સંતાન વિનાની છું તેથી આને લઈ લઉ તો આ માટે ઉત્તમ પુત્રી થાય. જેની પાસે પોતાનું આભૂષણ ન હોય તે શું માગીને ન પહેરે? મૃત્યુથી રક્ષણ કરવામાં સમર્થ વિધાતાએ નક્કી મારા માટે જ આ માર્ગમાં નિરાધાર પડેલી છતાં માંસરુચિ બિલાડી–જંગલી કૂતરા-ગીધ–કાગડા–ભૂંડ વગેરેથી આને બચાવી છે. ૨૮. એમ નિશ્ચય કરીને તેણે નિધાનની જેમ ગ્રહણ કરી ઘણાં હર્ષથી પોતાના ઘરે લઈ ગઈ અને પોતાની કુક્ષિમાં જન્મેલી છે એવી રીતે પાલન કર્યું. અહીં કોઈપણ ક્યાંયથી લભ્યને મેળવે છે. અર્થાત્ પોતાના ભાગ્યથી જીવને વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે. ૨. આહિરણ વડે પાલન પોષણ કરાતી દુર્ગધા બાળપણ અને કુમારાવસ્થાને અનુભવીને જેમ સાહિત્ય અને સવ્યાકરણ બંને ભણીને બુદ્ધિમાન વિશદ પ્રમાણશાસ્ત્રનું અવગાહન કરે તેમ યૌવન વયને પામી. ૩૦. જેમ સારા ગોચરમાં ચારો ચરતી ગાયો સુખપૂર્વક પુષ્ટ થાય તેમ ઘી-દૂધ-દહીં, શેરડીના ભોજનથી તે થોડા દિવસોમાં પુષ્ટ થઈ. ૩૧. હવે તે ક્યારેક શૃંગાર-લીલારસના રંગમંદિર સમાન કૌમુદી મહોત્સવ જોવા માટે માતાની સાથે નગરમાં આવી. કેમકે આ દેશ આવા પ્રકારના કુતૂહલનો પ્રિય છે. ૩૨. આખા શરીર ઉપર વસ્ત્રો પહેરીને પ્રચ્છન્નવૃત્તિથી રાજા અને અભયકુમાર રાત્રિએ લોકમેળામાં આવ્યા કારણ કે તે રીતે ઈચ્છામુજબ કૌતુક જોઈ શકાય. ૩૩. આ પોતાનો સ્વજન છે. આ પર છે, આ મહાન છે, આ બાળક છે, આ યુવાન છે, આ સ્ત્રી છે એવા કોઈ ભેદભાવ વિના અહમિન્દ્રની જેમ લોકો ત્યાં ત્યારે સ્વચ્છંદી રીતે વર્તવા લાગ્યા. ૩૪. જેમ યાત્રાના ઉત્સવ પ્રસંગે તીર્થોમાં ભીડ થાય તેમ રાસ-ગીત-નૃત્ય જોવામાં ઔસુય ધરનારા જીવોનો પરસ્પર ઘણો સંઘટ્ટો થયો. ૩૫. રાજાના ખભા ઉપર પોતાની ભુજા મૂકીને આહિરપુત્રી કૌતુક જોવા માટે ઉભી રહી. રાજા પણ ભારથી ભરેલો હોવા છતાં જાણે ભાર નથી લાગ્યો એવો ડોળ કરીને રહ્યો. દુર્ગધાના શરીરના સ્પર્શથી રાજાનો કામ નિરંકુશપણે ઉદ્દીપન થયો. સૂર્યના કિરણોના યોગથી શું સૂર્યકાંત મણિમાં અગ્નિ ઉત્પન્ન નથી થતો? ૩૭. કામના વિચારોથી અત્યંત વિહ્વળ થયેલ રાજાએ વિચાર્યું કે આનું શરીર આમ્રપલ્લવ અને શિરીષના ફૂલો કરતા પણ વધારે કોમળ અને સુંદર છે. ૩૮. જો હું માગણી કરીને આને પરણીશ તો સકલ પણ લોક ત્યારે કલ્પના કરશે કે ઈન્દ્રિયલોલુપ રાજા જે જે રૂપવતી કન્યાને જુએ છે તેને તેને વાંછે છે. ૩૯. તેથી બીજા કોઈ ઉપાયથી આને પરણું એમ વિચારીને રાજાએ જાણે સાક્ષાત્ પોતાના સમુત્સુક હૃદયને બાંધતો ન હોય તેમ તેના વસ્ત્રના છેડે ટ્વટી બાંધી. ૪૦. પછી રાજાએ અભયને કહ્યું હે વત્સ! અહીં બેઠેલા આપણે સ્વયં ક્ષણથી ચોરાયા છીએ. કોઈએ મારી વીંટી ચોરી લીધી છે. કોઈ ઉત્સુક ચોરીને બીજે દ્વારથી નીકળી ગયો છે. ૪૧. મારી વીંટી ચોરાઈ છે એનું મને બહુ દુઃખ નથી પણ સોનું ચોરાયું છે તેનું મને દુઃખ થાય છે. કેમકે હે અભય! સોનું ચોરાય તે સારું નથી ગણાતું. ૪૨. તેથી હે વત્સ! વિલંબ કર્યા વિના ચોરની તપાસ કર કેમકે અગાધ પાણીમાં પડી ગયેલ રત્નને તુરત શોધી લેવામાં ન આવે તો પછી કાયમ માટે ગયું છે એમ સમજી લેવું. ૪૩. પછી અભયકુમારે સેવકો પાસે જેમ ચોપાટ રમનારો સોગઠીઓથી ચોપાટ ઉપર બીજાની સોગઠીઓને બાંધે છે તેમ લોકને નીકળવાના બધા તારો રુંધાવી દીધા. ૪૪. દ્વારિકા નગરીની જેમ બંધ કરાયેલ નગરના કિલ્લાના દરવાજામાંથી નીકળતા એકેક માણસને તપાસ માટે લેવાય તેમ વૃંદમાંથી નીકળતા ઉત્કૃષ્ટ, સામાન્ય અને જઘન્ય સ્વરૂપવાળા એકેક માણસને અભયે તપાસ્યા. ૪૫. જેમ ગ્રંથને
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy