SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ८८ પુત્રી હતી. એકવાર ઉનાળાના સમયે તેના પિતાએ એનો લગ્ન સમારંભ યોજાયો હતો. ૬. યુગપ્રમાણ ભૂમિ ઉપર દષ્ટિ રાખીને ચાલનારા, ડાબા હાથમાં ઉત્તમ દંડને ધારણ કરનારા દર્પિષ્ઠ કામરૂપી હાથીને ભેદવા માટે જાણે શું પગની આંગડીઓના નખરૂપી અંકુશને ન વધાર્યા હોય તેવા, સાચું બોલવામાં અનુરક્ત છતાં લોકોને પીડા નહીં કરનારા, કર્મમળથી રહિત છતાં મલિન વસ્ત્રવાળા, એવા પ્રશાંત અને દાંત મુનિઓ ધનમિત્રના ઘરે ભિક્ષા લેવા પ્રવેશ્યા. ૮. સુબંધુ શ્રેષ્ઠીએ મુનિઓને વાંદીને પુત્રીને કહ્યું છે પત્રી ! તારા વિવાહ મંગળ અવસરે આ મુનિઓ પધાર્યા છે તેથી આળસુના ઘરે ગંગા અવતરી છે. ૯. માતંગના ઘરે સ્વર્ગમાંથી ઐરાવત અવતર્યો છે. વૈતાઢયની ગુફામાં મણિનો દીપ પ્રગટ થયો છે. દરિદ્રના ઘરે રત્નનો વરસાદ વરસ્યો છે. અથવા મારવાડની ભૂમિમાં કલ્પવૃક્ષ ઉગ્યો છે. ૧૦. આ મુનિઓ તારા મંગલ પ્રસંગે એકાએક પર્યત ભૂમિમાં આવ્યા છે તેથી તે વિવિધ પ્રકારના મનોહર એષણીય ભોજનથી સ્વયં તેઓને પ્રતિલાભિત કર. ૧૧. પછી ઉત્તમ સુવર્ણના આભૂષણોથી અલંકૃત, ચંદન, અને કપૂરના વિલેપનથી વિલિંપિત, ઉત્તમ વેશથી સજ્જિત, પ્રમોદને ભજનારી ધનશ્રી મુનિઓને વહોરાવવા ઊભી થઈ. ૧૨. ભવિષ્યમાં અહીં રહેવાનું છે તેથી અગાઉથી જો પોતાના આવાસને જોવા માટે જાણે ઉત્સુક ન હોય તેમ મુનિઓના પરસેવાના કારણે ભિના થયેલ મલિન વસ્ત્રોની ગંધ ધનશ્રીની નાસિકામાં પ્રવેશી ગઈ. ૧૩. પોતાની નાસિકાને અત્યંત મચકોડતી, શૃંગારમાં મૂઢ થયેલી તેણીએ વિચાર્યું : જિનેશ્વરોએ સકલ અંશથી પણ સુંદર અને શંકાદિ દોષોથી રહિત ધર્મ જગતમાં પ્રરૂપ્યો છે. ૧૪. પરંતુ જો અચિત્ત પાણીથી સ્નાન કરાય તો શું દૂષણ લાગે? આમ પરસેવાના મળથી ખરડાયેલ વસ્ત્રો ધારણ કરતા સાધુઓએ શું ઘાંચીની જેમ ભમવું જોઈએ? ૧૫. એમ સ્વમતિ કલ્પનાથી ચિંતવતી ધનશ્રીએ ત્યારે દુઃસહ દુર્ગધ નામ કર્મને બાંધ્યું કેમકે જીવ ધ્યાન અનુસાર કર્મ બાંધે છે. ૧૬. હે રાજનું! આની આલોચના કર્યા વિના કાળથી મરીને આ નગરમાં ગણિકાની કુક્ષિમાં ઉત્પન્ન થઈ. જેમ વૈરાગીઓની લક્ષ્મી અરતિને ઉત્પન્ન કરે તેમ તેણીએ માતાને અરતિ ઉત્પન્ન કરી. ૧૭. હે રાજનું! ગર્ભને પાડવા પણાંગનાએ પ્રગહન ઔષધના સમૂહને પીધો તો પણ ગર્ભ પડ્યો નહીં કેમકે નિકાચિત આયુષ્યમાં કોઈ ઉપક્રમ લાગતો નથી. ૧૮. વેશ્યાએ આજે જ પુત્રીને જન્મ આપ્યો છે અને પાકેલા વ્રણમાંથી નીકળેલ પરુને જેમ છોડી દેવાય તેમ કર્મના યોગથી દુર્ગધની ભાજન બનેલી પુત્રીને જલદીથી માર્ગમાં મૂકી દીધી છે. ૧૯. ફરીથી રાજાએ જિનેશ્વરને પૂછયુંઃ આ વેશ્યાની પુત્રી હવે કેવા સુખ દુઃખને ભોગવશે કેમકે નારકના જીવ સિવાય બીજો કોઈ એકાંત દુઃખી નથી. ૨૦. પ્રગટ થયેલ કેવળજ્ઞાનથી સંપૂર્ણ લોકના ક્ષેત્રને સાક્ષાત્ જોનાર પ્રભુએ કહ્યું ઃ આણે પૂર્વે ઉપાર્જન કરેલ સકલ દુઃખને ભોગવી લીધું છે હવે પછી સુખને ભોગવશે તેને સાંભળ. ૨૧. હે શ્રેણિક! આઠ વરસની થશે ત્યારે આ તારી પ્રિય પત્ની બનશે. વણકરે વણેલી અત્યંત સુકોમળ પટ્ટપટી શું રાજાઓને ઉપયોગી નથી બનતી? રર. હે પ્રભુ! આ જ મારી રાણી થઈ છે એમ કેવી રીતે જાણવું? એમ કૌતુકથી રાજાએ પૂછ્યું ત્યારે ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના જ્ઞાતા પ્રભુએ ક્ષણથી જવાબ આપ્યો – ૨૩. હે રાજનું! તું સ્ત્રીઓની સાથે હર્ષથી, ક્રીડા કરતો હોઈશ ત્યારે તારી પીઠ ઉપર પર્યાણની લીલાથી જે આરોહણ કરશે તે ક્ષણે તારી દુર્ગધારાણી છે એમ જાણજે. ૨૪. અહો ! માનસરૂપી સરોવર માટે હંસિકા સમાન આ મારી પ્રિય પત્ની કેવી રીતે થશે? એમ કૌતુહલ પામેલ રાજા જિનશ્વરને નમીને પોતાના ઘરે ગયો. ૨૫. ૧. પ્રગહ : બળાત્કારે પકડીને ખેંચી લે તેવા તીવ્ર ઔષધો
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy