SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૭ ૧૬૭ વિષયોના સમૂહને જીતનારો હું પોતાને ગામે ગયો. ૧૯. ભાઈઓને પોતાનો અભિપ્રાય યથાસ્થિત જણાવીને સર્વ સંસારના દુ:ખમાંથી છોડાવનાર વ્રતને ગ્રહણ કર્યું. ૨૦. હે મંત્રિન્ ! આ અતિભય મને યાદ આવી ગયો. આ મનરૂપી મર્કટ ક્યાંય પણ ક્યારેય પણ વારંવાર ભમે છે. ૨૧. મંત્રીઓમાં શિરોમણિ અભયે મુનિપંગવને કહ્યું ઃ હે ભગવન્! તમે જે કહ્યું કે તે પ્રમાણે છે પણ મુગ્ધ લોકો બોધ પામતા નથી. ર૨. તમે જ જ્ઞાનચક્ષુથી સ્ત્રીના સ્વરૂપને જાણ્યું છે. નિર્ધામક વિના સમુદ્રનો મધ્યભાગ જાણી શકાતો નથી. ૨૩. સ્ત્રી સંગને છોડનારા તમે જ ધન્ય છો. જેના તેનાથી શું લોખંડની શૃંખલા તોડી શકાય? ૨૪. તમે જ પરમ શૂર છો, તમે જ પરમ સ્થિર છો. તમે જ પૃથ્વી ઉપર ધીર છો, તમે જ ગુણની ખાણ છો. ૨૫. તમે જ ક્ષમાના આધાર છો, તમે જ યશસ્વી છો. તમે જ સુગંભીર છો, તમે જ બંધુર (સુંદર) છો. ૨૬. તમે જ કામદેવને જીતનારા છો, તમે જ વિચક્ષણ છો, તમે જ દેવ છો, તમે જ લક્ષણવંત છો. ૨૭. કામભોગથી નિરાકાંક્ષ, શાંત- દાંતેન્દ્રિય, અભ્યદય ફળના કાંક્ષી તમે સ્ત્રીજનનો સંગ છોડ્યો છે. ૨૮. યોનયમુનિનું કથાનક ત્યાર પછી ચોથા પહોરમાં છેલ્લા મુનિ જાણે જંગમ કલ્પવૃક્ષ ન હોય એવા ગુરુની સેવા કરવા ઉપાશ્રયમાંથી નીકળ્યા. ર૯. જેમ અગ્નિથી સિંહ ભય પામે તેમ કંઠપીઠ પર લટકતા સુંદર હારથી આ મુનિ ભય પામ્યા. ૩૦. નક્કીથી દદ્રાંક દેવે આપેલો આ હાર છે. આવા પ્રકારનો હાર મનુષ્ય વડે ન બનાવાયેલ હોય. ૩૧. આના માટે જ રાજાએ પુત્રને ઉગ્ર આજ્ઞા ફરમાવી છે. રાજ્ય જેટલી કિંમત ધરાવતા હાર માટે શું ન કરાય? ૩૨. મુનિ પુંગવો જેને જોવાની ઈચ્છા નથી કરતા તે હાર ગુરુનું અલંકાર કેવી રીતે થાય? ૩૩. હાર ચોરીને ચોરે કંઈ સુંદર નથી કર્યું. સકલ પણ નગરમાં બીજો લોક વિદ્યમાન હતો ત્યારે ૩૪. જેને સાળા નથી, સાસુ નથી એવા ગુરુના કંઠમાં આ દિવ્ય હાર નંખાયો તે જ હાસ્યને ઉત્પન્ન કરે છે. ૩૫. આ પ્રમાણે સંભ્રમથી બ્રાન્ત થયેલા વસતિમાં પ્રવેશતા જાણે પૂર્વના મુનિઓના ભયની સ્પર્ધા ન કરતા હોય તેમ ભયાતિભયને કહ્યું. ૩૬. પૂર્વના સાધુઓ જે બોલ્યા હતા તે જ આ સાધુ બોલ્યા. જાણે પરસ્પર આ સાધુઓએ મંત્રણા ન કરી હોય તેમ વિચારતા નંદાના પુત્રે કહ્યું- શું તમને પણ ભય પડે છે? શું સૂર્યના કિરણો પાસે અંધકાર ઉભો રહે? ૩૭. આલોક –પરલોક આદાન-મરણઆજીવિકા–અકસ્માત અને અપયશ એમ સાત પ્રકારના ભય છે. ૩૮. જેમ ઉપશાંત મોહ ગુણ સ્થાનકે સાત કર્મોનો બંધ નથી તેમ સાધુઓને સાત ભયોનો ભય નથી. ૩૯. યોનય સાધુએ કહ્યું છે મહામતિ તું સાચું કહે છે. ૪૦. પરંતુ ગૃહસ્થપણાના ભયને ચડી જાય એવો ભય મને યાદ આવ્યો. ૪૧. અભયે કહ્યું હું તેને સાંભળવા ઈચ્છું છું. મુનિ સત્તને પોતાનું ચરિત્ર કહેવું શરૂ કર્યું. ૪૨. સુરાગારથી રહિત છતાં પણ ઘણાં દેવમંદિરવાળી, પરચક્રનો પ્રવેશ નથી થયો છતાં શ્રેષ્ઠ ચાક્રિકો તેમાં ભ્રમણ કરતા હતા. ૪૩. અખંડગુણથી પૂર્ણ હોવા છતાં સગુણના ખંડથી યુક્ત છે. અલ્પલવણવાળી હોવા છતાં આશ્ચર્ય એ છે કે બહુ લાવણ્યથી ભરેલી હતી. ૪૪. બધી દિશામાં વિશાલ હોવા છતાં ઘણાં કિલ્લાથી સુશોભિત હતી. જળવાળી હોવા છતાં જડ વગરની હતી. આવા પ્રકારની ઉજ્જૈની નગરી હતી. ૪૫. તેમાં ધનદત્ત ૧. આલોક ભય – સ્વજાતિનો ભય અર્થાતુ મનુષ્યને મનુષ્યથી, દેવને બીજા દેવથી, તિર્યંચને બીજા તિર્યંચથી અને નારકને બીજા નારકથી ભય આવે તે આલોક ભય. ૨. પરલોક ભય - પરજાતિનો ભય – મનુષ્યને દેવનો ભય, તિર્યંચને મનુષ્ય કે દેવનો ભય, વગેરે. ૩. આદાન ભય - ચોરાઈ જવાનો ભય. ૪. મરણ ભય – મૃત્યુનો ભય ૫. આજીવિકા ભય – મારી આજીવિકા ચાલશે કે નહિ.૬. અકસ્માત ભય - વિજળી વગેરેના ભય, પડી જવાનો ભય વગેરે ૭. અપયશ - હું આ કાર્ય નહીં કરું તો લોકમાં મારો અપજશ થશે એવો ભય.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy