SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર ચરિત્ર ૧૬૬ અર્થાત્ છે. ૮૮. હું માનું છું કે લોકમાં અમૃતરસની વાત જ સંભળાય છે. ખરેખર આજ અમૃત છે પરંતુ મુગ્ધ લોકો જાણતા નથી. ૮૯. હું વિશેષથી સાવધાન થયો ત્યારે તેણીએ કહ્યું ઃ આ તમારા જમાઈનું અત્યંત સુંદર માંસ છે. ૯૦. વિસ્મિત થયેલી વૃદ્ધાએ કહ્યું ઃ હે પુત્રી ! મારી આગળ આવું અજુગતુ કેમ બોલે છે? ૯૧. ખુશ થયેલી પુત્રીએ પોતાનું સર્વ ચરિત્ર કહ્યું. પાપ કર્યા પછી પાપીઓને અલૌકિક આનંદ થાય છે. ૯ર. હે વત્સ! તું ઘણી ભ્રમિત થઈ છે. પતિની આવા પ્રકારની દશા કરીને સારું ન કર્યું. ૯૩. ઘણાં લંપટ બનીએ તો પણ સ્થાન અવશ્ય વિચારવું જોઈએ અથવા તો મત્ત પણ હાથી પોતાના સૂંઢની રક્ષા કરે છે. ૯૪. આ પ્રમાણે વૃદ્ધાએ પોતાની પુત્રીને શિક્ષા આપી. પાપી પણ વૃદ્ધોની પાસે કંઈક સમજણ હોય છે. ૯૫. હૃદયમાં ઇર્ષા ધારણ કરતી પુત્રી વૃદ્ધાને કંઈક કહેવા લાગી. કારણ કે અભિમાનીઓને શિક્ષા કયારેય સુખદાયક બનતી નથી. ૯૬. ના પાડી હોવા છતાં પતિએ શા માટે ઊંચું જોયું? તેથી પોતાએ કરેલા ફળને ભોગવે. ૯૭. હે માતા ! મેં ધાર્યું હતું કે શૂળીમાં ભેદાયેલા પુરુષના ઘણાં માંસને લઈને હું પોતાના ઘરે કૃતકૃત્ય થયેલી આવીશ. ૯૮. જે કહેલા વચનને કરતો નથી તે આવી શિક્ષાને જ યોગ્ય છે. શું ક્યાંય ગધેડાના કાન આમળ્યા વિના શું સીધો ચાલે? ૯૯. પત્નીની ચેષ્ટાને જોતો અને વાણીને સાંભળતો મારે ભયના અંકરાની જેમ ચારે બાજથી રોમાંચ ઊંચા થયા. 500. કામદેવના તીક્ષ્ય બાણથી વધાયેલા મને ધિક્કાર થાઓ આ સ્ત્રી કુલવતી છે એમ સમજીને હર્ષથી પરણ્યો. ૬૦૧. આ મ્લેચ્છની સ્ત્રીઓ કરતા પણ અતિશય અધમ ચારિત્રવાળી થઈ. અથવા સુંદર રૂપ હોવા છતાં પણ ઈન્દ્રવારુણ કડવું હોય છે જ. ૬૦૨. જો શીલાદિ ગુણો મચકુંદ સમાન નિર્મળ ન હોય તો બકરીના આંચળ જેવા કુલનું શું કામ છે? ૩. જો સુંદર ગુણો છે તો કુલાદિનું શું કામ છે? ગુણ વિનાના પુરુષોનું કુળ જ કલંકરૂપ છે. ૪. ગુણ માટે કુલ ઈચ્છાય છે. જો ગુણોથી રહિત કુળ છે તો તે કુળનું શું કામ છે? દૂધ માટે ગાય રખાય છે. દૂધ નહીં આપતી ગાયનું શું કામ છે? ૫. આ કુલીન છે એમ જાણીને એના ઉપર રાગી થયો. જો હવે આનામાં આવા લક્ષણો છે તો જાતિ દિશામાં જાય, કુળ પાતાળમાં જાય, લક્ષ્મી અદશ્ય થાય. રૂપ વિરૂપતાને પામે. ૭. પરંતુ પુરુષોને એક જ પરમ શીલ મળે જેનાથી આ ભવ અને પરભવમાં શુભની પરંપરા થાય. ૮. તેથી ગૃહસ્થરૂપી પક્ષી માટે પાશ સમાન ગૃહવાસથી સર્યું. કોણ પારતંત્ર્ય રૂપી આ અગ્નિથી દાઝેલો સ્વાતંત્ર્યને ન ઈચ્છે? ૯. વૈરાગ્ય પામેલો હું ત્યાંથી તે જ પગલે પાછો ફર્યો. આગળ કૂવો જોઈને કયો ડાહ્યો પાછો ન ફરે? ૧૦. પાછો ફરીને હું તે જ યક્ષિણીના મંદિરમાં સૂતો અથવા તો બીજા નિમિત્તથી પણ દેવની સેવા અભાવહ છે. ૧૧. ચિંતામાં ડૂબેલો હોવા છતાં પણ મને ક્ષણમાત્રથી ઊંઘ આવી ગઈ. અથવા શૂળી ઉપર ચડેલાને પણ ઊંઘ આવી જાય છે. ૧૨. હે મગધાધિપનિંદન! ઘવડોના હર્ષની સાથે મારી રાત્રિ જલદીથી પસાર થઈ. ૧૩. અંધકારના ક્ષયથી પૂર્વ દિશાનું મુખ વિકસિત થયું. માલિન્યનો નાશ થયે છતે કોણ ઉજ્વળ ન થાય? ૧૪. બાકીની પણ દિશા નિર્મળમુખવાળી થઈ. અથવા તો સર્વે પણ પૂર્વે બતાવેલા આચારનું પાલન કરે છે. ૧૫. મુનિઓ મધુર સ્વરથી આવશ્યક કરવા લાગ્યા. મુનિઓ દિવસે પણ મોટેથી નથી બોલતા તો રાત્રે કેવી રીતે મોટેથી બોલે? ૧૬. જે શ્રાવક સાધુની ઉપાસના કરે છે તેઓ પણ આવશ્યકાદિમાં પ્રવૃત્ત થયા. જેઓ ધર્મમાં પ્રવૃત્ત થાય છે તે ઉચિત જ છે. ૧૭. બાકીના પણ ગૃહસ્થો જલદીથી ગૃહકાર્યોમાં પ્રવૃત્ત થયા. લોકો હંમેશા સંસારના કાર્યોમાં ઉત્કંઠિત હોય છે. પત્નીને ત્રિવિધ-ત્રિવિધ પ્રકારે હેલાથી છોડીને ૧. ઈન્દ્રવારુણ – એક પ્રકારનું ફળ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy