SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૨ ४७ છે એવું કુકર્મ શા માટે કર્યું? ૯૪. તેવા પ્રકારના જ્ઞાનથી રહિત, ઘણાં પુત્રોવાળા તિર્યંચો પણ પોતાના સંતાનોને આ પ્રમાણે તરછોડતા નથી તેમાં પણ તારા જેવી કુલીન મનુષ્ય સ્ત્રી તો કેવી રીતે પુત્રનો ત્યાગ કરે? ૯૫. વસતિથી ભરપૂર રાજ્ય મળે,રાજાનો અવિનાશી પ્રસાદ મળે, અતુલ સૌભાગ્યલક્ષ્મી મળે, ભવનમાં કામદેવ સમાન રૂપ મળી જાય. ભણ્યા વિના સુકલાનો કલાપ આવડી જાય, રોગ વગરના સર્વ ભોગો મળે, શત્રુઓને પીડા ઉત્પન્ન કરે એવી નિર્મળ કીર્તિ મળી જાય પંરતુ પુત્ર ક્યાંય ન મળે. ૯૭. પુત્ર માટે સ્ત્રીઓ દિવસ અને રાત અંબાદિક વગેરે દેવીઓની પૂજા કરે, મૂળિયા ઘસીને પીએ, કેડ અને બે ભુજાઓમાં રક્ષા પોટલીઓ બાંધે ૯૮. જે સ્ત્રીઓ ઘણાં જ્યોતિષીઓને પોતાનો ગ્રહાચાર પૂછે છે તો પછી જેમ પુણ્યહીન પૃથ્વી ઉપર ચિંતામણિ રત્નને ફેંકી દે તેમ મળેલા પુત્રને તું શા માટે ત્યજી છે. ૯૯. રાણીએ કહ્યુંઃ હે પ્રિયતમ! આ તમારી વાત સાચી છે તો પણ જેમ કંસ ઉગ્રસેનનો વૈરી થયો હતો તેમ આ તમારો વૈરી પુત્ર પાક્યો છે. ૫00. નહીંતર આ ગર્ભમાં આવ્યા પછી મને આવો મહાપાપ દોહલો કેવી રીતે થાય? થોડુંક પણ લસણ પેટમાં જાય તો શું મનુષ્યને દુર્ગધ નથી આવતી? ૫૭૧. પુત્રના સ્નેહી રાજાએ કહ્યું : હે હરિણાક્ષિ! પુત્ર કદાચ વૈરી થાય તો પણ તે પાલન કરવા યોગ્ય છે. પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય. ૫૦૨. હે વિચક્ષણા! જો તું આ પ્રમાણે પ્રથમ પુત્રનો ત્યાગ કરીશ તો જેમ કુશના અગ્રભાગ ઉપર રહેલા ઝાકળ બિંદુઓ ટકતા નથી તેમ તારા બાકીના સંતાનો પણ નહીં જીવે. ૩. પોતાને અનિષ્ટ હોવા છતાં પણ પતિના વચનથી રાણી પુત્રનું પાલન કરે છે. શું મહાસતીઓ ક્યારેય, ક્યાંય પતિની આજ્ઞાનો ભંગ કરવા તૈયાર થાય? ૪. ચંદ્રની જેમ પોતાની કાંતિથી આણે અશોકવાટિકાને ઉદ્યોદિત કરી આથી રાજાએ પુત્રનું નામ અશોકચંદ્ર પાડ્યું. પ. કુકડાએ આની ટચલી આંગળી કરડી ખાધી તેની પીડાથી તે રડ્યો. ઉકરડા ઉપર ફેંકી દેવાયો છતાં આટલો કાળ જીવતો રહ્યો તે જ આશ્ચર્ય છે. ૬. રાજાએ પરુ ઝરતી આંગડીને પોતાના મુખમાં રાખી. મુખની ગરમીથી બાળકની પીડા શાંત થઈ. જગત પિતાની પુત્ર ઉપરના અનુરાગની પ્રશંસા કરે છે જ્યારે પુત્ર પિતાને વૈરભાવથી ભજે છે. ૭. રૂઝ આવ્યા પછી તેની આંગળી જરાક કુંઠિત થઈ. તેથી બધા છોકરાઓએ મળીને મશ્કરીમાં તેનું બીજું નામ કુણિત પાડ્યું. ૮. જેમ પૂર્ણિમાના દિવસે પૂર્વદિશા ક્રમથી સૂર્ય અને ચંદ્રને જન્મ આપે તેમ ચેલણાએ ક્રમથી તેજસ્વી કાંતિના ભંડાર સારા રૂપવાળા ઉત્તમ હલ્લ અને વિહલ્લ નામના બે પુત્રોને જન્મ આપ્યો. ૯. ચેલ્લણાની કુક્ષિમાં જન્મ પામેલા આ ત્રણેય પુત્રો નગરમાં ચંક્રમણ કરનારા પિતાને આનંદ આપનારા થયા. જેમ ત્રિકુટ પર્વતના ત્રણ ઊંચા શિખરો પર્વતને શોભાવે તેમ ઝગડા અને કૂડકપટથી રહિત ત્રણેય ભાઈઓ શોભ્યા. સ્કુરાયમાન થતા ભામંડલની શોભા સમાન, જનક રાજાને હર્ષ ઉત્પન્ન કરનાર, દાક્ષિણ્યના ભંડાર, દૂષણોના વેરી, ગરુડને અનુકૂળ, વડીલોની પર્વત જેવી મહાન પ્રતિજ્ઞાઓને પાર પાડનાર એવા રામ જે રીતે લક્ષ્મણ, ભરત અને શત્રુનની સાથે શોભ્યા તે રીતે નિર્ભય અભયકુમાર ત્રણ ભાઈ અશોકચંદ્ર, હલ્લ, અને વિહલ્લ સાથે હંમેશા શોભ્યો. એમ શ્રી જિનપતિસૂરિ પટ્ટ લક્ષ્મી ભૂષણ શ્રી જિનેશ્વર સૂરિના શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વડે વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચરિત્ર અભયાંકમાં નંદાનો પ્રવેશ, અભયકુમારનો વિવાહ, સુલતાને પુત્રોની પ્રાપ્તિ ચલ્લણાનું હરણ, શ્રેણિક અને કુણિકનો પૂર્વભવ, કૂણિક, હલ્લ, વિહલ્લની ઉત્પત્તિ નામનો બીજો સર્ગ પૂર્ણ થયો. (સર્ગ-૨, સમાપ્ત)
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy