SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૫ ૧૦૧ એકાંતમાં રહીને આદ્રકુમારે મોક્ષનગરની શેરીની જેમ પેટીને જલદીથી ઉઘાડી. ૫. તેણે અંધકારને નાશ કરવામાં સમર્થ, પરમાત્માની કલાની જેમ પેટીમાં રહેલી યુગાદિ દેવની પ્રતિમા જોઈ. ૬૬. પછી ચિત્તમાં વિચાર્યું શું આ કોઈ ઉત્તમ આભૂષણ છે? શું તેને મસ્તકે ધારણ કરું? શું તેને ગળામાં ધારણ કરું? શું બે કાનમાં પહેરું? અથવા શું બે ચરણમાં પહેરું? અથવા તો શું બે હાથમાં પહેરું અથવા તો શું છાતી ઉપર ધારણ કરું? અથવા બીજા કોઈ અંગમાં ધારણ કરું? અથવા તો શું આ કોઈ બીજી વસ્તુ છે? ૬૮. મેં આ વસ્તુને પૂર્વે કયાંક જોઈ હોય એવું લાગે છે પરંતુ પોતાના ગર્ભાવાસની જેમ તેને યાદ કરી શકતો નથી. દ૯. આ પ્રમાણે ચિંતવતા તેને જાતિસ્મરણ ઉત્પન્ન કરે તેવી મૂર્છા થઈ. અથવા કષ્ટને ભોગવ્યા વિના ફળની પ્રાપ્તિ થતી નથી. ૭૦. તરત જ જાતિ સ્મરણજ્ઞાનને પામેલા આન્દ્રકુમારને જેમ મૂચ્છ ચાલી ગયા પછી ભુલાઈ ગયેલું પ્રભાતે યાદ આવે તેમ પૂર્વભવના વૃત્તાંતનું સ્મરણ થયું. ૭૧. પૂર્વના ત્રીજા ભવમાં હું મગધ દેશમાં વસંતપુર નગરમાં સામાયિક નામનો ગૃહસ્થ હતો. ૭૨. બંધમતી નામે મારી પ્રિય પત્ની હતી. જંગમ કલ્પવૃક્ષ જેવા સુસ્થિત નામના આચાર્ય ભગવંત પધાર્યા હતા. ૭૩. પછી હું પત્નીની સાથે તેને વંદન કરવા ગયો હતો. પ્રગટ થયેલ નિધિને લેવા કોણ ઉતાવળ ન કરે? ૭૪. આદરથી નમસ્કાર કરીને પત્ની સહિત મેં તેમના મુખે ધર્મ સાંભળ્યો કેમકે ચંદ્રમાંથી અમૃત જ મળે. ૭૫. જેમ સુમંત્રથી વિષનો વેગ શરીરમાંથી નીકળી જાય તેમ તેમના વચનથી અમારા અંતઃકરણમાંથી ભોગની સકલ ઈચ્છા નીકળી ગઈ. ૭૬. અમે બંનેએ સુસ્થિત આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. સર્વ પણ પ્રયત્નનું પ્રધાન ફળ હોય છે જ. ૭૭. સદા પણ વ્રતને પાળતો હું સાધુની મધ્યમાં રહ્યો. મારી પત્ની સાધ્વીઓ પાસે રહી. સદાચારથી જ ધર્મ સિદ્ધ થાય છે. ૭૮. એકવાર હું ગુરુની સાથે વિહાર કરતો નગરમાં ગયો. સાધ્વીઓની સાથે રહેલી બંધુમતી તે વખતે ત્યાં આવી. ૭૯. સંવેગથી દીક્ષા લીધી હોવા છતાં પણ બંધુમતીને જોતા મેં પૂર્વના ભોગોને યાદ કર્યા. કેમકે કર્મની ગતિ વિચિત્ર છે. ૮૦. પોતાને ભૂલી જઈને હું તેની ઉપર અત્યંત રાગી થયો. કામાધીન પ્રાણી પોતાની અવસ્થાને વિચારતો નથી. ૮૧.મેં પોતાનો અભિપ્રાય બીજા સાધુને જણાવ્યો. તેણે પણ પ્રવર્તિનીને જણાવ્યો. સંતો માલિન્યના ભીરુ હોય છે.૮૨. તે પ્રવર્તિનીએ પણ બંધુમતીને સર્વવૃત્તાંત જણાવ્યો કારણ કે બધા ધાર્મિક આત્માઓને આવા પ્રકારની મતિ હોય છે. ૮૩. સતી સાધ્વી બંધુમતી તેને સાંભળીને વિષાદ પામી. ધર્મકૃત્યમાં અજુગતું જોઈને કોણ કોણ ખેદ નથી પામતું? ૮૪. બંધુમતીએ પ્રવૃત્તિનીને જણાવ્યું ગાઢ રાગના વશથી જો આ મદવાન હાથીની જેમ મર્યાદા ઓળંગે તો ત્યારે બંને પણ પ્રકારે અબળા મારી અહીં વૃદ્ધ ગાયની જેમ કઈ ગતિ થશે? ૮૬. હું દૂર દેશાંતરમાં ગયા છતાં પણ જો ચંદ્ર કમલિનીની ઉપર જેમ રાગ ધારણ કરે છે તેમ નક્કીથી આ રાગ ધારણ કરશે તો આ મહાનુભાવ મારા નિમિત્તે ભવમાં પડશે. હે સ્વામિની! મારું અને તેનું શીલ ખંડન ન થાઓ. ૮૮. તેથી હે ભગવતી ! હું જલદીથી મરણને સ્વીકારીશ કેમકે વિષમ કાર્ય ઉપસ્થિત થયે છતે પોતાનો વિનાશ (મરણ) પણ સુંદર છે. ૮૯. અનશનને સ્વીકારીને સત્ત્વની સમુદ્ર બંધુમતી સાધ્વીએ ગળાફાંસો ખાઈને દુઃખની સાથે જ જીવિતનો ત્યાગ કર્યો. ૯૦. પછી બંધુમતી ક્ષણથી દેવલોકમાં ગઈ. જેવી તેવી રીતે મરેલા શુભાત્માઓની પણ શુભ ગતિ થાય છે. ૯૧. તેના વૃત્તાંતને જાણીને હું પશ્ચાત્તાપને પામ્યો અને મેં વિચાર્યું : મહાપાપ કરનાર મને ધિક્કાર થાઓ. ૯૨. કારણ કે પરમાર્થથી તો મે બંધુમતી સાધ્વીને હણી છે. ફક્ત ઋષિ હત્યાજ નહીં સ્ત્રી હત્યા પણ સાથે લાગી છે. ૯૩. તેથી હું માનું છું કે મને નરકમાં પણ સ્થાન નહીં મળે. આ લોકમાં હું હંમેશા
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy