SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૩ અશ્વવાહ્યાલિ વગેરે ક્રીડાઓથી દિવસોને પસાર કરે છે. ૯૨. દાક્ષિણ્યના ભંડાર શ્રી વીર જિનેશ્વર નંદિવર્ધન ભાઈના આગ્રહથી ઘરે રહ્યા હતા. બે વરસ પછી તૃણની જેમ રાજ્યને છોડીને દીક્ષા લીધી. જે પોતે નિઃસંગ હોવા છતાં બ્રાહ્મણને અડધું દેવદૂષ્ય આપ્યું. પોતે મહા સમર્થ હોવા છતાં મોટા પણ ઉપસર્ગોને સહન કર્યા. ૯૩. પ્રભુએ ઘાતિકર્મને હણીને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. પ્રભુની આગળ ઈન્દ્રો પણ ચાકરની જેમ આળોટવા લાગ્યા. ૯૪. પ્રભુનું શરીર (૧) સુગંધવાળું હતું. (૨) મળ અને પરસેવાથી રહિત હતું. (૩). તેમનું લોહી દૂધની ધારા જેવું સફેદ હતું (૪) અને તેમનું માંસ દુર્ગંધ વિનાનું સફેદ હતું. ૯૬. ચર્મચક્ષુ જીવોને પ્રભુના આહાર અને નિહાર અદશ્ય હતા. અને શ્વાસોચ્છ્વાસ કમળ જેવો સુગંધિ હતો. આ ચાર અતિશય જન્મની સાથે હતા. ૯૭. જેના કેશ–રોમ—નખ અને દાઢી નિત્ય અવસ્થિત હતા અર્થાત્ વધતા ન હતા. અરિહંતના સંનિધાનમાં કંઈપણ અસ્થિર ન હોય. ૯૮. પ્રભુએ વિવિધ પ્રકારના પુર આકાર–ગ્રામ–સહિત પૃથ્વીતલ ઉપર વિહાર કરીને વાણી રૂપી કિરણોથી ભવ્ય જીવો રૂપી કમળોને સતત બોધ પમાડ્યો. ૯૯. જેમ અવકાશમાં રહેલ સૂર્ય અંધકારના સમૂહનો નાશ કરે તેમ વિહાર કરતા પ્રભુએ લોકોમાં અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો. ૨૦૦. ૫૭ એકવાર શ્રેણિક વગેરે રાજાઓના મહાભાગ્યથી જાણે ખેંચાયેલ ન હોય તેમ પ્રભુ રાજગૃહ નગર તરફ સંચર્યા. ૨૦૧. ગંગાનદીમાં વસનાર જડતાથી પોતાને છોડાવવા ન માગતા હોય તેમ નવ સુવર્ણ કમળો સર્વજ્ઞ પ્રભુના બે ચરણ કમળના તળમાં શોભ્યા. ૬૦૨. ભગવાનને માર્ગમાં અનુકૂળ શકુનો થયા અથવા ત્રૈલોક્યના નાથને આખું વિશ્વ અનુકૂળ હોય છે. ૩. નક્કીથી પોતાને વિરુપ બતાવવાને અસમર્થ પ્રભુના પીઠ ભાગમાં રહેલો વાયુ મૃદુપણે વાયો. ૪. આ વૃક્ષો સ્થાવર નામ કર્મના ઉદયને કારણે ભગવાનની વાણી સાંભળવા જઈ શકતા નથી. એટલે જ માર્ગમાં સંચરતા પ્રભુને નમ્યા. ૫. આ પ્રભુએ ભાવ કંટકો નાશ કર્યા છે તો તેની આગળ અમે શી વિસાતમાં ? એમ લજ્જાને કારણે પ્રભુ ચાલે છતે ઊંધા વળી ગયા. ૬. ઊંચે કાંતિના સમૂહને રેલાવતો, પ્રભુની આગળ ચાલતો, દંડથી સહિત ધર્મચક્ર પ્રતિહારની જેમ શોભ્યો. ૭. અંતરના તાપથી રહિત પ્રભુને બાહ્યતાપનો સંતાપ ન થાય એ હેતુથી પ્રભુના મસ્તક ઉપર રહેલા ત્રણ છત્રો ઘણાં શોભ્યા. ૮. ચાલતા વસ્ત્રના બાનાથી ધર્મધ્વજ આગળ ફરકવા લાગ્યો અને કિંકિણીના નાદથી જણાવ્યું કે મારો ભાઈ તારા મહેલમાં રહેલો છે. ૯. ભગવાનની કીર્તિ અને યશરૂપી બે હંસ ન હોય તેમ સ્વયં વીંઝાતી બે સફેદ ચામરો પ્રભુની આગળ શોભી. ૧૦. માર્ગમાં ચાલતા સ્વામીના વિશ્રામ માટે જાણે તપ્પર ન હોય તેમ પ્રભુની નજીકમાં ચાલતું પાદપીઠવાળું સિંહાસન આકાશમાં શોભ્યું. ૧૧. અનેક ક્રોડ દેવોની સહિત ત્રણ જગતના ગુરુ દેવાધિદેવ આ પ્રમાણે રાજગૃહ નગરીમાં પધાર્યા. ૧૨. વાયુકુમાર દેવોએ એક યોજન પ્રમાણ ભૂમિમાં કચરાને દૂર કરીને જાણે સાક્ષાત્ પોતાની કર્મરજને દૂર કરી. ૧૩. મેઘકુમાર દેવોએ સુગંધિ જળની વૃષ્ટિ કરી. તેથી અમે માનીએ છીએ કે પોતાના પુણ્ય બીજોનું વાવેતર કરવા કર્યું છે. ૧૪. દેવોએ પૃથ્વીને રત્ન, મણિ અને સુવર્ણથી બાંધીને બાકીનું કાર્ય પૂરું કર્યું કેમકે સારું પણ ચિત્ર ભૂમિની શુદ્ધિ વિના શોભતું નથી. ૧૫. તેવા પ્રકારના સુગંધના ઉદ્ગારથી સંપૂર્ણ નભોંગણને ભરી દેતી, નીચેના ભાગમાં ડીંટિયું આવે અને ઉપરના ભાગમાં વિકસિત પાંદડાઓ રહે, પાંચવર્ણવાળી જાનુ પ્રમાણ પુષ્પવૃષ્ટિને દેવોએ સતત વરસાવી. દેવોની હાજરી હોય ત્યારે પુષ્પવૃષ્ટિનું થવું આશ્ચર્ય નથી. ૧૭. વૈમાનિક દેવોએ પ્રથમ રત્નનો ગઢ બનાવ્યો. કારણ કે મહાપુરુષો હંમેશા પ્રથમ
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy