SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૫ થવાનો હતો તેથી પુત્રોએ પિતાની વાતને સ્વીકારી લીધી. ૫૧. કુટુંબ સાથે શ્રેષ્ઠી નગરમાં આવ્યા. ઘરમાં પ્રવેશ્યા. ખંડેર થઈ ગયેલ ઘરને જોઈને વિચાર્યું : ૫૨. શ્રેષ્ઠી કયારે પાછા આવશે એવા વિચારમાં જાણે ન ડૂબી ગયા હોય તેમ ભાંગી ગયેલ દરવાજાના મસ્તકે રહેલા બે તડક (પીઢિયા) પરસ્પર મળી ગયા. ૫૩. મારા બે ગાલની જેમ બે જીર્ણ કપાટ ઢીલા થયા. જેમ મારા મુખમાંથી દાંતો પડી ગયા છે તેમ દિવાલમાંથી ઈંટો પડી ગઈ છે. ૫૪. મારા વાળની જેમ છત ઉપર ઢાંકવાના લાકડા ભાંગી ગયા. મારી બે આંખોની જેમ ચિત્રશાળાનું ચિત્ર ગળી ગયું છે. ૫૫. ઊંદરોએ ધાન્યના ઢગલાને ચડી જાય એવા ધૂળના ઢગલા બનાવ્યા હતા. મોરપીંછનું છત્ર રાખવાના સ્થાને કડવો લીંબડો ઉગ્યો હતો. ૫૬. ખરેખર મારા વિયોગને કારણે આ ઘર પાણીના રેલાના કારણે ઝાંખી પડેલી ભીંતના ભાગના બાનાથી રડી રડીને શાંત થયું છે. ૫૭. અત્યંત ભાગ્યહીન હાલતા ચાલતા અમોએ જે ઘરને છોડી દીધું છે તેને સ્થાવર તૃણવેલડીઓ વીંટાઈ વળી છે. ૫૮. સદ્ભાગ્યની જેમ પાટિયાઓ ચારે બાજુથી પોતાના સ્થાનથી નીકળી ગયા છે. જેમ બે પગમાં ચીરા પડે તેમ દિવાલોમાં તીરાડો પડી છે. ૫૯. અહો ! જેની શાળામાં ચારે બાજુ સુંદર ચંદરવા બાંધેલ હતા ત્યાં કરોડિયાએ લાળથી જાળા કેવી રીતે બાંધ્યા. ૬૦. પૂર્વની દશાને યાદ કરતા અને વર્તમાન અવસ્થાને વિચારતા શ્રેષ્ઠી પરિવાર સહિત ઘરમાં પ્રવેશ્યો. ૬૧. શ્રેષ્ઠિએ પુત્રવધૂઓ પાસે ગાયના છાણનું લીંપણ કરાવીને પાણીથી ભરેલ બે કુંભોને મુકાવ્યા. ૬૨. નાગદેવ વગેરે પુત્રો ગળિયા બળદની જેમ બે પગ લંબાવીને પૃથ્વીતલ ઉપર અત્યંત ઢળી પડ્યા. ૬૩. શ્રેષ્ઠીએ તેઓને કહ્યું : આ નગરના ચૈત્યોના દર્શન કર્યા પછી ઘણો સમય ચાલી ગયો છે તેથી તમારે આજે ચૈત્યની પરિપાટી કરવી જોઈએ. ૬૪. ધમધમ થતા સર્વે પણ પુત્રોએ કહ્યું : હે તાત ! ધર્મ-ધર્મ બોલતા હજુ પણ વિરામ પામતા નથી. અર્થાત્ ધર્મનું પૂછડું છોડતા નથી. ૬૫. અહો ! અમે માર્ગથી થાકી ગયા છીએ અને હજુ ચૈત્યવંદના કરાવે છે. માળિયા ઉપરથી પડેલાને આ દોડવાનો ઘાત થયો. ૬૬. જિનદત્તે કહ્યું : હે વત્સો ! ક્ષણથી ઉભા થાઓ, દેવોને વંદન કરો જેથી તમને ઈચ્છિત ભોજનની પ્રાપ્તિ થશે. ૬૭. આ પિતા કૂતરાની જેમ ભસ ભસ કરે છે વિરામ પામતા નથી એમ બોલતા પુત્રોની સાથે શ્રેષ્ઠીએ ચૈત્યવંદના કરી. ૬૮. ઘરે આવીને શ્રેષ્ઠીએ પુત્રોને કહ્યું ઃ આજે તમને શાલિ–દાળ વગેરેનું ભોજન કરાવીશ. કેમકે દેવવંદના ઈચ્છિતને આપનારી છે. ૬૯. તેઓએ પણ કહ્યું ઃ શાલિ વગેરેની વાતને દૂર રાખો. હે તાત ! ઈચ્છિત ઘેંસથી પારણું કરાવો. ૭૦. દઢધર્મી શેઠે કહ્યું : ઘેંસની વાતને છોડો જો હું તમને શાલિ આદિનું ભોજન આપું તો તમે શું ધર્મ કરશો ? ૭૧. પુત્રોએ કહ્યું : હે તાત ! જો તમે કહેશો તો અમે દુઃકર પણ ધર્મ કૃત્યને સતત હર્ષથી કરીશું. ૭ર. શ્રેષ્ઠીએ કહ્યું : જો એમ છે તો ત્રિકાલ દેવપૂજન, અને સંધ્યાએ પ્રતિક્રમણ અને ચૈત્યવંદન શક્તિ અનુસાર પચ્ચક્ખાણ વગેરે પરમ ધર્મકૃત્યને હંમેશા આદરવા. કેમકે તે આ લોક અને પરલોકમાં કલ્યાણકારી છે. ૭૪. અમોએ રાત્રે ઠંડી, દિવસે તાપ, કવેળાએ કુભોજન કાંટાનો વેધ વગેરે ઘણું સહન કર્યું છે. ૭૫. વંદન, પ્રતિક્રમણ વગેરે અનુષ્ઠાનો આદરવા સુશકય છે તેથી અમે તે સર્વ કરીશું એમ બધા પુત્રોએ એકી સાથે કહ્યું. ૭૬. પુત્રવધૂઓએ કહ્યું : હવે પછી અમે પણ પારકા ઘરે મજૂરી કરવા કરતાં સુશક્ય ધર્મકાર્યને કરીશું. ૭૭. તે જ રીતે પૌત્રોએ કબૂલ્યું. શુદ્ધબુદ્ધિ શ્રેષ્ઠીએ ત્યાંજ અભિપ્રાયોને સ્વહસ્તે પત્રમાં લખાવી લીધા. ૭૮. પછી શ્રેષ્ઠીએ બલિવિધાનાદિપૂર્વક ભૂમિનું પૂજન કરીને પુત્રો પાસે ઘરના એક ખૂણામાં ખોદાવ્યું. ૭૯. અહો ! લાંબા સમય પછી આજે પિતાને આ નિધાનનું સ્મરણ થયું. એમ વિચાર કરતા પુત્રોએ મોટા ૧૧૫
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy