SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૪ ફૂલો ખરીદવાના પૈસા પણ કયાંથી હોય ? ૯. ઘણાં દિવસથી પેધી ગયેલ ચોરને જલદીથી પકડું એવો મનમાં નિશ્ચય કરીને એકવાર ઉદ્યાનપતિ શ્વાસથી રુંધી દેનાર યોગીની જેમ નિશ્ચલ બનીને ઝાડની પાછળ સંતાઈને રહ્યો. ૧૦. પછી વૃદ્ધકુમારી આવી. તેણીએ સરાગથી જોનાર માળીના અંતઃકરણને હરી લીધું. જે સદા ફૂલો ચોરી શકે છે તેને મનનું હરણ કરવું કેટલું માત્ર છે ? ૧૧. તેના પ્રત્યેક અંગમાં કંપ ઉત્પન્ન થયો અને ક્ષણથી મત્સર શાંત થયો. દાહજ્વરને કારણે ઉત્પન્ન થયેલો શરીરનો દાહ અત્યંત શીતજ્વરના વાસમાં (ઉત્પત્તિમાં) રહેતો નથી. ૧૨. બળાત્કારે બે હાથથી તેને પકડીને માળીએ કહ્યું : હે સુંદરી તું મારી સાથે રમણ કર. હે વરવર્ણિની ! ઘણાં દિવસોથી પુષ્પોને ચોરી જતી તું મારા વડે ખરીદાઈ છો. ૧૩. તે બોલી હે ભદ્ર ! તું આ સારું નથી બોલતો. હે માળી ! હજુ પણ હું કન્યા છું. મારે સાધ્વીની જેમ પુરુષનો સ્પર્શ યોગ્ય નથી. અથવા વેશ્યા પણ આ નિયમનું પાલન કરે છે.. ૧૪. હે માળી ! હું તને પૂછું છું કે જો તું આ પ્રમાણે અન્યાય કરશે તો તારી ભાણી, બહેન, પુત્રીનું કેવી રીતે રક્ષણ કરી શકશે ? ૧૫. તેણે કહ્યું : હે કુંભસ્તની ! તું પંડિત છે પણ કાગડાના કીકીના ડોળાની જેમ ઉલટ સૂલટ ન બોલ. કોઈ મોટી શરત કર્યા વિના તને કોઈપણ રીતે છોડીશ નહીં. ૧૬, પૂર્વના પાપના ઉદયથી હું આટલી ઉમર (વય) સુધી કુંવારી રહી. હવે જો કૌમાર્ય અક્ષત નથી તો મને કોઈ પરણશે નહીં. કોણ ખંડિત કાચમણિને ખરીદે ? ૧૭. એમ વિચારીને તેણીએ કહ્યું : હે મહાગ્રહ ! તું અહીં કઈ શરત કરવા માગે છે ? ઘણાં સંકલ્પોથી વિહ્વળ થયેલ માળીએ પણ કહ્યું : હે વિશાલાક્ષી ! જેમ દેવને પ્રથમ બલિ ચડાવવામાં આવે તેમ પરણ્યા પછી અત્યંત તપાવેલ સુવર્ણકમળ સમાન માખણ જેવા મુલાયમ શરીરનો પ્રથમ સંભોગ મને આપવો. ૧૯. ભોજન કરવાની ઈચ્છાવાળો લોક ભોજનનો પ્રથમ કોળિયો કાગડાને ધરે એ ન્યાયથી વિક્ષણાએ મનથી નિશ્ચય કરીને તે વખતે તેનું વચન જલદીથી માન્ય કર્યું. ૨૦. જેમ હરિણી સિંહના પંજામાંથી છૂટે તેમ અખંડ શીલવાળી શ્રેષ્ઠીપુત્રી માળીના પંજામાંથી છૂટેલી શ્રેષ્ઠ આનંદને ધારણ કરતી જેમ મૃગયૂથ ઘરે જાય તેમ ઉત્સુક તે પોતાના ઘરે ગઈ. ૨૧. ૮૩ હવે એકવાર ઘણો ધનવાન યુવાન આને આદરપૂર્વક પરણ્યો. અથવા લોકમાં સારું કરિયાણું કાલાંતરે કિંમતી થાય છે એમાં સંશય નથી. ૨૨. તે બેનું મિલન થયેલું જોઈને સંગમનો ઉત્સુક સૂર્ય જાણે પશ્ચિમ દિશામાં અસ્ત ન પામ્યો હોય ! તથા દારુનું` સેવન કરનાર કોનો ક્ષય ન થાય ? ૨૩. સૂર્યનો અસ્ત થયા પછી જેનું જેનામાં સંભાવ્યપણું હતું તે તેનામાં ન રહ્યું જેમ કે મહાન એવા આકાશમાં રાગ ઉત્પન્ન થયો અને કમળોનો સંકોચ થયો. ૨૪. જે આકાશમાર્ગમાં રહીને સૂર્યે ચરાચર જગતને પ્રકાશિત કર્યુ ત્યાંજ મલિન અંધકારે આવીને અંધારું પાથર્યું. ૨૫. તારાના ભરથી ચમકતું પહોળી આંખોથી મિત્ર (સૂર્ય)ને જોવાની ઈચ્છાથી આકાશ ત્યારે શોભી ઉઠયું. ચારે તરફ અંધકાર છવાઈ ગયો. ભુવનમાં પોતાના રાજ્યમાં કોણ વિલાસ નથી પામતો ? ૨૬. મિત્ર (સૂર્ય) અસ્ત થયે છતે હા અંધકાર વડે આખું વિશ્વ શા માટે વિડંબિત કરાયું ? એમ રોષથી અંધકારનો નાશ કરવા માટે લાલવર્ણને ધારણ કરતો ચંદ્ર ત્યારે ક્ષણથી ઉદય પામ્યો. ૨૭. જેટલામાં ચંદ્ર એક ગાઉ જેટલો આકાશમાં ઉચે ન ચડયો તેટલામાં અંધકાર શરદઋતુના વાદળ જેવો કોમળ (પાતળો) થયો. કેમકે જળ (પાણી) સ્વભાવથી શીતળ છે. ૨૮. ચંદ્રની કળા કોઈક તેવી લોકત્તર છે જે શીતળ હોવા છતાં અંધકારને ભેદવા સમર્થ થઈ. ચક્રયુગલને વિયોજિત કર્યુ અને કૈરવ ૧. દારુ : સૂર્યના પક્ષમાં પશ્ચિમ દિશાનું સેવન કરનાર.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy