SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૪ ૮૧ કરવા નીકળેલો લોક દુકાને દુકાને જઈને વસ્તુની પરીક્ષા (તપાસ) કરે તેમ અભયના આદેશથી સુથાર વનમાં જઈ સ્તંભ માટે યોગ્ય વૃક્ષની દરેક સ્થાને પરીક્ષા કરવા લાગ્યો. ૭૧. જેમ કવિનું મન પ્રશાંત સરસ કાવ્યમાં ઠરે તેમ આનું મન કોઈક વૃક્ષ ઉપર ઠર્યું. લક્ષણવંતા ચિહ્નવાળા વૃક્ષને જોઈને સુથારે હૃદયમાં આ પ્રમાણે વિચાર્યુઃ ૭ર. આ વૃક્ષ બે રીતે ઉત્તમ છે. (૧) બળદની જેમ પુષ્ટ સ્કંધવાળો છે, રાજાની જેમ છત્રથી યુક્ત છે, વેદની જેમ શાખા-પ્રશાખાના ભરના ધામ જેવો છે; ઝળહળતા પ્રવાલના સમુદ્ર જેવો છે. ૭૩. સજ્જનોના સ્વામીની જેમ ફુલોથી વિકસિત છે; પુણ્યના પ્રકર્ષની જેમ ફળોથી ભરેલો છે; મગધના રાજાના રાજ્યની જેમ સારી રીતે બંધાયેલ મૂળવાળો છે. તથા સાધુના મનની જેમ ઉદાર અને ઉન્નત છે. ૭૪. જેવો તેવો પણ વૃક્ષ દેવતાના અધિષ્ઠાન વિનાનો હોતો નથી. આવી ઋદ્ધિવાળો આ વૃક્ષ અધિષ્ઠાયક દેવથી અધિષ્ઠિત હોય એમ સ્પષ્ટપણે જણાય છે. ૭૫. છેદાતો આ વૃક્ષ ખરેખર વિનકારક ન થાઓ તેથી નિશ્ચયથી ઉપવાસ કરીને હું આનો ઉપાય કરું. જેથી પ્રયોજન (કાય) ત્રણ મંગલવાળું થાય. (આદિ-મધ્ય અને અંત એમ ત્રણ પ્રકારે મંગલ થાય.) ૭૬. એમ વિનિશ્ચય કરીને જેમ પ્રતિષ્ઠાના આગલા દિવસે બિંબની અધિવાસના કરવામાં આવે તેમ ઉપવાસ કરી તે બુદ્ધિમાને ધૂપ, ગંધ અને સુગંધિ ફૂલોથી વૃક્ષને અધિવાસિત કર્યો. ૭૭. એટલામાં શ્રેણિક રાજાની પાસે જઈને દેવે અભયકુમારને કહ્યું : સર્વઋતુના ફૂલ-ફળોના સમૂહથી સતત વિભૂષિત, તારી ઈચ્છા મુજબનો મહેલ હું કરી આપીશ. મારા આશ્રય (નિવાસ સ્થાન) એવા વૃક્ષને કાપવો નહીં. તું જલદીથી સુથારને પાછો બોલાવી લે. આકડાના ઝાડ ઉપર મધપૂડો મળી જતો હોય તો પર્વત ઉપર કોણ ચઢે? ૭૯. પોતાનું કાર્ય સિદ્ધ થયું છે એમ હર્ષથી જણાવીને અભયે સુથારને પાછો બોલાવી લીધો. દેવે ક્ષણથી એક થાંભલાવાળા મહેલને બનાવી આપ્યો. અથવા દેવને મનથી જ કાર્યની સિદ્ધિ થાય છે. ભિન્ન ભિન્ન પ્રકારના અમાત્યોમાં શિરોમણિ અભયે રાજાને મહેલ બતાવ્યો. જેમકે હે સ્વામિન્ ! પોતાના યશપુંજ સમાન એક સ્તંભવાળા મહેલને આદરથી જુઓ. ૮૧. આમ્ર-રાયણ–બીજપુર-નારંગી-ખજૂરઅશોક– દાડમ તથા લીંબુ-કેળ – મલ્લિકા વગેરે વૃક્ષોથી સહિત હંમેશા ફૂલો અને ફળોથી ભરપુર તથા બંધુક–બાણ–આસન-જાતિ-સપ્તલ– સત્પાટલા- ચંપક– ચંપકરાજ- દ્રાક્ષ-નાગરવેલ વગેરે મંડપો સહિત આ ઉદ્યાનને જુઓ. ૮૩. રાજાએ કહ્યું : જેમ સુકવિ વિવક્ષિત અર્થની સુખપૂર્વક રચના કરતા હોય ત્યારે સાથે વ્યંગ્યાર્થની નિષ્પત્તિ થઈ જાય તેમ મહેલને કરવાની ઈચ્છાવાળા તમારે, અહીં બીજું ઉપવન તૈયાર થયું. ૮૪. હર્ષિત થયેલ પ્રિયપત્ની ચેલ્લણાને સાક્ષાત્ જાણે દેવવિમાન ન હોય તેવા મહેલમાં ઉત્તમ દિવસે સ્થિર લગ્નમાં સ્થાપના કરી. ૮૫. જાણે કામદેવની સ્ત્રી રતિ ન હોય તેમ ચારે બાજુ ફરતી વૃક્ષની હારમાળાની મધ્યમાં રહીને વિવિધ ક્રીડાઓથી સતત રમતી ચેલ્લણા શોભી. ૮૬. તેણીએ ઉદ્યાનના પુષ્પોથી જિનપૂજા કરીને તથા પતિના વાળના પાશને ગૂંથીને ધર્મ અને કામ બે પુરુષાર્થોને સાધ્યા કેમકે વિવેકીઓની લક્ષ્મી ઉભય લોકને સાધનારી હોય છે. ૮૭. જેમ વિમાનમાં રહેલા દેવ અને દેવી કાળ પસાર કરે તેમ મહેલમાં રહીને ભોગમાં તત્પર દંપતીએ ધર્મ અને અર્થને બાધા ન પહોંચે તેમ સુખેથી કાળ પસાર કર્યો. ૮૮. આ બાજ તે વખતે ચાંડાલની પત્નીને કેરી ખાવાનો તીવ્ર દોહલો થયો. તેણીએ ચાંડાલ પાસે આમ્રફળોની માંગણી કરી કેમકે સ્ત્રીઓને પતિ પાસે માંગણી કરવાનો અધિકાર છે. ૮૯. તેણે પણ કહ્યું : તું પાગલ થઈ છો કેમકે અનવસરે કેરીની માંગણી કરે છે. તેણીએ કહ્યું હે પ્રિય ! ચલ્લણા રાણીના
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy