SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ અભયકુમાર ચરિત્ર રાખ. મેં બળદિયો ધારણ કર્યો છે પણ મંત્રી નહીં. તું માતાઓને બાળનારો કેવી રીતે થયો? દિવ્ય પ્રસંગે પાંચમાં દેવલોકના લોકપાલની જેમ કાર્યમાં સાક્ષી કેમ રહ્યો? ૫૪. તારી અક્કલને મેં જાણી એમ બોલતા ઘણી મૂચ્છ પામેલો રાજા શત્રુ હાથી વડે ભેદાયેલ હાથીની જેમ ક્ષણથી ધરણી તલ ઉપર પડ્યો. પ૫. મેં સાચી હકીકત પિતાને ન કહી તેથી પરમાર્થથી તો પિતાને મૂચ્છમાં પાડ્યો એમ ખેદને કરતા અભયકુમારે શીતોપચારથી પિતાને સ્વસ્થ કર્યા. પ૬. રાજાને નમીને કહ્યું હે દેવ! ઝળહળતા નિર્મળ શીલથી શોભતા અંતઃપુરનો અતુલ પુણ્યોદય જાગતો હોય ત્યારે ધર્મમાં પાપનો પ્રવેશ કેવી રીતે થાય? ૫૭. તમે સમુદ્ર જેવા વીર ચિત્તવાળા છો છતાં શીલની શંકાથી અંતઃપુરને બાળી નાખવાની આજ્ઞાથી મારી માતૃજન વિશે જે અપ્રસાદ થયો તેમાં ભાગ્યનું વિપરીતપણું કારણ છે. પાપના ઉદયથી સ્થિર પણ પૃથ્વીમાં કંપ થાય છે. ૫૮. હે પ્રતાપથી રાવણના ભાગ્ય જેવા ભાગ્યશાળી ! મેં માતાના ઘરની નજીક રહેલી હાથીની જીર્ણ ઝૂંપડીને ક્ષણથી બાળી અને સમજી વિચારીને તમારી આજ્ઞાનું પાલન કર્યું છે. ૫૯. આંખમાં આંસુ સારતા રાજાએ કહ્યું હે પુત્ર! ભુવનમાં તું જ બુદ્ધિમાન પુત્ર છે કારણ કે તે હૃદયરૂપી ચક્ષુથી તત્ત્વને જોઈને ધન-કીર્તિ અને સગુણોને ઉપાર્જન કર્યા છે. ૬૦. તું જ સર્વપુત્રોમાં શિરોમણિ છે. તું જ ગોત્રરૂપી કમળ માટે સૂર્ય સમાન છે. તું કોઈથી બુદ્ધિથી જીતી શકાય તેમ નથી. અથવા તું જ સર્વગુણોથી ન્યૂન નથી? ૬૧. કારણ કે તે આ કલંકને નિવાર્યો છે. અરે ! જો તે કલંકનું નિવારણ ન કર્યું હોત તો હું મોટું કેવી રીતે બતાવત? રાજાનું તે જ વચન અમૃતમય કેવી રીતે બનત? અથવા જય થયે છતે સર્વ અદ્વિતીય છે. ૨. રાજાએ મહાપ્રસાદથી અભયને પારિતોષિક દાન આપ્યું. માતૃજનની રક્ષા કરતા આ દાનની કેટલી કિંમત? કેમકે માતૃરક્ષા કરીને અભયે ઘણું (કિર્તી–પુણ્ય વગેરેને) ઉપાર્જન કર્યું હતું. ૬૩. ચેટક રાજાની પત્રીનો બીજી વખત જન્મ થયો છે એમ માનીને દર્શન કરવાની લાલસાવાળો રાજા ફરી તેના ઘરે ગયો. ૬૪. હંમેશા નવા નવા પ્રેમને કરતો રાજા વિવિધ પ્રકારના વિનોદને કરતો તેની સાથે રમ્યો. જેમ શિશિરઋતુમાં વાદળમાંથી નીકળતો સૂર્ય ઘણો પ્રિય થાય છે તેમ વિપત્તિમાંથી ઉગરી ગયેલ સ્વજન ઘણો પ્રિય થાય છે. ૬૫. એકવાર ચલ્લણાએ કહ્યું : હે પ્રિય ! મને એક સ્તંભવાળો ઉત્તમ મહેલ કરાવી આપો કેમકે જેમ શિખાથી મોરલી પ્રશંસનીય બને તેમ હું સર્વ શોક્યોથી ઉત્તમ ગણાઉં. ૬૬. મને એટલો બધો હર્ષ છે કે હું સૂર્યના ઉદયાસ્તને જાણતી નથી. (અર્થાત્ આનંદમાં મારો કાળ કયાં ચાલ્યો જાય છે તેની ખબર પડતી નથી) તો પણ હું જીવિતેશ્વર ! તમારી કૃપાથી મહાવિમાનમાં રહેલી દેવીની જેમ એકતંભ મહેલમાં રહીને ક્રીડા કરું. ૬૭. રાજાએ તેની વાતનો સ્વીકાર કર્યો. પ્રિયા વડે પ્રાર્થના કરાયેલ પુરુષ શું શું કરવાની અભિલાષા નથી કરતો? ૬૮. પછી અભયકુમારને આદેશ કર્યો કે તું ચલ્લણાની ધૃતિને માટે જલદીથી ગગનચુંબી, ઉત્તમ એકસ્તંભવાળા મહેલને આદરથી તૈયાર કરાવ. જેનાથી કાર્યની સિદ્ધિ થાય તેને જ સ્વામી પોતાની આજ્ઞા ફરમાવે. દ૯, અભયે પણ વાસ્તુવિદ્યા કાર્યમાં નિપુણ સુથારને આદેશ કર્યો. કેમકે ઉદાર દિલવાળાનું કાર્ય કરી આપવા બીજા તત્પર હોય ત્યારે પોતે શા માટે મહેનત કરે? ૭૦. જેમ ખરીદ ૧.અમૃતમય વચનઃ રાજાએ અંતઃપુરને બાળી નાખવાનું કહ્યું હતું તે વચન ઝેર જેવું હતું. અભયે ઝૂંપડી બાળીને અંતઃપુર બચાવીને અમૃત સમાન બનાવી દીધું.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy