SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ અભયકુમાર ચરિત્ર સંગ્રહ કરીને રાખેલ બીજનું વાવેતર કરે છે તેમ ઠંડી પડે ત્યારે સંગ્રહ કરીને રાખેલ ઉષ્ણતાનો ઉપયોગ લોક કરે છે. ૧૬. મેરુ પર્વતને અંગૂઠાથી કંપાવનાર આશ્ચર્યકારી પરાક્રમને ધરનાર, રાજાઓ અને ઈન્દ્રો વડે સેવાયેલ, ગૌતમ વગેરે મુખ્ય પર્ષદાથી યુક્ત શ્રીમદ્ વીર જિનેશ્વર સમોવસર્યા. ૧૭. પોતાના સૈન્યની ચરણરજથી સૂર્યને ઢાંકી દેતા શ્રેણિક રાજા પ્રભુને વંદન કરવા આવ્યો. ઈન્દ્રો પણ જેની પપાસના કરે છે તેને વંદન કરવા કયો લોક ઉતાવળ ન કરે? ૧૮. જિનેશ્વરને નમસ્કાર કરી દેશના સાંભળીને સંધ્યા સમયે પાછો ફરીને શ્રેણિક રાજા સ્વયં પોતાના નગર તરફ ચાલ્યો ત્યારે સરોવરના કાંઠે શીતપરિષદને સહન કરવાની ઈચ્છાવાળા, વસ્ત્ર વિનાના નાસિકાના ટેરવા ઉપર દષ્ટિને સ્થિર કરીને કાયાથી બે પ્રકારે કાઉસ્સગમાં સ્થિર રહેલા જાણે સાક્ષાત્ ધર્મનો જ પંજ ન હોય તેવા મુનિને જોયા. ૨૦. મુનિના ગુણોની પ્રશંસા કરતા, રથમાંથી ઉતરીને પ્રમોદપૂર્ણ મનથી ચલ્લણા સહિત રાજાએ જાણે રતિ સહિત કામદેવને જીતી લીધા ન હોય તેવા મુનિને વંદન કર્યું. ૨૧. જેમ કર્મપ્રકૃતિથી સહિત જીવ શરીરમાં પ્રવેશ કરે તેમ ચિત્તમાં તુષ્ટિને વહન કરતો રથ ઉપર આરૂઢ થઈને સાધુની સ્તવનાથી કર્મની નિર્જરા કરતા રાજાએ દેવીની સાથે નગરમાં પ્રવેશ કર્યો. ૨૩. જેમ લક્ષ્મીથી સહિત કૃષ્ણ સમુદ્રમાં શેષનાગની પીઠ ઉપર સૂવે તેમ શ્રેણિક રાજા એક જ સુકોમલ પલંગમાં ચલ્લણા દેવીની સાથે સ્નેહથી સૂતો. ૨૪. આપણા બેનું ઐકય મન તો છે તેથી હમણાં શરીરથી આપણા બંનેનું ઐક્ય થાઓ એમ વિચારીને દંપતી એકબીજાના શરીરનું આલિંગન કરીને સૂઈ ગયા. ૨૫. તે બંનેને ઉંઘ આવી ત્યારે આલિંગન ચાલ્યું ગયું કારણ કે નિદ્રા સર્વ પુરુષાર્થની ઘાત કરનારી છે. (ધર્મ-અર્થ-કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ) ચેલણા રાણીનો હાથ નક્કીથી ઠંડીની પરીક્ષા કરવા શવ્યાની બહાર નીકળી ગયો. ૨૬. આખ પુરુષના સંગની જેમ ચેડા રાજાની પુત્રીના સુંદર અંગનો સંગ મને (ઠંડીને) ક્યાંય કયારેય થયો નથી. આ સંગ કેવો હોય તેનો અનુભવ માણવા શીતળતા ચારે બાજુથી તેની ભૂજામાં વ્યાપી ગઈ. ૨૭. ઠંડીની વેદનાથી પીડાયેલી ચેલ્લણા જાગી ગઈ કેમકે ઠંડી સર્વ અવસ્થામાં સુખ માટે થતી નથી. જેમ વેલડી પોતાના ફળને પાંદડાથી ઢાંકી દે તેમ સીત્કાર મૂકીને ચેલણા પોતાની ભુજાને ઓઢણની અંદર કરી લીધી. ૨૮. દિવસે આવા પ્રકારની અવસ્થાવાળા જોયેલા મુનિને યાદ કરીને બોલી ઊઠી હા ! એનું શું થયું હશે ? ધ્વજના અગ્રભાગની યષ્ટિ જેવી સરળ આશયવાળી મહાસતી ચેલ્લા ક્ષણથી ફરી નિદ્રાને પામી. ર૯. તે વખતે રાજા ક્ષણથી જાગી ગયો કેમકે મોટાઓની ઊંઘ હંમેશા અલ્પ જ હોય છે. તેના વચનને સાંભળીને ક્રોધને વશ થયો. કેમકે પ્રિયપાત્રનો સ્વામી પણ પ્રિયપાત્ર ઉપર ઈર્ષ્યા વગરનો હોતો નથી. રાજાએ વિચાર્યુઃ કમલિનીની નાળમાં ભમરાની જેમ કોઈ દુષ્ટ આના હૃદયમાં વાસ કર્યો છે. એટલે જ આ તેના ઠંડીની પીડાની ચિંતા કરે છે. જે હૈયામાં હોય તે જ ઓઠમાં આવે છે. ૩૧. દુર્જનની ચિત્તવૃત્તિની જેમ દાન, માન, સુંદર ન્યાય, લાભ, લોભ, પ્રચુરભય, કામભોગ, અમૃતમય વાણી, મોટી શક્તિ, વિશાળ કળા, સૌંદર્ય, ગાંભીર્ય, સુરૂપતા, શૂરતા, સૌભાગ્ય, દાક્ષિણ્ય, સુધૈર્ય અને યૌવન વગેરે કોઈપણ ઉપાયોથી સ્ત્રીઓ વશ કરી શકાતી નથી. ૩૩. શાકિની, વિંછી, સર્પ, યોગિની, વેતાલ, ભૂત, ગ્રહ, યક્ષ રાક્ષસોને વશ કરવા માટે ઔષધ-મંત્ર-મૂલિકા મંત્રો તંત્રો વગેરે ઉપાયો છે પણ સ્ત્રીઓને વશ કરવા માટે કોઈ ઉપાયો નથી. ૩૪. ચેલ્લણાની પવિત્રતાનું બાષ્પીભવન થયું છે એવી પ્રકલ્પના કરીને રાજાએ કલંકની શંકા કરીને પોતાનું પેટ ચોળીને સ્વયં શૂળ ઉભું કર્યું. ૩૫. કુળાદિની જેમ ૧. બે પ્રકારે કાઉસ્સગ્ગ: દ્રવ્યથી કાયાનો અને ભાવથી કષાયનો ત્યાગ કરવા રૂપ.
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy